
Fake Hospital in Ahmedabad: ગુજરાતમાં નકલી વસ્તુઓ, નકલી કોર્ટ, અધિકારીઓ, કચેરીઓ વગેરે ઝડપાઈ ચૂક્યા છે. ત્યારે આ વખતે હવે અમદાવાદમાંથી આખી હોસ્પિટલ નકલી ઝડપાઈ છે. શહેરના નરોડા વિસ્તારમાંથી નોંધણી વિના થ્રી સ્ટાર નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. એટલું જ નહી બોગસ ડૉક્ટરે એ.એમ.સી.નું નકલી સર્ટિફિકેટ પણ મેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને છેતરપિંડી કરતો હોવાના આરોપ લાગ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કેટલાંક લોકોનો જીવ લીધા બાદ આ નકલી હોસ્પિટલ ઝડપાઈ છે. પોલીસે તપાસનો દોર શરુ કર્યો છે.
મળતી જાણકારી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ધમેન્દ્ર ઉર્ફે સંજય પટેલ નામનો શખ્સ નકલી ડૉક્ટર બની થ્રી સ્ટાર હોસ્પિટલ નામથી હોસ્પિટલ ચલાવતો હતો. તેણે નકલી દસ્તાવેજ, ડુપ્લીકેટ સહી-સિક્કા અને એ.એમ.સી.ના નકલી સર્ટિફિકેટના આધારે બોગસ હોસ્પિટલ ઉભી કરી હતી. આ હોસ્પિટલમાં આઇ.સી.યુ. અને ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતા. આ ઉઅરાંત ગુજરાત મેડિકલ કાઉન્સિલના ઇસ્યૂ થયેલા નંબર દુરપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે વીમા કંપનીએ તપાસ કરી હતી. દર્દીઓને ખોટી રીતે દાખલ કરી મેડિક્લેઈમ મંજૂર કરાવવામાં આવતા હતા. વીમા કંપનીઓ સાથે છેતરપિંડી કરવા માટે બોગસ સહી સિક્કા અને લેટરપેડ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ હોસ્પિટલ અંગે વધુ ખૂલાસા થયા છે. ત્યારે હવે પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ પણ વાંચઃ સુનિતા વિલિયમ્સ સહિત 4 અવકશાયાત્રી ધરતી પર સુરક્ષિત ઉતર્યા | Sunita Williams Return
આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદમાં કારચાલકે પોલીસકર્મીઓને કચડી નાખાવાનો પ્રયાસ કર્યો
આ પણ વાંચોઃ Anand: આણંદમાં બેદરકારી દાખવતી 3 રેસ્ટોરન્ટ્સ સીલ, બહારનું ખાતા પહેલા ચેતજો