ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire

  • Famous
  • April 20, 2025
  • 5 Comments

Idli Kadhai Set Fire: સાઉથ સુપરસ્ટાર ધનુષની આગામી ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ના સેટ પર ભીષણ આગ લાગી છે. આગને કારણે સેટ બળીને રાખ થઈ ગયો છે. જોકે, અહેવાલો અનુસાર, ત્યાં હાજર કોઈને પણ નુકસાન થયું નથી. હાલમાં આગ લાગવાનું કારણ બહાર આવ્યું નથી.

સેટ પર આગ લાગવાથી અફરાતફરી

એક અહેવાલ મુજબ શૂટિંગ પૂરું થયાના થોડા સમય પછી સેટ પર અચાનક આગ ભભૂકી હતી. ભારે પવનને કારણે આગ એક કલાક સુધી સળગતી રહી હતી. જોકે, રાહતની વાત એ હતી કે આગ લાગી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. ફાયર બ્રિગેડની ટીમે ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.  તમિલનાડુના આંડીપટ્ટી ગામમાં એક ગામડાનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે 19 એપ્રિલે આગ લાગી હતી.

ધનુષની ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ કેમ ખાસ છે?

ધનુષ આ દિવસોમાં તેની ફિલ્મ ‘ઈડલી કઢાઈ’ને લાઈમ લાઈટમાં છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તે પોતે ફિલ્મ ડિરેક્શન પણ સંભાળી રહ્યો છે. આ તેમની ચોથી દિગ્દર્શક ફિલ્મ બનવા જઈ રહી છે જેનું શૂટિંગ તમિલનાડુના થેની જિલ્લાના અંદિપટ્ટી વિસ્તારમાં થઈ રહ્યું હતું. ફિલ્મના શૂટિંગ માટે ક્રૂએ ખાસ એક નવો સેટ તૈયાર કર્યો હતો. આ સેટ પર 20 દિવસથી વધુ સમયથી શૂટિંગ ચાલી રહ્યું હતું. શૂટિંગ દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને ટેકનિકલ ટીમ પણ સતત હાજર રહી હતી.

ફિલ્મની સ્ટારકાસ્ટ

ફિલ્મ ‘ઈડલી કઢાઈ’માં ધનુષ ઉપરાંત નિત્યા મેનન, અરુણ વિજય, સત્યરાજ, પાર્થિબન, શાલિની પાંડે, પ્રકાશ રાજ, સમુતિરકાની અને રાજકિરણ જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અરુણ વિજય ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યા છે અને ધનુષ સાથેના તેમના અથડામણના દ્રશ્યો રોમાંચક હશે. જ્યારે શાલિની પાંડે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ફિલ્મ ઈડલી કઢાઈની રિલીઝ તારીખ

ધનુષની આ ફિલ્મ પહેલા 10 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ ટેડ જાહેર કરાઈ હતી. જો કે શૂટિંગ પુરુ ન થતાં તારીખ લંબાઈ ચે. હવે તેની નવી રિલીઝ તારીખ 1 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ આકાશ ભાસ્કરના ડોન પિક્ચર્સ અને વંડરબાર ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ

UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

 

 

Related Posts

પ્રખ્યાત અભિનેતા સતીશ શાહનું અવસાન, કિડનીની હતી બિમારી | Satish Shah
  • October 25, 2025

Satish Shah passed away: બોલીવુડ અને ટીવીના જાણીતા અભિનેતા સતીશ શાહનું નિધન થયું છે. તેમણે આજે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. અહેવાલો અનુસાર સતીશ કિડની સંબંધિત…

Continue reading
જાણિતા સંગીતકાર સચીન સંઘવી સામે FIR, યુવતીએ લગાવ્યા શારીરિક શોષણના આરોપ |  Sachin Sanghvi
  • October 24, 2025

 Sachin Sanghvi Against FIR: પ્રખ્યાત સંગીતકાર સચીન સંઘવી સામે મુંબઈ પોલીસમાં FIR નોંધાવી છે, જોડી સચિન-જીગરના સભ્ય સચિન સંઘવી સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં ગાયિકાએ આરોપ લગાવ્યો છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 22 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!