
Traffic Rules Gujarat: ગુજરાત પોલીસે સરકારી કર્મચારીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કમર કસી છે. ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે આજથી સરકારી કચેરીના ગેટ આગળ પોલીસકર્મીઓને તૈનાત કરવા નિર્દેશ કર્યા છે. જેથી સરકારી કર્માચારી પોતાનું બાઈક લઈને જાય તો હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.
રાજ્યના પોલીસવડા દ્વારા ગત રોજ જાહેર કરવામાં આવેલા આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે. તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરુરી પણ છે.
જેથી હવે સરકારી કર્મચારીએ ટૂ વ્હીલર લઈને કચેરીમાં ઘૂસતાં પહેલા ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરુરી બની ગયું છે. હેલ્મેટ અંગેના નિયમોનો ભંગ કરનારા સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Surat: બેંક કર્મચારીએ ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકોલી? નોકરી પર જવાનું કહી પાછો ન આવ્યો, જાણો કારણ?