વરરાજાને ગાડીની લ્હાયમાં લાડી પણ ન મળી અને 73 લાખ રૂપિયાનો ચાંદલો આવ્યો કપાળે

  • India
  • March 4, 2025
  • 0 Comments
  • વરરાજાને ગાડીની લ્હાયમાં લાડી પણ ન મળી અને 73 લાખ રૂપિયાનો ચાંદલો આવ્યો કપાળે

હરિયાણાના ગુરુગ્રામમાં ડૉક્ટર વરરાજાના પક્ષે દહેજમાં 51 લાખ રૂપિયા અને ફોર્ચ્યુનર કારની માંગણી કરી હતી. આનાથી છોકરી પક્ષ ગુસ્સે થયો હતો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે છોકરીના પરિવારે લગભગ 15 કલાક માટે જાનને રોકેલી રાખી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પોલીસ સુધી વાત પહોંચી ગઈ હતી. તે મધ્યસ્થિ કરવા માટે આવી પહોંચી હતી. એમબીબીએસ વરરાજાને બ્રેઝા ગાડી આપવામાં આવી રહી હતી, પરંતુ તેને ફોર્ચ્યુનર ગાડી લેવાની લ્હાય હતી. તે જીદ્દે ચડ્યો કે અમારે તો ફોર્ચ્યુનર ગાડી જ જોઈએ. તે પછી મામલો ખુબ જ બગડ્યો અને પંચાયત ભરવામાં આવી હતી.

પોલીસ અને ગામના આગેવાનો અને સમાજના પંચો થકી ભરાયેલી પંચાયત દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ, છોકરાના પક્ષે કાર અને લગ્નમાં આપેલા પૈસા પરત આપવા પડ્યા હતા. તે ઉપરાંત છોકરી પક્ષ દ્વારા લગ્નમાં ખર્ચવામાં આવેલા 73 લાખ રૂપિયા રોકડા પણ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.. આટલી રકમ રોકડ ન હોવાના કારણે છોકરાના પક્ષે જમીન અને પ્લોટ સ્થળ પર જ ગીરવે મૂકવાનો વારો આવ્યો હતો.

આખો મામલો જુડોલા ગામનો છે. ખેરકી દૌલા પોલીસ સ્ટેશનની ટીમ સમક્ષ બંને પક્ષો વચ્ચે લેખિત કરાર થયો. આ પછી જ જાનમાં આવેલા તમામ લોકોને જવા દેવામાં આવ્યા. બીજી તરફ યુવતીના પક્ષે પણ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે જેમાં જાન અને માલની સુરક્ષાની વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો- સ્વામિનારાયણના બાવાઓ શરમ વગરના અને ક્રિમિનલ છે !

બે વાગે આવી જાન અને મૂકી દહેજની માંગ

છોકરીના પિતા ભગરોલાના રહેવાસી સેવા રામે જણાવ્યું હતું કે તેમની પુત્રીના લગ્ન જુડોલા ગામના રહેવાસી મોહિત સાથે નક્કી થયા હતા. લગ્ન મંગળવારે રાત્રે (25 ફેબ્રુઆરી) હતા. મંગળવારે સાંજે છોકરાનો પક્ષ જાન સાથે ભગરોલા ગામ પહોંચ્યો હતો. લગ્નનો વરઘોડો રાત્રે 2 વાગ્યે મેરેજ પેલેસ પહોંચ્યો.

જ્યારે વરઘોડો ઘરના આંગણે આવીને ઉભો રહ્યો ત્યારે સ્વાગત કરવા આવેલી સ્ત્રીઓને છોકરાના કાકાએ ધક્કો માર્યો અને કહ્યું કે, એક કરોડ રૂપિયા જોઈએ, નહીં તો છોકરાને પરત લઈ જઈશ. છોકરી પક્ષના તમામ સભ્યોએ ખુબ જ લાંબા સમય સુધી સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તેમની વાતને નજર અંદાજ કરી દેવામાં આવી હતી. ગામના સરપંચે પણ બે હાથ જોડીને વિનંતી કરી હતી. તે ઉપરાંત જાનમાં આવેલા છોકરી પક્ષના લોકોએ પણ કહ્યું કે, આવું ન કરો. પરંતુ વરરાજા સહિત તેમના પક્ષના જવાબદાર વ્યક્તિઓ સમજવા માટે તૈયાર નહતા.

