ડોનાલ્ડ ટ્રમ્પની હોટેલ બહાર ઊભેલા સાયબર ટ્રકમાં વિસ્ફોટ; 1નું મોત, મસ્કે ગણાવ્યો આતંકી હુમલો

  • World
  • January 2, 2025
  • 0 Comments

અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટેલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. તો આ ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. તપાસ અધિકારીઓ જાણવાની કોશિશ કરી રહ્યાં છે કે બ્લાસ્ટ કેવી રીતે થયો?

અમેરિકન પ્રમુખ જો બાઈડેને કહ્યું કે અમે લાસ વેગાસમાં ટ્રમ્પ હોટલની બહાર સાયબર ટ્રકના વિસ્ફોટની ઘટના પર નજર રાખી રહ્યા છીએ. કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ પણ તપાસ કરી રહી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલા સાથે શું આ ઘટનાને કોઈ લેવા દેવા છે કે કેમ? ન્યૂ ઓર્લિયન્સમાં સ્થાનિક કાયદા અમલીકરણને ઝડપથી તપાસ પૂર્ણ કરવા અને અમેરિકન લોકોને કોઈ ખતરો નથી તેની ખાતરી સુનિશ્ચિત કરવાના નિર્દેશ અપાયા છે.

લાસ વેગાસના શેરિફ કેવિન મેકમહિલે મીડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટ થતાં પહેલાં આ ઇલેક્ટ્રિક વાહન ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલના કાચના એન્ટ્રી ગેટ પર પહોંચી ગયું હતું. વીડિયો ફૂટેજમાં હોટલના પ્રવેશદ્વાર પર પાર્ક કરેલી સ્ટેનલેસ સ્ટીલની ટ્રકમાં અચાનક વિસ્ફોટ થતાં આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી.

મેકમહિલે જણાવ્યું હતું કે સાયબર ટ્રકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સાત લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટેલની બહાર સાઇબર ટ્રક વિસ્ફોટ અને ન્યૂ ઓર્લિયન્સમાં સમાન હુમલા વચ્ચે કડી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે બંને વાહનો એક જ કાર રેન્ટલ સાઇટ ટુરો પરથી ભાડે આપવામાં આવ્યા હતા.

મસ્કનું કહેવું છે કે સાયબર ટ્રકમાં મૂકવામાં આવેલા બોમ્બના કારણે આ વિસ્ફોટની ઘટના બની હતી. મસ્કે X પર લખ્યું કે એવું લાગે છે કે આ એક આતંકવાદી કૃત્ય હોઈ શકે છે. આ સાયબર ટ્રક અને ન્યુ ઓર્લિયન્સમાં એફ-150 આત્મઘાતી બોમ્બર બંને ટુરો પાસેથી ભાડે લેવામાં આવ્યા હતા.

Related Posts

પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ
  • May 1, 2025

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સૈનિકો સતત સાતમી રાત્રે નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યા છે. દિવસે ચોકીઓ ખાલી કરી જતાં…

Continue reading
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?
  • April 30, 2025

Israel fire: ઇઝરાયલના જેરુસલેમ શહેરના બહારના વિસ્તારમાં એક ભયંકર આગ ભભૂકી ઉઠી છે. એશ્તાઓલના જંગલ વિસ્તારમાં લાગેલી પવન સુસવાટા સાથે આગળ વધી રહી છે. આનાથી ઘણા રસ્તાઓ પ્રવાવિત થયા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

  • May 1, 2025
  • 4 views
Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

  • May 1, 2025
  • 9 views
Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…

  • May 1, 2025
  • 18 views
ADR Report: દેશમાં 28 ટકા મહિલા સાંસદો અને MLA સામે ક્રિમિનલ કેસ, સૌથી વધુ ભાજપની મહિલાઓ…

પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ

  • May 1, 2025
  • 24 views
પાકિસ્તાન સતત કરી રહ્યું છે યુધ્ધવિરામનું ઉલ્લંઘન, રાત્રે કરે છે ગોળીબાર, દિવસે સૂમસામ

Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

  • May 1, 2025
  • 20 views
Mehmadabad: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનોએ જીવ ગુમાવ્યો

Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?

  • April 30, 2025
  • 30 views
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?