
અમરેલીમાં કૌશિક વેકરીયા વિરુદ્ધના લખાયેલા લેટરકાંડ મુદ્દે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને પોલીસ રાત્રે ઘરેથી ઉઠાવી ગઈ હતી. અને આખી રાત યુવતીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી હતી. ત્યારબાદ જામીન પર છૂટી હતી. જેથી આ ઘટના બાદ ગુજરાત ઉહાપોહ મચી ગયો છે.
ત્યારે હવે અમરેલીના ભાજપ પૂર્વ સાંસદ નારાયણ કાછડિયાએ લેટરકાંડની ઘટનાને વખોડી છે. અમરેલી પોલીસે જે રીતે નિર્દોષ યુવતી પર અત્યાચાર ગુજાર્યો એના મોટા પડઘા પડ્યા છે. લેટરકાંડ મામલે કોંગ્રેસ બાદ આપ અને હવે તો ખુદ ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા મેદાનમાં આવ્યા છે. પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ જાતે વીડિયો બનાવી આ મામલે પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચોઃ સુપ્રિમ કોર્ટે બળાત્કારી આશારામને વચગાળા જામીન આપ્યા, જાણો કારણ!
અમરેલી ભાજપના જ નેતા નારણ કાછડિયાએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, આવી ઘટના બને ત્યારે શરમથી માથું ઝૂકી જાય છે. અમરેલી પોલીસે જે કર્યું છે તે માટે મારી પાસે વખોડવા માટે કોઈ શબ્દો નથી. નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા અને અમરેલીની બજારમાં સરઘસ કાઢવું, કોઈને સારા થવા માટે અમરેલી પોલીસે કૃત્ય કર્યું છે તે દેખાય છે. આવું કરવા પાછળ કોનો ઈશારો અને શા માટે કર્યું છે? આ ખરેખર લેટર ક્યાંથી આવ્યો કોની સહી છે, ખરેખર સાચા થાય તો કલાકમાં આખી વાત બહાર આવી જાય.
જો કે મોડે મોડેથી સાવલો ઉઠાવતાં ખુદ નારણ કાછડિયા પર સવલો પેદા થયા છે.
ધાનાણીનો વેકરીયાને ખુલ્લો પડકાર!
અમરેલી લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરી પર પોલીસની કાર્યવાહીને લઈ સર્જાયેલા વિવાદમાં પૂર્વ વિપક્ષ નેતા ધાનાણીની પ્રતિક્રિયા સામે આવી છે. પરેશ ધાનાણીએ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, પોલીસે કાયદાની વિરુદ્ધ જઈ કાર્ય કર્યું હતું. પોલીસે રાજકીય નેતાઓનાં ઇશારે કોઈ પણ નોટિસ વગર દીકરીની અડધી રાતે ધરપકડ કરી કસ્ટડીમાં લીધી હતી. આ સાથે પરેશ ધાનાણીએ ઉપવાસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયાને આવતીકાલે રાજકમલ ચોક ખાતે આવવા પડકાર આપ્યો છે. પરેશ ધાનાણીએ કૌશિક વેકરીયા વિરુદ્ધનો પત્ર અને સહી અસલી છે તેમ જણાવ્યું હતું અને સામસામે બેસી પત્રનો ખુલાસો કરવાનો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, કાલે 6 વાગ્યે આવીને સામસામા બેસીને ખુલાસો કરો કે પત્રની સચાઈ શું છે ? હવે આવતીકાલે કૌશિક વેકરીયા પૂર્વ નેતા વિપક્ષનાં પડકારને ઝીલી સામે આવશે કે કેમ તેને લઈને રાજકારણ ગરમાયું છે.
આ સમાચાર પણ વાંચોઃ કેનેડાના નવા PMની પસંદગી કરવાની કમાન ભારતયી મૂળની વ્યક્તિને મળી