Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!

  • Gujarat
  • March 31, 2025
  • 0 Comments

Gujarat Land survey issue: ગુજરાતમાં ખોટી જમીન માપણીને કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. હાલ સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે તુવેર બાદ ચણા/રાયડાના રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જો કે આ રજીસ્ટ્રેશન સેટેલાઈટથી પાકનો સર્વે કરતાં અનેક ક્ષતિઓ આવી છે. જે ખેતરોનો સર્વે થયો હોય તેની તસ્વીરોમાં વિસંગતતા આવી રહી છે. જેના કારણે સરકારે ટેકાના ભાવે ખરીદી રદ્દ થઈ છે. સવાલ એ છે કે સરકારે જે જમીન માપણી કરી હતી. તે ખોટી છે. જેના કારણે ચોક્કસ ખેતરના કારણે બીજા ખેતરનો સર્વે બતાવવામાં આવે છે. જેથી સરકારે ખુદ જમીન માપણીની ભૂલ કરી તો છે તો એમાં ખેડૂતોનો શું વાક છે? આ મુદ્દાને લઈ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. અને સરકાર પર આકર પ્રહાર કર્યા છે.

પાલ આંબલિયાએ લખેલા પત્રમાં થોડા સમય પહેલા જ્યારે ટેકાના ભાવે તુવેરની ખરીદી ચાલુ કરી ત્યારે ગુજરાતમાંથી અંદાજે 10 હજાર જેટલા ખેડૂતોનું તુવેરનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા સરકારે પ્રક્રિયા હાથ ધરી હતી અને અત્યારે છેલ્લા 2 – 3 દિવસથી ચણા અને રાયડાનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવનાર હજારો ખેડૂતોને એક મેસેજ આવી રહ્યો છે કે “ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા આપે ઇ-સમૃદ્ધ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા મેચ થતી નથી અથવા સર્વે નંબરમાં નોંધણી મુજબનો પાક જોવા મળતો નથી.
આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવાઓ સાથે દિવસ 3 માં આપના વિસ્તારના ગ્રામ સેવકને રજૂ કરશો”

આ મેસેજ આવતાં આંબલિયાએ કહ્યું છે કે, સરકાર ડિજિટલ પ્લેટફોર્મનો વધારે ઉપયોગ કરે તે પણ આવકાર્ય છે ડિજિટલ પ્લેટફોર્મનો કામની વધારે સરળતા માટે ઉપયોગ થવો જોઈએ નહીં કે વધારે ગુંચવણ ઉભી કરે તેના માટે. તેમ છતાં સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવવામાં આવતી દરેક યોજના સરળતા ઓછી અને ગૂંચવાડા વધારે ઉભા કરે છે સેટેલાઇટ પાક સર્વે યોજનામાં અત્યારે સરકાર ખેડૂતોને જે રીતે મેસેજ કરી રહી છે ત્યારે સરકાર ને કેટલાક સવાલ  કર્યા છે.

1) ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા માટેના નિયમો સરકારએ બનાવ્યા છે ?

2) જે ખેડૂત જે સર્વે નંબર માટે ટેકાના ભાવે જે પાક વેચવા રજિસ્ટ્રેશન કરાવે તે જ સર્વે નંબરમાં તે જ પાક વાવ્યો છે તેવો તલાટી કમ મંત્ર દાખલો આપે છે પછી જ તે સર્વે નંબરનું જે તે પાક માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે તલાટી કમ મંત્રીના દાખલા વગર રજિસ્ટ્રેશન થઈ શકતું નથી?

3) તલાટી મંત્રી ગ્રાઉન્ડ ઉપર છે તેને ખબર જ છે કે ખેડૂતો જે તે સર્વે નંબરના પોતાના ખેતરમાં તુવેર, ચણા કે રાયડો વાવ્યો છે તેની ખરાઈ કર્યા પછી જ દાખલો લખી આપે છે અને આ દાખલાના આધારે જ રજિસ્ટ્રેશન થાય છે, તો સેટેલાઈટ તસ્વીર શું કરવી છે?

4) જે જે ખેડૂતોને સરકારે સેટેલાઇટ ઇમેજ સાથે પાક સુસંગત ન હોવાના મેસેજ મોકલ્યા એ ખેડૂતોને તલાટી કમ મંત્રીએ ખરાઈ કર્યા પછી જ દાખલો તો આપ્યો છે

5) સરકાર જાતે નક્કી કરી ને કહે કે તલાટી કમ મંત્રી એ ખોટો દાખલો આપ્યો કે સરકારની સેટેલાઇટ પાક સર્વે યોજના મુજબ મળેલી ઇમેજ ખોટી માહિતી આપી રહી છે ?

6) આપ પણ સમજી શકો છો કે આપના જ બે પક્ષો પૈકી કોઈ એક પક્ષ તો ખોટો છે જ,  કે પછી તલાટી કમ મંત્રી અથવા સેટેલાઇટ સર્વે યોજના મુજબ લીધેલી ઇમેજ?

