
સમગ્ર ગુજરાત સહિત દેશમાં ચર્ચાસ્પદ બનેલા ખ્યાતિકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ખોટી રીતે ઓપરેશન કરી નાખતાં બે દર્દીઓના મોત થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું હતુ. કૌભાંડમાં 6 શખ્સોની ધરપકડ કરાઈ છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં ગણતરીની મિનિટોમાં ખોટી રીતે આયુષ્માન કાઢી દર્દીઓના ઓપરેશન કરતાં હોવાનું બહાર આવ્યું છે.
દેશના લોકોના હિત માટે શરુ કરાયેલી યોજનાઓનો ખુદ ડોક્ટરોએ જ દુરઉપયોગ કરતાં અનેક સવાલો પેદા થયા છે.
ખ્યાતિ હોસ્પિટલ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી કરોડાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હોસ્પિટલ દ્વારા સરકારી વેબસાઈટ પર ચેડાં કરી માત્ર 15 મિનિટમાં જ લોકોના બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવતા હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડમાં એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા જેમની પાસે ટાઈમ નથી. એવા પણ લોકો હતા જેમની પાસે કોઇ ડોક્યુમેન્ટ નથી અથવા તેઓ આયુષ્યમાન કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા નથી તેમ છતાં ભેજાબાજો આ લોકોને માસ્ટર આઇડીથી બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા હતા.
બોગસ આયુષ્યમાન કાર્ડ આ રીતે બનાવતાં
સૌથી પહેલા PMJAY કાર્ડના ક્રાઈટેરિયામાં આવતા લોકોનો ડેટા આઉટસોર્સિંગ વેબસાઈટમાં અપડેટ કરાતો. બાદમાં કોઇ વ્યક્તિને આયુષ્યમાન કાર્ડ બનાવવાનું હોય તેના માટે ભેજાબાજો માસ્ટર આઇડીનો ઉપયોગ કરતા. ભેજાબાજો પાસે છથી સાત માસ્ટર આઇડી હોવાના અહેવાલ છે. માસ્ટર આઇડીથી તેઓ વેબસાઈટના સોર્સ કોડમાં એડિટિંગ કરી એક્સેસ મેળવતા હતા.
કોઈપણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા વગર પહેલાંથી જે લોકોના કાર્ડ હતા તેમની ફેમિલી વિગતમાં નવું નામ એડ કરતા.
જે લોકો એલિજેબલ હતા તેમને જાણ ન થાય તે રીતે વેબસાઈટની અંદર બધું અપડેટ થતું અને ત્યાર બાદ ફેમિલી આઇડી મેળવતા હતા. ફેમિલી આઇડી સાથે આધાર કાર્ડની ડિટેઈલ મેચ થતાં જ NFS પોર્ટલ પરથી માત્ર 15 મિનિટમાં આયુષ્યમાન કાર્ડ બનાવી દર્દીને આપી દેતાં.
હાલ આ મામલે આરોપીની વિરુધ્ધ કાર્યવાહી કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
કોણ છે આરોપીઓ?
કાર્તિક પટેલ, અમદાવાદ
ચિરાગ રાજપૂત, અમદાવાદ
નિમેશ ડોડિયા, અમદાવાદ
મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ
મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ
નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
ઈમ્તિયાઝ, ભાવનગર
રાસીદ, બિહાર
નિખિલ પારેખ, અમદાવાદ
ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત