
ગઈકાલે સંસદના ચાલુ સત્રમાં સત્તાપક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. ધક્કામૂક્કીમાં બેથી વધુ ભાજપના નેતા પડી ગયા હતા. જેમાં ભાજપ સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો વગતા ગબડી પડ્યા હતા. આ ધક્કો રાહુલ ગાંધીએ માર્યો હોવાના આરોપ લાગ્યા હતા.
જેમાં સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. ત્યારે આ મામલો ગરમાતાં ગઈકાલે સાંજ જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ ભાજપ દ્વારા નોંધવામાં આવી હતી. આ મામલે હવે ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સત્તા પક્ષે સંયમ જાળવવો જોઈએ. અમારી પાર્ટીના નેતા અને મહિલાઓને પણ ધક્કા મારવામાં આવ્યા છે. કોંગ્રેસના વખતમાં આવું થયું ન હતુ.
શક્તિસિંહ ગોહિલ વધુમાં કહ્યું હતુ કે ભાજપે ખોટા નિવેદનો આપી બીજા પર આંગળી ચીથી રહી છે. તેમના જ પક્ષમાંથી ગૃહમંત્રી અમિત શાહને સમજાવ્યા હતા. કે દેશનું બંધારણ ઘડનારને આંબેડર આંબેડર ન કહો. છતાં તેમણે વિવાદીત ભાષણ ચાલું રાખ્યું હતુ. બાબાસાહેબ આંબેડકરજીનું ઘોર અપમાન કર્યા પછી માફી માંગવાના બદલે ભારતીય જનતા પાર્ટી નૌટંકી કરે છે.
આંબેડકરના વિવાદને ભૂલાવવાનું કામ સત્તા પક્ષે કર્યું
શક્તિસિંહે એમ પણ કહ્યું કે બાબા સાહેબ અંગે કરેલા વાણીવિલાસના મુદ્દાને ભૂલાવવા રાહુલ ગાંધી પર ફરિયાદ કરવામાં આવી છે. લોકોને આંબેડરના નિવેદનના મુદ્દા પરથી ધ્યાન ભટાકવવાનું કામ કર્યું છે.
જેથી હવે આંબેડર અને ધક્કામુક્કી મામલે રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષો એક બીજા પર દોષનો ટોપલો ઠાલવી રહ્યા છે. દેશના વિકાસના મુદ્દા ભૂલાવી પોતાની ચર્ચાઓમાં પડ્યા છે. સંસદમાં લોકિહતના મુદ્દાઓ ચર્ચાઈ થતી હોય છે. ત્યારે હાલ સંસદમાં વિવાદોની ચર્ચાએ જોર પકડયુ છે. આ હોબાળાથી દેશના નાગરિકોમાં પણ રોષ ફેલાયો છે.
ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં શું કહ્યું હતુ?
અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે. અમિત શાહે કહ્યું, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત.” અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે.