
Ahmedabad Woman Suicide: અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના ભરવાડવાસમાં એકાએક એક પરણીત મહિલાએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગયો છે પિયરપક્ષે વારંવાર દહેજ અને શારિરીક માનસિક ટોર્ચરનો આરોપ લગાવ્યો છે. જ્યારે સાસરિયાઓ ખાનગી હોસ્પિટલમાં મહિલાની લાશ મૂકી ભાગી જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બગોદરા ખાતે “આપ” ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi , પ્રદેશ મહામંત્રી @isagarrabari સહિત AAP નેતાઓની પોલીસે અટકાયત કરી.
શું પોલીસ ભાજપના પ્રદેશ પ્રમુખ કે નેતાઓ સાથે આ રીતનું વર્તન કરી શકશે?
ભાજપ અને એની પોલીસની આ દાદાગીરીનો જવાબ ગુજરાતની જનતા આપશે.. ગુજરાતની જનતા હવે ભાજપના… pic.twitter.com/ZDdrEcQbjz
— AAP Gujarat (@AAPGujarat) October 12, 2025
મળતી જાણકારી અનુસાર વસ્તરાપુરના ભરવાડવાસમાં રહેતાં દિલીપ ભરવાડ સાથે રિદ્ધિ નામની મહિલાના લગ્ન દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા. આરોપ છે કે રિદ્ધિના લગ્ન પહેલા જ સાસરી પક્ષ દ્વરાા દહેજની માગ કરવામાં આવી હતી. સગાઈ બાદ પણ તેના પતિએ રુપિયાની માગણી કરી હતી. લગ્ન બાદ પિયરમાં રુપિયા ના લાવતાં પતિ દિલીપ રિદ્ધિને માર મારતો હોવાના આરોલ લાગ્યા છે.
સાસરિયાઓ અવારનાર પૈસા સહિત સોનની માગણી કરતાં હોવાના આરોપ છે. ટૂકડે ટૂકડે 9 લાખ રુપિયા હોવા છતાં પરણિતાને હેરાન કરવામાં આવી હતી. અંતે તેણે મોતને વ્હાલુ કરી લીધુ.
મૃતકની માતાએ શું કહ્યું?
રિદ્ધિની માતા હંસાબેને કહ્યું મારી દિકરીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. થોડે થોડે 9 લાખ રુપિયા આપ્યા હતા. છતાં સાસરિયાઓ દીકરીને હેરાન કરતા હતા. જમઈ દિલીપ દીકરીને માર મારી ટોર્ચર કરતો હતો. રિદ્ધિને હું ફોન કરું તો સ્પીકર લાઉડ રાખવા દબાણ કરતો.
પોલીસે શું કહ્યું?
હાલ તો આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એલ.એલ ચાવડાએ જણાવ્યું હતું કે મૃતકના પરિવારના આક્ષેપ મુજબ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. ગુનો નોંધ્યા બાદ આરોપી પતિની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો:
Ahmedabad: આધેડે પોતાની જાતને ગોળી મારી આપઘાત કર્યો, જાણો કેમ ભર્યું આવું પગલું?









