ફટાકડાનો ઈતિહાસ, ભારતમાં ફટાકડા ફોડવાની શરૂઆત કેવી રીતે થઈ? | Fireworks History

  • India
  • April 3, 2025
  • 0 Comments

Fireworks History: સાબરકાંઠાના ડીસામાં ફટકાડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 લોકોના કરુણ મોત થઈ ગયા છે. જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં દાખલ છે. કેટલાંક પર ગોડાઉનનું ધાબૂ તૂટી પડતાં કાટમાળ નીચે દટાઈ ગયા હતા. 1 એપ્રિલે બનેલી ઘટના ગુજરાત સહિત ભારતને હચમચાવી નાખ્યું છે. ત્યારે આજે જાણો કે ભારતમાં ફટાકડાના ઉપયોગની શરુઆત  કેવી રીતે થઈ?

ફટાકડાની શોધ ચીનાઓએ કરી હતી અને ત્યાંથી આરબો મારફતે યુરોપમાં પ્રસરી હતી તેમ માનવામાં આવે છે. ભારતમાં ફટાકડા સળગાવવાની શરૂઆત ઈસ્લામી સામ્રાજ્યોના ઉદયની સાથે સાથે થઈ હતી. દારૂખાનાની ઉત્પત્તિ 9મી સદીમાં ચીનમાં થઈ હતી. મંગોળ ચીન પર પોતાના હુમલા વખતે બારૂદના ઉપયોગથી પરિચિત થઈ ગયા. આ ટેક્નીકને મધ્ય એશિયા, પશ્ચિમ એશિયા અને વર્ધમાન ભૂમિ અને સુદૂર પૂર્વમાં કોરિયા અને જાપાન સુધી લઈ ગયા.

દિલ્હીમાં આગમન

જ્યારે માંગલોએ ભારતમાં પ્રવેશ કરવાનું શરૂ કર્યું હતું તો તે આ જ્વલંત ટેક્નીકને પોતાની સાથે લાવ્યા હતા. પછી 13મી શતાબ્દીના મધ્યમાં દિલ્હીમાં શરૂ કર્યું હતું. મધ્યયુગીન ઈતિહાસકાર ફરિશતાએ પોતાની પુસ્તક તારિખ-એફરિશ્તા માર્ચ 1258માં એક ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે. હુલગુ ખાનના દૂતના સ્વાગત માટે કરવામાં આવ્યો હતો. તે દિલ્હીમાં સુલ્તાન નસીરૂદ્દીન મહમૂદના દરબારમાં થયો હતો. એક અવસર માટે 3,000 કોર્ટ લોડ ફટાકડા લાવવામાં આવ્યા હતા.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લેફ્ટનેન્ટ કર્નલ જે બાદમાં જનરલ પણ બન્યા જોન બ્રિગ્સ, તેમણે આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. જોકે તે એ સમજાવવામાં અસમર્થ હતા કે ફરિસ્તાનું આતિશબાજી સાથે શું મતલબ છે અને તેમણે પછી એ અનુમાન લગાવ્યું કે તે મોહમ્મદ બિન કાસિમ અને મહમૂદ ગજની દ્વારા ઉપયોગ કરવામાં આવેલી ગ્રીક આગ હશે.

મુગલો પહેલા ભારત આવેલા પોર્ટુગલ પણ ફટાકડાનો ઉપયોગ કરતા હતા. બીજાપુરના અલી આદિલ શાહની 1570ની પ્રમુખ કૃતિ નુમુઝ ઉલ-ઉલૂમમાં ફટાકડા પર એક અભ્યાસ પણ છે. ડૉ.કેથરીન બટલર સ્કોફીલ્ડ જે કિંગ્સ કોલેજ, લંડનમાં અભ્યાસ કરે છે તેમનું કહેવું છે કે મુગલો અને તેમના રાજપૂત સમકાલીનોએ મોટી સંખ્યા પર ફટાકડાનો ઉપયોગ કર્યો છે. શાહજહાં અને ઓરંગજેબના શાસનકાળના ઈતિહાસમાં લગ્ન, જન્મદિવસના વજન, રાજ્યાભિષેક અને શબ-એ-બારાત જેવા ધાર્મિક તહેવારો માટે ઉપયોગ કરવામાં આવતા ફટાકડાનું વર્ણન પણ આપણને ઈતિહાસમાં મળે છે.