7) જ્યારે સરકારના બે પક્ષો પૈકી કોઈ એક પક્ષ ખોટો હોય ત્યારે સરકારે ખેડૂતોને હેરાન કરવાની જગ્યાએ પોતાની ક્યાં ભૂલો છે તે પહેલા શોધવું જોઈએ અને તેને પહેલા સુધારવી જોઈએ ને પછી જ ખેડૂતોને હેરાન કરવા જોઈએ?

8) ખેડૂતોએ ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા લાઈનોમાં ઉભા રહયા અને હવે ખેડૂતોનો કોઈ વાંક ગુનો ન હોવા છતાં કારણ વગર સરકારની જમીન માપણીની ભૂલનો ભોગ બની ગ્રામ સેવકો પાસે ધક્કા ખાવા મજબૂર બની રહ્યો છે

9) સરકાર જ્યારે આ બાબતે યોગ્ય તપાસ કરશે તો ખબર પડશે કે ન તો તલાટી કમ મંત્રી ખોટા છે ન તો સેટેલાઇટ પાક સર્વે યોજનાની ઇમેજ ખોટી છે ખરેખર ભૂલ જમીન માપણીની છે જેના કારણે સરકારના આ બન્ને પક્ષો અને ખેડૂતો કારણ વગર ખોટા પડી રહયા છે

10) જમીન માપણીમાં “X” નું ખેતર “Y” ના નામે બેસી ગયું છે હવે જ્યારે સરકાર સેટેલાઇટ ઇમેજ “x” ખેડૂતના ખેતરની લે છે ત્યારે તેને જમીન માપણીની ભૂલના કારણે “y” ખેડૂતનું ખેતર દેખાય છે અને ઇમેજ પણ “Y” ના ખેતરની આવે છે અને વાસ્તવિકતા એ છે કે ચણા/રાયડો/તુવેર વગેરે જે તે પાક “X” ખેડૂતે વાવ્યા છે અને “X’ ખેડૂતે જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પણ જમીન માપણીની ભૂલ હોવાથી સેટેલાઇટ પાક સર્વે ઇમેજ “X” ખેડૂતના ખેતરના બદલે “Y” ખેડૂતના ખેતરની આવે છે જ્યારે “Y” ખેડૂતે જે તે પાક વાવ્યો જ નથી એટલે “X” ખેડૂતને સરકાર મેસેજ મોકલી રહી છે.

11) ભૂલ જમીન માપણીની છે જેના કારણે સરકારના તલાટી કમ મંત્રી, સેટેલાઇટ સર્વે યોજના અને ખેડૂત એમ ત્રણ પક્ષોને સરકાર ખોટા સાબિત કરવા માંગે છે પરંતુ જમીન માપણીની ભૂલ છે એ સરકાર સ્વીકારવા તૈયાર નથી

12) ગુજરાતના ખેડૂતો, બુદ્ધિજીવી વર્ગ સહિત તમામ જાગૃત નાગરિકોનો એક જ પ્રશ્ન છે કે જમીન માપણીની ભૂલોનો બચાવ કરવા સરકાર ત્રણ ત્રણ પક્ષકારોને સાચા હોવા છતાં તેને ખોટા સાબિત કરવા શા માટે મથામણ કરી રહી છે ?? આ જમીન માપણી રદ્દ ન કરવામાં સરકારનું હિત ક્યાં છુપાયેલું છે

13) જો ખેડૂતોએ ટેકાના ભાવે પાક વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવે ત્યારે સરકારની સેટેલાઇટ પાક સર્વે ઇમેજ કામ લાગે છે તો જ્યારે અતિવૃષ્ટિ, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ત્યારે સેટેલાઈટ સર્વેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી.? સરકાર સર્વેમાં 50 દિવસ લગાડી દે છે.

સરકારના ચહેરા પર ધૂળ અને….

પાલ આંબલિયાએ વધુમાં કહ્યું હતુ કે સરકારના ચહેરા પર ધૂળ છે અને સરકાર અરીસો સાફ કરવાના પ્રયત્નો કરી રહી છે સરકારે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી રદ્દ કરી પ્રમોલગેશન પહેલાના તમામ ગામના નક્શાઓને અમલમાં મૂકવા જોઈએ અત્યારે સરકારની અનેક યોજનામાં આ જમીન માપણી બાધા બની રહી છે તેમ છતાં સરકાર આ જમીન માપણી શા માટે રદ્દ કરી રહી નથી?

આ પણ વાંચોઃ મોદી સરકારે ધનવાન મિત્રોનું 16 લાખ કરોડ દેવું માફ કર્યું!, ગરીબોને મદદ કેમ નહીં? | Rahul Gandhi

આ પણ વાંચોઃ Gujarat: વાતાવરણ પલટો!, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે, 4 દિવસ વરસાદની શક્યતા

આ પણ વાંચોઃ Ahmedabad: પોલીસે જપ્ત કરેલા સહિત 35 વાહનો બળીને રાખ, ઓઢવ બ્રિજ નીચે વાહનોમાં આગ

આ પણ વાંચોઃ ChatGPT ડાઉન! ગીબલી ફિચરનો ઉપયોગ વધતાં સમસ્યા, OpenAIએ શું કહ્યું?

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 7 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 11 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 16 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 18 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 21 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 31 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