
Gujarat By Elections 2025: ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. બંને બેઠકો પર કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાનો મત આપી રહ્યા છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે રસપ્રદ ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.ત્યારે વિસાવદર અને કડીમાં બપોરના 1 વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા સામે આવ્યા છે.
🗳️ 87 – વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી
📊 આજે બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 39.25% મતદાન નોંધાયું.#VisavadarElection2025 #મતદાન #ElectionUpdate #GujaratElection@ECISVEEP @CEOGujarat @SpokespersonECI pic.twitter.com/HjsRGONbXO
— Collector Junagadh (@collectorjunag) June 19, 2025
કડી વિસાવદરમાં અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું ?
વિસાવદરની વાત કરવામાં આવે તો વિસાવદરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં અત્યાર સુધીમાં 39.25 ટકા મતદાન થયું છે જ્યારે કડીમાં અત્યાર સુધી 30 ટકાથી વધુ મતદાન નોંધવામાં આવ્યુ છે. તેમજ બપોર બાદ બન્ને બેઠકો પર મતદાન મથકે મતદારોની લાંબી લાઈનો લાગી છે. વરસાદી માહોલમાં પણ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે.
ઉમેદવારોએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
કડીમાં ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસમાંથી રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ છે જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે મુકાબલો છે. ત્યારે હાલમાં ત્રણેય પાર્ટીના ઉમેદવારો દ્વારા પોત પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
24-કડી વિધાનસભા પેટા ચૂંટણી-2025 અન્વયે સવારે 7-00 વાગ્યાથી મતદાન શરૂ થતાં દિવ્યાંગ મતદારો ઉત્સાહપૂર્ણ રીતે મતદાન કરતાં જોવા મળ્યા.@CEOGujarat @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/YFHuQG1555
— Collector Mehsana (@CollectorMeh) June 19, 2025
આ પણ વાંચો:
Bulandshahr Accident: બુલંદશહેરમાં ભયાનક અકસ્માત, કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 લોકો જીવતા ભળથું
Ahmedabad Plane Crash: ભારતમાં થયેલા અકસ્માતની તપાસ માટે વિદેશી એજન્સીઓ કેમ આવી?
Gujarat Weather Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
ટિકટોક સ્ટાર Kirti Patel ની અમદાવાદથી ધરપકડ, 2 કરોડની ખંડણી કેસમાં હતી ફરાર
Visavadar by-elections: વિસાવદરમાં રાજકારણ ચરમસીમાએ, દારુ, પૈસા સાથે ગંદી રાજનીતિનો કોણ ખેલે છે ખેલ?
Ahmedabad Plane Crash: 177 DNA સેમ્પલ થયા મેચ, 133 મૃતદેહ પરિવારજનોને સોંપાયા








