Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં અશાંત ધારાથી ધાર્મિક વિભાજન વધી ગયું, ભાજપનો કબજો ત્યાં કાયદો લાગુ

  • Gujarat
  • October 25, 2025
  • 0 Comments

-દિલીપ પટેલ 

Gujarat Disturbed Areas Act: ગુજરાતમાં અશાંત વિસ્તાર ધારા હેઠળ સમાવિષ્ટ કોઈ પણ ભાગમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર એક ધાર્મિક સમુદાય બીજા ધાર્મિક સમુદાયની વ્યક્તિને મિલકત ટ્રાન્સફર કરી શકશે નહીં. ગુજરાત શાંત રાજ્ય હોવાનો દાવો થાય છે ત્યારે આવા કાયદા નિરર્થક છે. લોકોને પોતાની મિલકતની લે-વેચના બંધારણીય અધિકારો ભોગવવા મળે તેવું અહીં નથી.

ગુજરાતમાં તમામ મોટા શહેરો પર ભાજપનો કબજો છે ત્યાં આ કાયદો લાગુ છે. ગ્રામ્ય વિસ્તારમાં કાયદો લાગુ નથી. 370 જેવી કલમ હતી એવો આ કાયદો વિસ્તાર વધારી રહ્યા છે. પ્રજા વચ્ચે વિભાજન વધારી રહ્યો છે. કાયદામાં ધર્મનો કોઈ ઉલ્લેખ નથી છતાં તેનો ઉપયોગ ધાર્મિક ભાવના ભડકાવવા થઈ રહ્યો છે. આ કાયદાના કારણે અનેક વિવાદો અને આંદોલનો પણ ગુજરાતમાં થયા છે. કાયદાથી મિલકતોના ધંધામાં અડચણો આવી છે. કાયદો પોતે રાજકીય હથિયાર બની ગયો છે.

એક લાખ મકાનો

ગુજરાતમાં વર્ષે 1 લાખ અરજી અશાંત ધારામાં મિલકત વેચાણ અંગે આવી રહી છે. તેમાં અમદાવાદ સૌથી મોખરે છે. અમદાવાદમાં દર મહિને સરેરાશ 4 હજાર મિલકત વેચવાની મંજૂરી માટે અરજી આવે છે. 50 હજાર અરજી 2024માં આવી હતી. આવી હાલત આખા ગુજરાતની છે. શહેરોમાં અશાંત ધારો લાગુ છે. જ્યાં 10 વર્ષમાં કોમી તોફાનો થયા નથી ત્યાં પણ ભાજપની સરકાર તેનો અમલ કરી રહી છે.

વૈશ્વિક ધારા સામે

વિશ્વના દેશોમાં જો અલગ અલગ ધર્મના લોકો મિલકત ખરીદે તે માટે કાયદામાં મકાનોની અનામત છે. મલેશિયા તેમાં એક છે. પણ ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ સરકાર બનાવી અને 2002માં વ્યાપક કોમી રમખાણો થયા કે કરાવ્યા પછી કાયદાને હથિયાર બનાવીને બે ધર્મને વધારે અલગ કરવાનું કામ કર્યું છે. કાયદામાં કોઈ ધર્મનો ઉલ્લેખ ન હોવા છતાં બંધારણની ભાવનાની વિરુદ્ધમાં કાયદાનો ઉપયોગ મત મેળવવા સીધો અને આડકતરો થાય છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં આ રીતે જૈન અને હિંદુઓને ભડકાવવા માટે કાયદાનો ઉપયોગ થયો હતો. આજે પણ થાય છે.

1969, 1985ના રમખાણો

અમદાવાદમાં 1969 તથા 1985-86ના કોમી રમખાણો બાદ કોટ વિસ્તારના શાહપુર, દરિયાપુર, જમાલપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં હિંદુઓએ નારણપુરા અને મણિનગર કે બીજા વિસ્તારોમાં સ્થળાંતર કર્યું હતું. મુસ્લિમો પણ આ રીતે હિજરત કરી ગયા હતા. ત્યારથી શહેર બે ધર્મની વચ્ચે વહેંચાઈ ગયું હતું. હવે નવા દાયદાથી એક ધર્મના લોકોનું તે વિસ્તારમાં પ્રભુત્વ વધી ગયું છે. મિલકતોનું વેચાણ રોકવાના આશયથી બાદમાં સરકારે અશાંત ધારો અમલી કર્યો.

અમરસિંહ ચૌધરી અને ચીમનભાઈ પટેલ

સૌપ્રથમ 1986માં રાજ્યમાં કોંગ્રેસના શાસન દરમિયાન લાવવામાં આવ્યો હતો. DAA કાયદો સ્પષ્ટપણે જણાવે છે કે ભૂતકાળના રમખાણો અથવા ટોળાની હિંસાના આધારે અને ફક્ત મર્યાદિત સમય માટે અશાંત વિસ્તારોને માટે છે. કાયદાના લખાણમાં ધર્મનો કોઈ ઉલ્લેખ નથી, ફક્ત “હુલ્લડો” અને “ટોળાની હિંસા” પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, તેનો ઉપયોગ હંમેશા ધાર્મિક રેખાઓ પર રહ્યો છે. પરંતુ તે મોટાભાગે 2002ના રમખાણો પછી તેનો ઉપયોગ બદલાવા લાગ્યો.

1980ના દાયકાનો મધ્ય ભાગ ગુજરાત માટે તોફાની સમય હતો. જેમ જેમ હિન્દુ-મુસ્લિમ રમખાણો વધ્યા અને ભાજપે મ્યુનિસિપલ ચૂંટણીઓમાં સ્થાન મેળવ્યું, તેમ તેમ પડોશીઓ નવી ચિંતા અને ભયમાં ફસાઈ ગયા. અમદાવાદમાં ખાસ કરીને 1986માં સાંપ્રદાયિક સંઘર્ષો ચરમસીમાએ પહોંચ્યા, જેના કારણે ચોક્કસ પડોશીઓમાંથી લોકો સ્થળાંતર થયા અને મિલકતના વેચાણમાં ગભરાટ ફેલાયો. આ વાતાવરણમાં જ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ સરકારે 1986માં અશાંત વિસ્તાર વટહુકમ રજૂ કર્યો. હેતુ “ઉમદા અને પ્રશંસનીય” હતો. સાંપ્રદાયિક અલગતાના વલણને અટકાવવાનો હેતુ હતો.

છતાં ભાજપ સરકારો 10 વર્ષના સમયગાળા માટે અશાંત વિસ્તારો જાહેર કરે છે. જો કોઈ વિસ્તાર રમખાણો અથવા ટોળાની હિંસાનો અનુભવ કરવાનું ચાલુ રાખે તો જ તેને અશાંત જાહેર કરી શકાય છે. છતાં સરકાર અશાંત વિસ્તારોને ફરીથી અશાંત જાહેર કરી રહી છે.

1991માં ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળની જનતા દળ સરકારે (કોંગ્રેસ દ્વારા સમર્થિત) એક સુધારા દ્વારા તેને કાયમી કાયદા તરીકે અમલમાં મૂક્યો. રાજ્ય સરકારને અમુક વિસ્તારોને અશાંત જાહેર કરવાની અને આવા વિસ્તારોમાં સ્થાવર મિલકતોના ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપી. 2019માં ભાજપે સુધારા કર્યા ત્યારે વિવાદો વધ્યા હતા.

આ નિયમ સૌથી પહેલા 1986માં લાગુ પાડવામાં આવ્યો હતો, પરંતુ પછીથી પાછો ખેંચવામાં આવ્યો હતો અને 1991માં ફરીથી અમલમાં મુકવામાં આવ્યો હતો. આ એક્ટ અંતર્ગત આવતા વિસ્તારોમાં કોઈ એક ધર્મનો વ્યક્તિ બીજા ધર્મના વ્યક્તિને મિલકત ખરીદી કે વેચી નથી શકતો.