છોકરીના પિતાના જણાવ્યા મુજબ, દીકરીના લગ્નનો પ્રસ્તાવ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ મોકલવામાં આવ્યો હતો. આમાં, ઘરવખરીની વસ્તુઓ સાથે બ્રેઝા કાર દહેજમાં આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે 1 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. છોકરાના પરિવારે ફોર્ચ્યુનર કાર અને 51 લાખ રૂપિયા રોકડાની માંગણી શરૂ કરી. છોકરા પક્ષની અચાનક માંગણીથી પરિવાર ચોંકી ગયો હતો.

છોકરાના પક્ષે જમીન અને પ્લોટ ગીરવે મૂકીને રકમ ચૂકવી

લગ્ન તોડ્યા પછી છોકરા પક્ષે છોકરી પક્ષને 73 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. છોકરાના પક્ષ પાસે પૈસા ન હોવાથી તેમને પ્લોટ અને ઘર માટે કરાર કરવો પડ્યો. સાધારણાના રહેવાસી મનોજ યાદવે આ રકમ આપવાની જવાબદારી લીધી હતી.

છોકરાના પક્ષે મનોજ યાદવને વચ્ચે રાખીને ફાઝિલપુર બાદલીમાં ચાર કનાલ જમીન અને જુધોલામાં 220 ગજના પ્લોટમાં બે માળનું ઘર ગીરવે મૂકી દીધું. આ સમગ્ર મામલે બંને પક્ષો સહમત હતા. બંને પક્ષો વચ્ચે થયેલા કરારની નકલ ખેરકી દૌલા પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી.

છોકરો MBBS અને છોકરી JBT

પોલીસના જણાવ્યા અનુસાર, છોકરા મોહિતે MBBS પૂર્ણ કર્યું છે. હાલમાં ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. બીજી બાજુ, છોકરી જુનિયર બેઝિક ટ્રેનિંગ (JBT) માં છે. છોકરીના પિતા દિલ્હી પોલીસમાં છે. તેમના મતે, તેમની પુત્રી માટે એક ડૉક્ટર છોકરો ઉપલબ્ધ હતો, તેથી તેમણે પોતાની ક્ષમતા કરતાં વધુ દહેજ આપ્યું. પણ અચાનક છોકરા તરફથી માંગણીઓ વધી ગઈ. આના પર તેણે વિચાર્યું કે કોઈ પણ સંબંધ ન રાખવો તે વધુ સારું છે.

ACP એ કહ્યું- બંને પક્ષો વચ્ચે લેખિત કરાર થયો હતો

માનેસરના એસીપી વીરેન્દ્ર સૈનીએ જણાવ્યું હતું કે ખેરકી દૌલા પોલીસ સ્ટેશન હેઠળના ભાંગરોલા ગામમાં છોકરા અને છોકરી પક્ષ વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. બંને પક્ષો વચ્ચે લેખિતમાં કરાર થયો છે. બંને પક્ષે પોલીસ કાર્યવાહીનો ઇનકાર કર્યો નથી.

આ પણ વાંચો- રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે બનાવશે ‘ચક્રવ્યૂહ’! જાણો કેવી હશે પ્લેઇંગ-11

  • Related Posts

    UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન
    • October 30, 2025

    UP News: માતા પુજનીય કહેવાય છે માતાના પ્રેમને વ્યક્ત કરતી અનેક વાર્તાઓ તમે સાંભળી હશે રહેવાય છે કે માતા પોતાના સંતાનો માટે કંઈ પણ કરી શકે છે. પરંતું માતાને મમતાને…

    Continue reading
    UP: ‘તમે 10 મુસ્લીમ છોકરીને લઈને જાઓ, લગ્નની જવાબદારી અમારી’, ભાજપ પૂર્વ MLAનું વિવાદાસ્પદ નિવેદન
    • October 30, 2025

    UP News: ઉત્તર પ્રેદશમાં ભાજપ નેતાઓ બેફામ બની રહ્યા છે. વારંવાર વિવાદાસ્પદ નિવેદનો આપી કોમી વિવાદ સર્જી રહ્યા છે. ત્યારે સિદ્ધાર્થનગરમાં ડુમરિયાગંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય રાઘવેન્દ્ર પ્રતાપ સિંહે એક  આશ્ચાર્યજનક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

    • October 31, 2025
    • 4 views
    Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

     Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

    • October 31, 2025
    • 6 views
     Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

    Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

    • October 31, 2025
    • 6 views
    Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

    India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

    • October 31, 2025
    • 10 views
    India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

    PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

    • October 31, 2025
    • 12 views
    PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

    UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન

    • October 30, 2025
    • 12 views
    UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન