
Rajkot Crime: એક અઢવાડિયા પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્યના બંગલા નજીક એક યુવકને માથાકૂટ થઈ હતી. જે બાદ આ યુવક ગુમ થતાં પરિવારે સ્થાનકિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તપાસ કરતાં પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજકોટ નજીક વાહન અડફેટે આવીને મોત થયું હોવાનું હાલ પ્રાથમિક માહિમી છે. જો કે પરિવારે પુત્રના મોત મામલે ગંભીર આક્ષેપ કર્યા છે. જેથી હાલ ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી જાણકારી અનુસાર રાજકોટના ગોંડલમાંથી ગત 3 માર્ચે રતનભાઈનો પુત્ર(ધંધોઃ પાવભાજીની લારી) રાજકુમાર જાટ નામનો યુવક ગુમ થયો હતો. રાજકુમાર ઘરેથી ભેદી રીતે ગુમ થયો હોવાની પિતાએ રાજકોટ ગ્રામ્ય અને સિટી બી ડિવિઝન પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં બંગલા પાસે બાઈક ઉભુ રાખતા પિતા-પુત્રને માર માર્યો હોવાનો આરોપ લગાવાયો હતો. આ માર જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા અને તેના મળતિયાઓએ માર્યો હતો. માર માર્યા બાદ ઘટનાની રાત્રે પાવભાજીનો ધંધો કરતાં રતનભાઈનો પુત્ર રાજકુમાર પૂર્વ ધારાસભ્યને ઘરે પહોંચ્યો હતો.
જો કે ત્યારથી જ રાજકુમાર ગુમ થઈ ગયો હતો. જેથી પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાના પોસ્ટર લાગ્યા હતા. દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા 4 માર્ચ 2025ના રોજ રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતા રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી છે, જેને લઈને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરી છે. હાલ પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ પણ હાથ ધરી છે. યુ.પી.એસ.સી.ની તૈયારી કરતો પુત્ર ગુમ થતા જ પરિવાર ચિંતિત હતો.
બીજી બાજુ પરિવારે પુત્રના મોત મામલે અનેક શંકાઓ વ્યક્ત કરી રહ્યો છે. કારણ કે પૂર્વ ધારાસભ્યના પુત્ર સાથે માથાકૂટ થયા બાદ આ ઘટના બની છે. મૃતક રાજકુમાર UPSC પરિક્ષાની તૈયારી કરી રહ્યો હતો. લારી ચલાવી ગુજરાન ચલાવતાં પુત્રને ઉચ્ચકક્ષાએ પહોંચાડવાના સ્વપ્ન જોયા હતા. જો કે હવે આ સપ્નાઓ પર પાણી ફરી ગયું છે. પરિવારે પુત્રના મૃતદેહની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કરી છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા SOGએ પાલનપુરના ખેમાણા ટોલટેક્સ પાસેથી ઝડપ્યું ₹7 લાખનો માદક પદાર્થ; 3ની ધરપકડ
આ પણ વાંચોઃ MP: ભારતની જીતનો જશ્ન પેટ્રોલ બોમ્બમારા અને પથ્થરમારામાં ફેરવાયો, સેના ઉતારવી પડી, શું છે હાલત?
આ પણ વાંચોઃ Balesh Dhankhar: ઓસ્ટ્રેલિયામાં 5 મહિલાઓ પર બળાત્કાર ગુજારનારને 40 વર્ષની સજા, ભાજપ સાથે તાર?
આ પણ વાંચોઃ Bharuch Murder Case: દંપિતની હત્યા પરથી પરદો ઉઠ્યો: જમાઈ જ નીકળ્યો હત્યારો, વાંચો વધુ