અમદાવાદ શહેરના લગભગ 70 ટકા વિસ્તાર સુધી વિસ્તારી દીધા છે. ઉપરાંત વડોદરાનો 60 ટકા વિસ્તાર, ભરૂચ શહેરના મોટા ભાગ, સુરત, ભાવનગર, રાજકોટ, હિંમતનગર, ગોધરા, કપડવંજ, ધંધુકા, બોરસદ અને પેટલાદ, મોરબી છે.

અદાલતમાં કેસ વિવાદાસ્પદ કાયદા સામે હિંદુ ધર્મ પાળતા લોકોનો બહુ ઓછો વિરોધ થયો છે. ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરીને આ એક્ટ રદ કરવાની માંગ કરી હતી. 2021માં જમિયત ઉલેમા-એ-હિંદ ગુજરાત દ્વારા કોર્ટમાં પડકારવામાં આવી હતી, જેમાં રાજ્ય હાઈકોર્ટે સરકારને સુધારેલા વિભાગો હેઠળ કોઈ નવી સૂચના જારી ન કરવા જણાવ્યું હતું. પીટીશનમાં દલીલ કરવામાં આવી હતી કે, આ ધારામાં બંધારણના રાઈટ્સ ટુ પ્રોપર્ટી એન્ડ ફ્રીડમનો ભંગ થાય છે.

2020થી 500 મિટરનો નિયમ લાવવામાં આવ્યો હતો. અશાંત પરવાનગી કે મામલતદાર પાસેથી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય દસ્તાવેજ સ્વીકારવામાં આવતો નથી. મિલકતની હિસ્ટ્રી લેવા માટેની સિસ્ટમ પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે.

વિવાદાસ્પદ અશાંત વિસ્તાર કાયદાની જોગવાઈઓને વધુ કડક બનાવ્યાના ત્રણ વર્ષ પછી, રાજ્ય સરકારે સુધારેલી જોગવાઈઓ પાછી ખેંચવાનો નિર્ણય 2023માં લીધો હતો. વાંધાજનક જોગવાઈઓમાં સુધારા લાવવાનું વિચારી રહ્યું છે.

ગુજરાત સ્થાવર મિલકતોના સ્થાનાંતરણ પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોના પરિસરમાંથી ભાડૂતોને ખાલી કરાવવાથી બચાવવા માટેની જોગવાઈ અધિનિયમ, 1991, મિલકતના વ્યવહારો પર પ્રતિબંધ લાદે છે અને લોકોને સૂચિત અશાંત વિસ્તારોમાં મિલકત ખરીદતા પહેલા જિલ્લા કલેક્ટર પાસેથી પૂર્વ મંજૂરી મેળવવાનો આદેશ આપે છે.

જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજી પર નવા સુધારાઓ પર સ્ટે મૂક્યો હતો. ત્યારથી સુધારાઓ બિનઅસરકારક રહ્યા છે, જોકે રાજ્ય સરકારે જૂની જોગવાઈઓ હેઠળ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રતિબંધક કાયદો લાદવાનું ચાલુ રાખ્યું છે.

બંધારણ

ઉદ્દેશ ગેરબંધારણીય છે અને બંધુત્વ, સમાનતા, સહિષ્ણુતા અને બિનસાંપ્રદાયિકતાના મૂળભૂત લક્ષણોનું ઉલ્લંઘન કરે છે. તે ધર્મ અને જાતિના આધારે નાગરિકોને અલગ પાડે છે. બંધુત્વ, સ્વતંત્રતા અને ન્યાયના બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન કરે છે. ધર્મનિરપેક્ષતાને તોડી પાડવાનો છે. ભારતના પ્રદેશમાં ગમે ત્યાં રહેવાની સ્વતંત્રતા પર ગેરવાજબી પ્રતિબંધો લાદે છે અને તેથી બંધારણની કલમ 19(1)(e) સાથે 19(5) અને કલમ 21નું ઉલ્લંઘન કરે છે. તે બંધારણની કલમ 26 અને 300A હેઠળ મિલકતનો આનંદ માણવાના અધિકારનો પણ ભંગ કરે છે. ધર્મના વિભાજનને સંસ્થાકીય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરકાર જાતિ અને ધર્મના આધારે સમાજને વિભાજીત કરવા અને ધાર્મિક ઓળખ અને ધાર્મિક સ્થળોના આધારે શહેરને અલગ કરવાનો મતલબ હતો.

