
GST news: બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ આ ચૂંટણી જીતવા માટે ધમપછાડા કરી રહ્યું છે અને નવા નવા દાવપેચ અજમાવી રહ્યું છે મોદીએ વિદેશમાં જઈને ઠહાકા માર્યા બાદ બિહારમાં આવીને રોદણા રડ્યા હતા કે તેમની માતાને ગાળો આપવામાં આવી. મોદી આ મુદ્દાને લઈને બિહારની જનતાને આકર્ષવા માટે તેને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો અને કહ્યું કે, આ મારી માતાનું અપમાન નથી પરંતુ સમગ્ર દેશની માતાઓનું અપમાન છે. અને જનતાને તેનો જવાબ આપવો જોઈએ તેવું આહ્વાન કર્યું. પરંતુ તેમની આ ચાલ કામ ના આવી કારણ કે, મોદીએ પોતે ઘણી વખત વિપક્ષી નેતાઓની માતા બહેનો વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે. તેમજ ભાજપના નેતાઓએ પણ વિપક્ષના નેતાઓની માતાઓ અને બહેનોનું અપમાન કર્યું ત્યારે તેઓ ચૂપ રહ્યા છે. એટલું જ નહીં દેશમાં ઘણી વખત મહિલાઓ સામે થયેલા અન્યાય અને અપમાન પર ભાજપના નેતાઓ ચૂપ રહ્યા છે જેમ કે ભાજપના નેતાઓની વિપક્ષના નેતાઓની માતા બહેનો પર અપમાનજનક ટિપ્પણી હોય, મણિપુરમાં મહિલાઓને નગ્ન પરેડ કરવાનો મામલો હોય કે, મહિલા પહેલવાનો સાથે ગેરવર્તનનો મામલો. હવે જનતા પણ જાગી ગઈ છે જેથી મોદીએ ભલે પોતાની માતા વિશે કરેલી ટિપ્પણીને રાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો પરંતુ તે કામે ના આવ્યો ત્યારે હવે બિહાર જીતવા મોદીનો GST દાવ રમ્યો છે. મોદી જે જાહેરાત દિવાળી પર કરવાના હતા તેને તાત્કાલિક કરી દેવામાં આવી છે.
બિહાર જીતવા મોદીનો GST દાવ
56મી GST કાઉન્સિલની બેઠક બાદ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે નવી GST દરો અને સુધારાઓ 22 સપ્ટેમ્બર, 2025થી, નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. આ બેઠક, જે 3 અને 4 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી, તેમાં GST ની રચનામાં મોટા ફેરફારો અને દરોના સરળીકરણ પર ચર્ચા થઈ. આ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા, જેમાં કેન્દ્ર અને રાજ્યોના પ્રતિનિધિઓએ સહભાગિતા કરી.
વિપક્ષે સુધારાઓને “8 વર્ષ મોડા” ગણાવ્યા
ભારત સરકારે 56મી GST કાઉન્સિલની બેઠકમાં (સપ્ટેમ્બર 2025) GST દરોને બે સ્લેબ (5% અને 18%)માં સરળ બનાવ્યા અને વીમા પ્રીમિયમ સહિત ઘણી આવશ્યક વસ્તુઓ પર ટેક્સ ઘટાડ્યો અથવા માફ કર્યો. આ સુધારાઓનો સમય બિહાર વિધાનસભાની ચૂંટણીની નજીક આવે છે, જે રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય છે. વિપક્ષી નેતા, જેમ કે પી. ચિદમ્બરમ,એ આ સુધારાઓને “8 વર્ષ મોડા” ગણાવ્યા અને સૂચવ્યું કે આ નિર્ણય બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવાયો હોઈ શકે, જેથી સામાન્ય લોકોને રાહત આપીને રાજકીય લાભ મેળવી શકાય.
મતાદારોને આકર્ષવાનો પ્રયાસ ?
GST દર ઘટાડવાથી રોજિંદી વસ્તુઓ (જેમ કે સાબુ, ટૂથપેસ્ટ, સાયકલ) અને આરોગ્ય તેમજ વીમા જેવી સેવાઓ સસ્તી થઈ, જે ખાસ કરીને મધ્યમ અને નીચલા વર્ગના મતદારોને આકર્ષી શકે છે. બિહાર જેવા રાજ્યમાં, જ્યાં આર્થિક મુદ્દાઓ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે, આ સુધારાઓ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે.
બિહારની આર્થિક પરિસ્થિતિ
બિહાર GST આવક પર ખૂબ નિર્ભર છે, જે 2024-25માં તેની પોતાની કર આવકનો 58% હિસ્સો ધરાવે છે. GST દરમાં ઘટાડાથી રાજ્યની આવક પર અસર થઈ શકે છે, જેના માટે વળતરની માંગ થઈ રહી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જે નાણાં મંત્રી પણ છે,એ GST સુધારાઓને સમર્થન આપ્યું છે, જે દર્શાવે છે કે રાજ્ય સરકાર આ નિર્ણયને ચૂંટણીમાં હકારાત્મક રીતે રજૂ કરવા માંગે છે.
વિપક્ષનો દાવો
કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) જેવા વિપક્ષી પક્ષોએ દાવો કર્યો છે કે આ સુધારાઓ રાજકીય દબાણ અને ચૂંટણીના દબાણને કારણે લેવાયા છે. TMCએ ખાસ કરીને દાવો કર્યો કે વીમા પ્રીમિયમ પર GST માફી તેમના નેતા મમતા બેનર્જીના દબાણનું પરિણામ છે, જેને તેઓ “લોકોની જીત” ગણાવે છે. આ રીતે, વિપક્ષ પણ આ સુધારાઓને ચૂંટણી સાથે જોડીને રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મોદીનો GST સ્ટ્રોક થશે સફળ ?
GST સુધારાઓનો સમય બિહાર ચૂંટણી સાથે જોડાયેલો છે કારણ કે મોદીએ પોતે જાહેરાત કરી હતી કે, GST સુધારા અંગે દિવાળી સુધીમાં જાહેરાત કરવામાં આવશે. ત્યારે અત્યારે તેમને જે માતાના અપમાનનો વિલાપ કરયો તે કામે ના આવતા હવે તાત્કાલિક GST સુધારાની જાહેરાત કરીને મતદારોને આકર્ષવાના પ્રયાસ કર્યા છે. સુધારાઓ સામાન્ય લોકોને આર્થિક રાહત આપે છે, જે ચૂંટણીમાં મતદારોના મૂડને પ્રભાવિત કરી શકે છે. જો કે, ખરેખરમાં મોદીનો આ GST સ્ટ્રોક કેટલો સફળ થાય છે તે તો સમય જ બતાવશે…
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