Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?

Gondal Amit Khunt uicide: દુષ્કર્મના આરોપમાં ફસાયેલા રીબડાના અમિત ખૂંટે પોતાના ખેતરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. અમિત ખૂંટ પર આરોપ હતો કે તેણે સગીરાને બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હતુ.જેમાં સગીરા તેના પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ગઈકાલે એકાએક તેણે 3-4 પાનાની સ્યુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો છે. તેણે સ્યુસાઈડમાં અનિરુદ્ધસિંહ રીબડા અને રાજદીપસિંહ રીબડાના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. વધુમાં યુવતીઓએ તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

પરિવારે આ મામલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

આપઘાતને લઈને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને બે યુવતીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108, 61(2), 54 મુજબ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મૃત અમિત ખૂંટના મોટાભાઈ મનિષે નોંધાવી છે. મનીષભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, તેના પુત્ર રાજદિપસિંહે જમીનો પડાવી લીધી હોય તેનો વિખવાદ થયો હતો. તે બાબતે અનિરૂધ્ધસિંહ તથા રાજદીપસિંહે અમીત ઉપર હુમલો કર્યો હતો, જે અંગે અમીતે તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. વધુમાં અનિરૂધ્ધસિંહને પોપટભાઇ સોરઠીયા મર્ડર કેસમાં સજા માફી થયેલી હોવાથી, તે સજા માફી રદ કરવા અમીતે ગૃહવિભાગમાં અરજી કરી હતી. જેથી તે વાતનો ખાર રાખી અનિરૂધ્ધસિંહ તથા રાજદિપસિંહે પૈસા આપીને દુષ્કર્મની ફરિયાદી અને પુજા ગોરે અમીતને ફસાવવા અગાઉથી કાવતરૂં કરી હનીટ્રેપમાં ફસાવી બળાત્કારનો ખોટો કેસ કરાવી માનસિક ત્રાસ આપી બદનામ કરી આત્મહત્યા કરવા મજબુર કર્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે અમીત ખૂંટ પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનો ટેકેદાર હતો. જયરાજસિંહ પર હાલ રાજકુમાર જાટની હત્યા મામલામાં ફસાયા છે. એવામાં અમિત આપઘાત કરી લેતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. જુઓ આ વીડિયો.

આ પણ વાંચોઃ

Gujarat: વાવાઝોડા સાથે પડેલા વરસાદથી 8 લોકોના મોત, મહિસાગરમાં ફરી વરસાદ

UP: 24 વર્ષિય શિક્ષક અને 14 વર્ષની વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ, હોટલમાં કેમ કર્યો આપઘાત?

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

દેશમાં વાગશે સાયરન, હુમલાની સ્થિતિમાં લોકો કેવી રીતે બચવું તે શીખશે, રાજ્યોને મોક ડ્રીલનો આદેશ | Mock Drill

મહિસાગર જીલ્લામાં નાવડીમાં જાન પ્રસ્થાન, આ છે ગુજરાત મોડલ? | Mahisagar

Unseasonal rain: અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, રાજકોટમાં કરા સાથે વરસાદ

 

  • Related Posts

    Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
    • August 4, 2025

    Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

    Continue reading
    BIHAR: મતદાર યાદીમાંથી સૌથી વધુ મહિલાઓ અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જીલ્લાઓના લોકોને હટાવાયા
    • August 4, 2025

    BIHAR: બિહારમાં ચૂંટણીપંચ દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાયાદી સુધારણાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. જે તેની વેબસાઈટ પર પણ મૂક્યો છે. ચૂંટણી પંચે જણાવ્યું કે મતદાર યાદીમાંથી લગભગ 65.64 લાખ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    • August 5, 2025
    • 6 views
    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 5 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 14 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 28 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 31 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 19 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