વિભાજનનો વિસ્તાર

એક અભ્યાસ મુજબ, 2013થી 2019 વચ્ચે અમદાવાદમાં “disturbed areas” હેઠળ આવેલા વિસ્તાર વધીને 25.87 ચો.કિ.મી.થી 39.01 ચો. કી.મી. થઈ ગયાં હતા. જેમાં પશ્ચિમ વિસ્તારમાં વિશેષ વધારો થયો હતો. પશ્ચિમ વિસ્તારમાં મંજૂરી દર 93.6% હતો. પૂર્વી વિસ્તારમાં 1.5% થી 31% વચ્ચે મંજૂરી મળી હતી. સરેરાશ 39% મંજૂરી આપવામાં આવી હતી.

અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ, ગોધરા, હિંમતનગર અને કપડવંજના ચોક્કસ વિસ્તારોમાં આ કાયદો અમલી હતો 2025 સુધીમાં તે ગુજરાતના અનેક શહેરોમાં લાગુ કરાયો છે. ગામડાઓને તેમાં લેવામાં આવ્યા નથી.

અશાંત ધારો બની જતાં ધર્મનું વિભાજન કરી દેવાયું છે. શહેરોના અનેક વિસ્તારો હવે ધર્મના આધારે વિભાજીત કરી દેવામાં આવ્યા છે. અડધું વડોદરા અને અડધું અમદાવાદ ધર્મના લોકોને રહેણાંકમાં વિભાજિત થઈ ગયું છે. જેમાં હિંદુઓના વિસ્તારોને વધારે સમાવી લેવાયા છે.

ભૂપેન્દ્ર ચૂડાસમાની ભૂમિકા

નવા વિધેયક મુજબ અશાંત વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારની ફરતે પાંચ સો મીટર વિસ્તારમાં કાયદો અમલી બને છે. 1991ની જોગવાઈઓમાં નબળાઈ હોવાથી મહેસૂલ વિભાગનો કામચલાઉ હવાલો સંભાળતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે મૂળભૂત રીતે રાજ્યમાં પ્રવર્તમાન ગુજરાત અશાંત વિસ્તાર ધારો-1991ની જોગવાઇઓમાં કેટલીક નબળાઈ અથવા ઉણપને કારણે આ કાયદા હેઠળ સમાવિષ્ટ વિસ્તારોમાં મિલકતોની તબદીલી થઇ જતી હતી. અસામાજિક તત્વો અથવા આવા ઇસમો ધાક-ધમકીથી લોકોને પોતાની મિલકત કલેક્ટરની મંજૂરી વિના વેચવા ભય કે દબાણ ઊભું કરતા હતા.

મૂળભૂત કાયદામાં સુધારો

મિલકતની તબદીલીથી કોઇ એક ધર્મની વ્યક્તિઓનું ધ્રુવીકરણ થતું નથી. એક વિસ્તારમાં રહેતાં જુદા-જુદા સમુદાયો વચ્ચેનું જનસંખ્યાવિષયક સંતુલન ખોરવાતા નથી. એક સમુદાયના લોકોમાં અંધાધૂંધી ફેલાઇ રહી હોવાનું ભાજપ સરકારે જાહેર કરીને કાયદો લાવ્યા હતા.

અગાઉના કાયદાની જોગવાઇમાં મિલકની તબદીલીમાં વેચાણ, બક્ષીસ, વિનિમય, ભાડાપટ્ટે અથવા અન્ય કોઈપણ રીતેના માલિકી હક્કના ફેરફારના કરારો કે દસ્તાવેજની જોગવાઈ ન હતી.  પછી કાયદો સુધારીને કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર મિલકતોનું વેચાણ થયું હોય તો તે રદ કરવામાં આવે છે.

