Pope Francis: ખ્રિસ્તીઓના ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

  • Gujarat
  • April 21, 2025
  • 3 Comments

Pope Francis Passed Away: કેથોલિક ખ્રિસ્તી ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે, તેમણે 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. પોપ ફ્રાન્સિસને તાજેતરમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા. તેઓ ડબલ ન્યુમોનિયાની બમારીથી પણ પીડાતા હતા. જેના કારણે તેમની કિડનીને પણ અસર થઈ હતી.   અગાઉ, 2021 માં પણ તેઓ 10 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા.

સાન્ટા માર્ટા નિવાસસ્થાને અવસાન થયું

વેટિકન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પોપ ફ્રાન્સિસનું અવસાન આજે 21 એપ્રિલ, 2025 ના રોજ 88 વર્ષની વયે તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા, વેટિકન ખાતે થયું હતું.”

ગઈકાલે અમેરિકન રાષ્ટ્રપતિને મળ્યા હતા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે રવિવારે પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. જેડી વેન્સે મળવા ઉપરાંત, પોપ ફ્રાન્સિસ ઇસ્ટર પર સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં હજારો લોકોને આશીર્વાદ આપવા માટે જાહેરમાં પણ દેખાયા હતા. આ પ્રસંગે લોકોના ટોળાએ તેમનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું. લોકોને હેપ્પી ઇસ્ટરની શુભેચ્છા પાઠવતા પોપ ફ્રાન્સિસે કહ્યું હતું, “ભાઈઓ અને બહેનો, હેપ્પી ઇસ્ટર!

ડબલ ન્યુમોનિયા શું છે?

ડબલ ન્યુમોનિયા એટલે બંને ફેફસાંમાં ચેપ, જેને તબીબી ભાષામાં દ્વિપક્ષીય ન્યુમોનિયા કહેવામાં આવે છે. આ એક ગંભીર સ્થિતિ છે જે બાળકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. સ્વામી રામદેવના મતે, જ્યારે ફેફસામાં કફ બનવા લાગે છે અને બહાર આવતો નથી, ત્યારે તેને ડબલ ન્યુમોનિયા કહેવામાં આવે છે.

ડબલ ન્યુમોનિયાના લક્ષણો

ડબલ ન્યુમોનિયામાં ઉંચો તાવ, સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અને થાક જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ડબલ ન્યુમોનિયાથી પીડાય છે, ત્યારે તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી શકે છે. ઉપરાંત, વ્યક્તિને દરરોજ શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને મોટાભાગે થાક અનુભવાય છે. ન્યુમોનિયાથી પીડાતા વૃદ્ધ લોકોમાં પણ મૂંઝવણ થઈ શકે છે. આવી સ્થિતિમાં આ લક્ષણોને અવગણવા જોઈએ નહીં. જો કોઈને તેના લક્ષણો દેખાય, તો તેણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચોઃ

Rajkot: ખેડૂતોના ખેતરમાં કંપનીની બળજબરી, ગેરકાયદેસર પવનચક્કીઓ નાખવાનું કામ, મહિલાનો હાથ ભાગ્યો!

JD Vance India Visit: ટેરિફ મુદ્દે ટ્રમ્પ સાથે ઝઝૂમતાં ભારતને અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પાસે શું આશા?

પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

Related Posts

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
  • April 29, 2025

China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

Continue reading
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના