Gujarat: ક્રૂડ ઑઇલના કુવા ખાલી, મોદીએ ગુજરાતને રૂ. 21 હજાર કરોડનું તેલ ચોપડી દીધું | Kaal Chakra 112

Gujarat News: નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતી ત્યારે અનેક મોટી મોટી જાહેરાતો કરી હતી પરંતુ આજે તેનો અમલ થયો નથી. તેવી જ રીતે મોદીએ જાહેરાત કરી હતી કે, ગુજરાત પેટ્રો કેપિટલ બની ગયું છે. 17 જૂલાઈ 2008 મુખ્ય પ્રધા નરેન્દ્ર મોદીએ દક્ષિણ ભારતના દરિયામાં જીએસપીસીના કેજી બેસીન ડ્રિલીંગ પ્લેટફોર્મ-કેજી-22 પેટ્રોલિયમ કૂવા ઉપરથી દિલ્હી અને ગાંધીનગર-એમ બંને સ્થળોએ એકીસાથે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના પ્રેસ-મિડિયા સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી.

કૂવામાંથી 3 TCFથી વધારે એવો હિન્દુસ્તાનનો એક જ પેટ્રોલ કૂવામાં મળેલો વિપુલ જથ્થો સારકામથી શોધવામાં ગુજરાતને મળેલી અપ્રતિમ સફળતા રાષ્ટ્રને ચરણે ધરી હતી.રાજ્ય મંત્રીમંડળના સભ્યો સાથે જાતમાહિતી મેળવવા રીગ ઉપર દરિયાઈ માર્ગે હેલિકોપ્ટરમાં ઉડ્ડયન કરીને પહોંચ્યા હતા. 30 કી.મી. હેલીકોપ્ટરમાં પહોચ્યા હતા.

ગેસ-પેટ્રોલિયમ એ રાષ્ટ્રીય સંપદા છે અને ગુજરાત દેશના વિકાસ માટે પોતાના સામર્થ્યનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યું છે.જીએસપીસીએ દક્ષિણમાં સમૂદ્ર મંથન કરી અમૃતરૂપી ગેસ ઊર્જાનું દરિયાના પેટાળમાંથી સંશોધન કર્યું.

આ મામલે જણાવવામાં આવ્યું હતુ કે, 2003 એપ્રિલમાં શરૂ કરીને 20 TCF પેટ્રોલીયમ ભંડાર શોધી કાઢયો.ભારતમાં ગેસના કૂવામાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ગેસ 3 TCF નવા કેજી કૂવામાંથી મળ્યો હતો. ભારતને પેટ્રોલિયમ ઊર્જામાં સ્વ-નિર્ભર બનાવવા ગુજરાતે પોતાની ક્ષમતા સાથે બીડું ઝડપ્યું છે.

કેજી બેસીનમાં પેટ્રોલિયમનો ગેસ ભંડાર વર્તમાન બજાર કિંમતે રૂા. 4 લાખ કરોડ થવા જાય છે.વિશ્વાસ છે કે 2008માં આ કાર્ય શરૂ થઈ જશે.આન્ધ્રના દરિયાકાંઠે 300 એકર જમીન ગેસ ડેવલપમેન્ટ પ્રોસેસ માટે મેળવી છે.અત્યાર સુધી રૂા. 3 હજાર કરોડનો ખર્ચ-રોકાણ કેજી બેસીનમાં ગુજરાતે કર્યો છે.

પાઈપ લાઈન મારફતે રિલાયન્સ ગુજરાતમાં ગેસ લાવશે

સમગ્ર વિશ્વમાં આટલી ઊંડાઈ (૬૦૦૦ ફૂટ દરિયાના પેટાળમાં), આટલા ભારે પ્રેસર (૧૨૦૦૦ PSI) અને આટલી ગરમી (૪૬૦ અંશ ફેરનહીટ) ઉપર ગેસ સંશોધન માત્ર GSPC એ જ સફળ બનાવ્યુ છે. ભારત સરકાર આ પ્રોજેકટને R&D રિસર્ચ પેટ્રોલિયમ પ્રોજેકટનો દરજ્જો આપે અને ગુજરાતના મોડેલને પેટ્રોલિયમ સંશોધન ક્ષેત્રે વિશ્વ સમક્ષ મૂકે.

વધુમાં તેમ પણ કહેવામાં આવ્યું હતુ કે, સાડા પાંચ કરોડ ગુજરાતીઓના અભિનંદનનો અધિકારી છે.ગુજરાતનું અર્થતંત્ર સક્ષમ છે અને જીએસપીસીને નાણાંકીય સંસાધન માટે IPOની હાલ કોઈ જરૂર નથી. આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ પણ જીએસપીસીને સહયોગ આપવા તત્પર છે. ભારતમાતા અને રત્નાકરે ગુજરાત ઉપર તેની સામર્થ્યની ક્ષમતા ઉપર કૃપા વરસાવી છે.

વધુમાં એમ પણ જણાવવામા આવ્યું હતુ કે, દીનદયાળ કેજી બેસીન બ્લોકમાંથી કોમર્શિયલ પ્રોડકશન થતાં તેના પહેલા નફાની રકમ ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચાશે.

જીએસપીસીએ 61 બ્લોક મેળવ્યા છે. 6 દેશોમાં ફીલ્ડ મેળવ્યા છે. કિષ્ના-ગોદાવરી બેઝીન પર આવેલા આ બ્લોક 1860 ચો.કી.મી. વિસ્તાર હતો. એસપીસીએ ૩-ડી સંસ્મિક ડેટા મેળવ્યા બાદ જુલાઈ 2004માં કુવાના શારકામની શરૂઆત કરી હતી.

અગાઉ કેજી-૮ (દીનદયાળ વેસ્ટ) કુવામાંથી પ્રતિદિન ૧૦ એમએમસીએફ ગેસ મળી આવ્યો હતો. જે એક મોટી સફળતા હતી. 2010માં પ્રતિદિન 10 મિલીયન કયુબિક મીટર ગેસના ઉત્પાદનની આશા છે. છેલ્લા કેજી- 22 કુવાનું શારકામ 2007ના ઓગસ્ટ માસમાં શરૂ થયું હતું અને 6007 મીટરની ઊંડાઈ સુધી તેનું શારકામ સફળ રહ્યું હતું.

27 એમએમસી ગેસ મળી આવ્યો હતો

એસપીસીએ ગુજરાત સુધી 10 મિલિયન કયુબિક મીટર ગેસ પહોંચાડી શકાય તેવી ક્ષમતાવાળી રિલાયન્સ કંપની સાથે પાઈપલાઈન માટે વ્યવસ્થા ગોઠવી છે. બીજી નવી પાઈપલાઈન માટે વધુ શક્યતાઓ પણ તપાસશે.

બીજા 11 તેલ ક્ષેત્રો

એનઈએલપી દ્વારા યોજાયેલી હરાજીના આઠમાં તબક્કામાં જીએસપીસીને વધુ 11 સંશોધન બ્લોક ફાળવવામાં આવ્યા હતા. આ બ્લોક મુંબઇ ઓફ શોર, કાવેરી બેઝીન, કેજી બેઝીન, કોંકણ-કેરાલા, રાજસ્થાન અને ગુજરાત વગેરેમાં આવેલા છે.

કૂલ 61 બ્લોક્સ-ક્ષેત્રો થાય છે. વિદેશમાં પણ આવા પેટ્રોલિયમ ફિલ્ડના કરાર પ્રાપ્ત કરીને સંશોધનો હાથ પર્યા છે. જીપ્તમાં બે બ્લોક ઉપરાંત ત્રણ યમનમાં, બે ઓસ્ટ્રેલિયામાં અને એક બ્લોક ઈસ્ટ ટેમોરમાં ધરાવે છે. તાજેતરમાં ઈજીમ સરકાર દ્વારા કરાયેલી હરાજીમાં પણ જીએસપીસીએ ભાગ લીધો હતો.

મોદીએ કહ્યું હતુ કે, ગુજરાતએ ભારતનું પેટ્રો કેપિટલ છે. 8 હજાર કરોડના ખર્ચ સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટસ સ્થાપવા માટે એક માસ્ટર પ્લાન પણ તૈયાર કર્યો હતો. જેમાં 20 લાખ ઘરવપરાશના ગેસ જોડાણો આપવાનો હતો. પ્રથમ કૂવામાંથી જે આવક થાય તે ગુજરાતના ગરીબ બાળકોના આરોગ્ય અને શિક્ષણ માટે ખર્ચવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

આમ મોદીએ ક્રૂડ ઑઇલને લઈને મોટી મોટી જાહેરાત કરી અને એક ચમચી પણ તેલ નિકળ્યું નહીં અને મોદીએ ગુજરાતને રૂ. 21 હજાર કરોડનું તેલ ચોપડી દીધું આ મામલે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શું કહ્યું જુઓ વીડિયોમાં..

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

  • October 29, 2025
  • 6 views
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh

Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

  • October 29, 2025
  • 6 views
Israel Airstrike: ઇઝરાયલનો ગાઝા પર ફરી હવાઈ હુમલો, 30થી વધુના મોત, ટ્રમ્પના શાંતિ કરારની દુનિયામાં ફજેતી

Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: મહુવાના મોટા ખુંટવડા પાસે બે પુલ તૂટી પડ્યા, વરસાદે ખેડૂતની કરી માઠી દશા

IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

  • October 29, 2025
  • 8 views
IND vs AUS T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ટક્કર,ભારતની પ્લેઈંગ ઈલેવન ઉપર સૌની નજર

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

  • October 29, 2025
  • 22 views
 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • October 29, 2025
  • 10 views
OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”