અશાંત વિસ્તાર ધારો શું છે?

અશાંત વિસ્તાર કે જ્યાં કોમી તોફાનો કે રમખાણો થવાના કિસ્સા બનતા હોય તેવા વિસ્તારોમાં શાંતિ રહે તથા કોઇ એક ચોક્કસ સમુદાયના લોકોની વસ્તી ખૂબ વધી જાય અને જનસંખ્યા વિષયક સંતુલન ખોરવાય ત્યાં વસનારા લોકોની મિલકતની તમામ પ્રકારની તબદીલી નિયંત્રિત કરતો કાયદો. અહીં મિલકતની તબદીલી કરતાં પૂર્વે કલેક્ટરની પૂર્વ મંજૂરી જરૂરી છે. કાયદાનો ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષની જેલ તથા રુપિયા એક લાખ અથવા તબદીલ થયેલી મિલકતના જંત્રીના ભાવના દસમાં ભાગની રકમમાંથી જે વધુ હોય તે દંડ કરાય છે.

સરકારી યોજનાનો લાભ નહીં

સરકારના પ્રોજેક્ટ હેઠળ વિસ્થાપિતો માટે બનાવાયેલી વસાહતોમાં આ કાયદો લાગુ પડશે નહીં. કલેક્ટરે આ અરજીનો નિકાલ ત્રણ માસમાં કરવાનો રહેશે. જો કલેક્ટર અરજી ના મંજુર કરે તો તે રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી શકે છે.

વેચાણ રદ

જો મિલકત આપનાર વ્યક્તિ ખરીદીની રકમ પરત ન કરે તો કલેક્ટર મિલકત વેરો તેની પાસેથી આકારીને અવેજની બાકીની રકમ તેને પરત કરશે. અથવા મિલકત ખરીદનાર વ્યક્તિ કબ્જો ખાલી ન કરે તો કલેક્ટર ચાહે તે રીતે બળનો ઉપયોગ કરી મિલકત ખાલી કરાવી શકે છે. આ ઉપરાંત જો મિલકતનો કબજો કોઇ લેવા તૈયાર ન થાય તો કલેક્ટર તેનો કબ્જો પોતાની પાસે રાખશે.

માત્ર વેચાણ જ નહીં, બક્ષિસ, વિનિમય, પાવર ઓફ એટર્ની, ભાડાપટ્ટે, કે કોઈપણ પ્રકારના દસ્તાવેજથી પણ મિલકત તબદીલ કરવી હોય તો પણ કલેક્ટરની પૂર્વ મંજૂરી જરૂરી છે. કોઇએક સમુદાયની વસ્તી ચોક્કસ વિસ્તારમાં ખૂબ વધી જતી અટકાવવા કાયદો છે.

અમદાવાદના કયા વિસ્તારો સમાવિષ્ટ છે?

2020માં અમદાવાદ શહેરમાં 74 વિસ્તાર અશાંત ધારામાં ઉમેરાતા 770 વિસ્તાર થયા હતા. કાલુપુરના 59, શાહપુરના 167, માધવપુરાના 109, ગાયકવાડ હવેલીના 34, ખાડીયાના 10, શહેરકોટડાના 22, દરિયાપુરના 23, મેઘાણીનગરના 17, નરોડાના 48, શાહીબાગના 4, ખોખરાનો 1, રખિયાલના 14, ગોમતીપુરના 34, રામોલના 8, અમરાઈવાડીના 5, બાપુનગરના 16, દાણીલીમડાના 14, ઇસનપુરના 17, કાગડાપીઠના 9, વટવાના 14, અસલાલીના 7, વેજલપુરના 40, સરખેજના 8, એલિસબ્રિજના 41, પાલડીના 16, નવરંગપુરાના 6 અને રાણીપના 15 વિસ્તારો અશાંત વિસ્તાર ધારામાં સમાવિષ્ટ છે.

ખાનપુર, દરિયાપુર, આશ્રમ રોડ ટીપી નંબર 3 ઓબ્લીક 5, નવરંગુરાની મુસ્લિમ સોસાયટીઓ, ઓઢવ સબરજિસ્ટ્રારની કચેરીના વિસ્તાર, પાલડી, વેજલપુર, મકરબા, સરખેજ, કોઠાવાલા ફ્લેટની પાછળના જૈન મરચન્ટ સોસાયટી સહિતના વિસ્તાર અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારો છે.

રાજ્યની તમામ મહાનગરપાલિકા અને એવી નગરપાલિકાઓ કે જ્યાં હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો વસતાં હોય ત્યાં નવું જાહેરનામું બહાર પાડીને આ કાયદો ત્યાં લાગુ પાડી શકે છે. રાજ્યના અન્ય શહેરોના નવા વિસ્તારો લેવામાં આવી રહ્યા છે.

એસઆઇટી

એસઆઇટી બનાવીને તેમાં મ્યુનિસિપલ કમિશનર કે કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી તથા સંબંધિત પોલીસ કમિશનર અથવા પોલીસ અધિક્ષક હોય છે. રાજ્ય સરકારની મોનીટરીંગ, એડવાઈઝરી કમિટી બનાવશે જે કલેક્ટરને જે-તે વિસ્તારમાં વસ્તીના સંતુલન અંગે નજર રાખી માર્ગદર્શન આપે છે.

વડોદરા

વડોદરામાં દર મહિને સમાન ધર્મના લોકોની 2 હજાર જેટલી અરજીઓ આવે છે. જન સેવા કેન્દ્ર પર અરજી આવે તો તેનું નિકલ મેન્યુઅલી કરવામાં આવતો હતો. હવે માત્ર સમાન ધર્મના લોકોને મિલકતના વેચાણ માટે પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવ્યું છે. આંતરધર્મીય અરજીઓનો નિકાલ પોલીસ કક્ષાએથી અભિપ્રાય મેળવી કરવામાં આવે છે.

સામાજિક અસરો

હિંદુ-મુસ્લિમ વસ્તીનો વિસ્તાર મર્યાદિત થઈ ગયો છે. હિન્દુ-મુસ્લિમ સમુદાયના લોકો જે વિસ્તારોમાં વસતા હશે ત્યાં એકબીજાની મિલકતના વેચાણ પર મોટો અંકુશ આવી ગયો છે.
મુસ્લિમ કે હિંદુ વસ્તી એક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત થઈ ગઈ છે. એક સમુદાયના લોકોને બીજા સમુદાયના વિસ્તારમાં દુકાન કે વ્યવસાય કરી શકતા નથી. ધર્મના લોકો વચ્ચે ભૌગોલિક અને લાગણીનું અંતર વધી ગયું છે.

આર્થિક અસરો

વેપારી, રહેણાંક, કોમર્શિયલ બાંધકામ અટવાઈ ગયા છે. ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. સરકારમાં ચૂકવવા પડતા વેરાની આવક વધી છે.

રાજકીય અસરો

ભાજપની ધાર્મિક ભયની રાજનીતિ, રાજકીય લાભની ગણતરી કામ કરી રહી છે. કોઇ સમુદાયના લોકોના વિસ્તારોમાં અન્ય સમુદાયના લોકો પગપેસારો કરી જાય તેવા ભયને દૂર કરવાના છૂપા આશયથી કાયદો કામ કરી રહ્યો છે.

આ કાયદાથી ભાજપને ઘણો ફાયદો થયો છે. રાજકીય લાભ થયો છે. ભાજપના નેતાઓ અને ધારાસભ્યો વારંવાર એક સમુદાયની વસ્તીમાં અસામાજિક તત્વો પગપેસારો કરતાં હોવાનો મુદ્દો ઉઠાવીને તેનો રાજકીય લાભ લે છે.

