
- મુખ્ય ઓરોપી તરીકે શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ
- કુલ 40 લોકો સામે ગુનો નોંધાયો
- કુલ મુદ્દામાલ રુ. 17,36,150 ઝડપાયો
Gambling In Chanasma: પાટણના ચણસ્મા તાલુકામાંથી મોટુ જુગારધામ ઝડપી પાડ્યું છે. જેમાં 33 જુગારિયાઓની એક સાથે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભાજપ પ્રમુખ રાજેશ પટેલ સહિત 7 શખ્સો ફરાર છે. તો બીજી તરફ ભાજપે રાજેશ પટેલ વિરુધ્ધ કાર્યવાહી કરી છે. ચાણસ્મા ભાજપ શહેરના પ્રમુખ પદેથી રાજેશ પટેલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. જીલ્લા પ્રમુખ દરશરથજી ઠાકોરે સસ્પેન્ડ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે રાજેશ પટેલ પોતાના ફાયદા માટે લોકોને જુગાર રમાડતો હતો.
પાટણના ચાણસ્મા તાલુકામાંથી ભાજપ નેતાના(BJP leader) આશરાથી ચાલતું મોટું જુગારધામ ઝડપાયું છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 33 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 7 ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ મથકે 40 જુગારિયાઓ સામે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ જુગારધામાં મુખ્ય ઓરોપી તરીકે શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલનું પટેલનું નામ પણ ઉછળ્યું છે.
ગત શનિવારે ચાણસ્મા શહેરમાં ચાર રસ્તા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતા જુગારધામ પર સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 33 જુગારીઓની ધરપકડ કરી હતી, જ્યારે 7 શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં રોકડ રકમ, કાર અને મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ જુગારધામ લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવ્યું છે.
શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ સહિત 7 આરોપીઓ રફૂચક્કર
SMCના દરોડા દરમિયાન 7 જુગારિયાઓ ફરાર થઈ ગયા હતા. જેમાં ચાણસમાં ભાજપ શહેર પ્રમુખ રાજુ પટેલ, નિલેશ પટેલ, અમરતલાલ પટેલ, હસમુખ પટેલ, ચિરાગ પટેલ, બકાજી ઠાકોર, હિતેશ પટેલનો સમાવેશ થાય છે. તમામ સાત શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આટલો મુદ્દામાલ ઝડપાયો ?
રોકડ રૂ. 8,590
મોબાઈલ ફોન નંગ-37 કિંમત રૂ.1,74,000
વાહન નંગ-8 કિંમત રૂ.1465,000
ડીવીઆર નંગ-1 કિંમત રૂ.2000
લાકડાના રાઉન્ડ ટેબલ નંગ-4કિંમત રુ. 4000
ખુરશીઓ, કેલ્ક્યુલેટર
કુલ મુદ્દામાલ રુ. 17,36,150 ઝડપાયો
આ પણ વાંચોઃ અમરેલી લેટરકાંડ બાબતે દિલીપ સંઘાણીનો મુખ્યમંત્રીને પત્ર; કહ્યું- નાર્કો ટેસ્ટ કરાવો