બીજો ઇતિહાસ

ચીન

છઠ્ઠી સદીમાં ચીનમાં એક રસોયા દ્વારા ફટાકડાંની શોધ થઈ. તે રસોઈયાથી સ્વાદિષ્ટ રસોઈ બનાવતી વખતે ભૂલથી પોટેશિયમ નાઈટ્રેટ આગમાં પડી ગયું. પરિણામે તેમાંથી રંગબેરંગી જ્વાળાઓ નીકળી, ત્યારબાદ તેમાં કોલસા અને સલ્ફરનો ભૂકો નાખવાથી બહુ મોટો ધડાકો થયો અને રંગીન જ્વાળાઓ નીકળતી રહી. આ ધડાકાની સાથે બારૂદની શોધ થઈ અને આકર્ષક ફટાકડાની શરૂઆત થઈ.

ત્યારબાદ ચીનના સૈનિકોએ પોટેશિયમ નાઈટ્રેટ, કોલસો અને સલ્ફર આ બધાના મિશ્રણનો ઉપયોગ વાંસની ભૂંગળીમાં ભરીને વિસ્ફોટ કરવા માટે કર્યો. ચીનનો ઇતિહાસ કહે છે કે 2200 વર્ષ પહેલા લોકો વાંસને આગમાં નાખતા, વાંસ અંદરથી ખોખલું હોય અને તેનામાં ગાંઠો ખૂબ જ હોવાથી, તે ગરમ થતા તેની ગાંઠો ફૂટતી અને તેનો અવાજ જોરદાર ધમાકા સાથે આવતો.

છઠ્ઠી સદીમાં ચીનમાં થયેલ ફટાકડાની શોધ ઈ.સ.1200 થી ઈ.સ.1700 સુધીમાં આખી દુનિયામાં લોકોની પસંદ બની ગયા. દરેક ખુશીના પ્રસંગો તેમજ તહેવારોમાં આતિશબાજીની શરૂઆત અહીંથી જ થઈ. આજે પણ 199 દેશોમાં નવા વર્ષની શરૂઆત ફટાકડા ફોડીને જ થાય છે. આપણે ત્યાં દિવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા ત્યાર પછી ઘણા વર્ષે શરૂ થઈ.

ભારતમાં 12મી સદીમાં બંગાળના બૌદ્ધ ધર્મગુરુ દીપાકરે ફટાકડાની આતિશબાજી શરૂ કરી. તેઓ ફટાકડા ફોડવાનું જ્ઞાન ચીનના તિબ્બેટ પ્રવાસ દરમિયાન શીખી લાવ્યા હતા. શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહમાં આતિશબાજી કરવામાં આવી હતી.

કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એક એવા મિશ્રણની વાત મળે છે કે જેને બાળવાથી તેજ જ્વાળા ઉત્પન્ન થાય છે, આ મિશ્રણને વાંસની નળીમાં નાખીને બાળવાથી ફટાકડા ફૂટે છે. આમ ભારતમાં ફટાકડાનો ઇતિહાસ 13મી સદીથી પણ વધારે જૂનો છે, જેની ઝલક વર્ષો જૂની પેન્ટિંગમાં ફૂલઝડી અને આતિશબાજીના દ્રશ્યો દ્વારા જોવા મળે છે.

બાબરે 1519 માં જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે તેણે બારૂદનો ઉપયોગ કર્યો હતો અને શાહજહાંના દીકરાના લગ્ન 1633 માં થયા ત્યારે આતિશબાજી થઈ હતી એવા પેન્ટિંગ્સ પણ જોવા મળે છે.તેથી ભારતમાં 12મી સદીથી ફટાકડા હોવાનું પ્રમાણ મળે છે.

આ પણ વાંચોઃ ડીસામાં થયેલા 21 લોકોના મોત મામલે કયા અધિકારીઓ અને નેતાઓ જવાબદાર? |DEESA

આ પણ વાંચોઃ વક્ફ બીલ લોકસભામાં પાસ, હવે રાજ્યસભામાંથી પાસ કરવું પડશે| Rajya Sabha Waqf Bill

આ પણ વાંચોઃ ભારતની ફટાકડાની ફેક્ટરીઓ જીવલેણ બની રહી છે? | Fireworks factories

આ પણ વાંચોઃ Jamnagar: એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન તૂટી પડ્યુ, પાયલોટનું મોત

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
  • October 29, 2025

Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 3 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 14 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 19 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 21 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