
શું આ ગુજરાતના અધિકારીઓને ધક્કા ખડાવામાં મજા આવે છે?
અધિકારીઓની અરજદારનું કામ કરવામાં કેમ ઓછો રસ?
Gujarat: નાગરિકોને ધક્કા ખડાવતાં સરકારી અધિકારીઓને મુખ્યમંત્રીએ આડે હાથ લીધા છે. હાલમાં જ ખેડા જીલ્લાનો એક વીડિયો વાઈરલ થયો હતો. તેમાં એક મહિલા પોતાના બાળકોનો જન્મનો દાખલો કઢાવવા 25 દિવસથી ધક્કા ખાતી હતી. જો કે છેવટે દાખલ ન નીકળતાં રડવાનો વારો આવ્યો હતો. અને આ ઘટના સામે આવ્યા બાદ ખેડા જીલ્લાનું તંત્ર જ નહીં પણ લોકો પણ શરમમાં મૂકાયા હતા. અહીં ક્લિક કરી ઘટના અહીં વાંચો
આ વીડિયો વાઈરલ થયા બાદ મુખ્યમંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ફાઈલો એક કલાક મોડી જાય પણ અરજદારનું કામ પહેલા કરો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી અધિકારીઓને ઠપકો આપતાં કહ્યું કે અરજદારોને સરકારી અધિકારી સામે ઘૃણા કેમ આવે છે. કેમ કે અધિકારીઓ નિયમ બતાવે છે અને ધક્કા ખડાવે છે. આપણે સવારથી આવી આવીએ છીએ. બેસીએ છીએ. તો સામેની વ્યક્તિ આવે તો તેનું કામ તુરંત કરી દેવું જોઈએ. ફાઈલ ઉપર કલાક મોડી જાય. જે વ્યક્તિ આવ્યો છે તેનું કામ ત્યાને ત્યા પૂરુ કરી દો તો કેટલો આનંદ થાય.
તમને કોઈ ધક્કો ખડવે તો તેમને કેવો ઘુસ્સો આવે?
મુખ્યમંત્રીએ વધુ ઠપકો આપતાં અધિકારીઓને કહ્યું કે તેમને કોઈ ધક્કા ખડવે તો તમને કેવો ગુસ્સો આવે. તમને ડબલ ગુસ્સો આવે. કારણ કે તમે સરકારમાં છો. અમે સરકારમાં છીએ અને ધક્કા ખડાવે છે. જેથી તમારો આ ગુસ્સો યાદ રાખો કે આપણે કામ કરવા બેઠા છીએ.
મુખ્યમંત્રીએ સણસણતી ભાષામાં જવાબ આપતાં સરકારી બાબૂઓમાં ઉહાપોહ મચ્યો છે.
આ પણ વાંચોઃ Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટને મળ્યા 8 નવા ન્યાયાધીશો, કોને મળ્યું સ્થાન? | Gujarat High Court
આ પણ વાંચોઃ સૌરભનું કાપેલું માથુ લઈ મુસ્કાન બોયફ્રેન્ડ સાથે સૂઈ રહી, મેરઠ હત્યાકાંડનું ભયાનક સત્ય | Saurabh murder case
આ પણ વાંચોઃ ભર ઉનાળે કચ્છમાં ચોમાસાનો માહોલ, કમોસમી વરસાદ પડતાં ખેડતો ચિંતત |Unseasonal Rain Gujarat