
Gopal Italia: રાજ્યમાં રાજકીય મુદ્દો બની ગયેલી ડ્રગ્સ અને દારૂની મેટર હવે બરાબરની જામી પડી છે ત્યારે જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન અંગે જ્યારે ગોપાલ ઈટાલિયાએ પત્રકાર દ્વારા પૂછવવામાં આવતા તેઓએ કહ્યું કે, ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી પરંતુ તે જનતાની સમસ્યા છે અને જીગ્નેશ મેવાણીએ કહ્યું તેમાં ખોટું શું છે? જે હપ્તા લેતા હોય તેમના પટ્ટા ઉતરવા જોઈએ.
ઇટલીયાએ કહ્યું કે જો ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય અને ગૃહમંત્રી સુધી જો સાચેજ ડ્રગ્સના હપ્તા પહોંચતા ન હોય, તો તેઓએ સર્વપક્ષીય મીટિંગ બોલાવવી જોઈએ અને ખુલાસો કરવો જોઈએ.
ઈટાલિયાએ કહ્યું કે પોલીસને જે પટ્ટો આપેલો છે તે પટ્ટો કમર ઉપર પહેરવા માટે આપેલો છે અને જ્યાં સુધી પટ્ટો કમર ઉપર છે ત્યાં સુધી તેની ઈજ્જત છે, પણ જ્યારે તે જ કમરેથી પટ્ટો કાઢીને ગળામાં પહેરી લે ત્યારે તે પોલીસવાળો ‘ટોમી’ બની જાય છે!
આવા પોલીસના પટ્ટા ઉતરવાની વાત છે.
ઇટલીયાએ પોતાની વાત કરતા કહ્યું કે એક સમયે હું પણ પોલીસમાં હતો તેથી ખબર છે અને કમરનો પટ્ટો જે અધિકારીએ કમર ઉપર પહેર્યો છે તેવા અધિકારીને બે હાથે કડક સેલ્યુટ છે તેઓનું સન્માન છે પણ કમરના પટ્ટા કાઢી જેઓએ ગળામાં પહેર્યા છે તેઓ બધા ભાજપના ‘ટોમી’ બની ગયા છે એના પટ્ટા તો ઉતરવા જ જોઈએ, એમાં ખોટું શું છે?
મહત્વનું છે કે આમ આદમી પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં AAPના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે ગોપાલ ઇટલીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.નોંધનીય છે કે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો હવે બરાબરનો રંગ પકડી રહ્યો છે અને ભાજપને ઘેર્યું છે જેમાં ભાજપ અને પોલીસની મિલીભગત અંગે આક્ષેપ થઈ રહયા છે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