રાજકાણ

ભાજપ સત્તામાં આવ્યા પછી, તેઓ મુસ્લિમોને હિંદુ વિસ્તારથી દૂર રાખવા માંગતા હતા. અશાંત વિસ્તાર કાયદો તેમના માટે એક મોટું હથિયાર બની ગયો છે. તેમને સમાજ કે સામાજિક માળખાની કોઈ પરવા નથી. ભાજપમાં લાખો મુસ્લિમો છે. તેના હોદ્દેદારો મુસ્લિમ છે. ભાજપને કોઈ ભય નથી તો લોકોને કેમ ભયભીત કરે છે.
કાયદાએ સાંપ્રદાયિક વિભાજનને વધાર્યું છે. સંઘર્ષને પ્રોત્સાહન આપ્યું છે. મુસ્લિમો અને હિન્દુઓએ અલગ રહેવું જોઈએ એવું આ કાયદો કહે છે. કાલ્પનિક સરહદોને કાયદેસર બનાવી છે. ભેદભાવને પાત્ર હોવાના વિચારને સમર્થન આપે છે. હિંદુ હવે મુસ્લિમ મિત્રો બનાવી શકતા નથી. તેથી બે ધર્મના લોકો વચ્ચે ખાઈ વધી છે. ભાજપ સરકારો કહે છે કે, 25 વર્ષથી ગુજરાતમાં કોમી રમખાણો થયા નથી.

અસરો

1986માં જ્યારે ગુજરાતનો અશાંત વિસ્તાર કાયદો ઘડવામાં આવ્યો ત્યારે તેનો ઉદ્દેશ એવા વિસ્તારોમાં મિલકતના વેચાણને રોકવાનો હતો જ્યાં કોમી હિંસા થઈ હતી. આ કાયદાનું પૂરું નામ – ગુજરાત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોના પરિસરમાંથી ભાડૂતોને બહાર કાઢવા માટેનો કાયદો – એવો જ વાયદો કરવામાં આવ્યો હતો.

ધાર્મિક આધાર પર ગુજરાતને વિભાજીત કરવા માંગતા લોકો દ્વારા આ કાયદાનો ઉપયોગ એક હથિયાર  તરીકે કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ચોક્કસ ધર્મના લોકોને મકાનો ફળવાય છે જેમાં વિરોધ થાય છે. ગુજરાતમાં મિલકતના વ્યવહારો રોકવા માટે ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ (DAA) નો ઉલ્લેખ કરવો એ એક દુર્લભ ઘટના હોઈ શકે છે. વાણિજ્યિક કચેરીઓ અને દુકાનો પર પણ અસર પડી રહી છે. આ કાયદો લાવવાનું ચોક્કસ કારણ ધ્રુવીકરણ અટકાવવાનું હતું, પરંતુ હવે તેને બદલી નાખવામાં આવ્યું છે. કોમી રમખાણો થતાં ત્યાં તેને લાગુ કરવાનો હતો.

બિલ્ડરોને ફાયદો

મુસ્લિમ વિસ્તારોમાં મિલકતના ભાવ 30 ટકા વધારે છે કારણ કે જગ્યા ખૂબ જ ઓછી છે, તે ઉમેરે છે. માર્ચ 2023 માં રાજ્ય વિધાનસભામાં ખાનગી સભ્ય બિલ રજૂ કરતી વખતે, ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે આ કાયદો પાછો ખેંચવો જોઈએ. વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ માટે એક સાધન બની ગયું છે.

અભ્યાસ બતાવે છે કે, શહેરના પશ્ચિમ ભાગમાં, સરખેજ, શેલા, બાકરોલ, બદ્રાબાદ, મકબરબા, ફતેહવાડીના મોટા ભાગો અને તેમની આસપાસના ખેતરોને પણ કાયદા હેઠળ લાવી દીધા હતા.

ગોરડિયાનો બંગલો

2019માં જ્યારે હિન્દુ ઉદ્યોગપતિ ગીતા ગોરાડિયાએ તાંડલજાની કેસરબાગ સોસાયટીમાં પોતાનો ભવ્ય બંગલો ૬ કરોડ રૂપિયામાં મુસ્લિમ ઉદ્યોગપતિ અને શિક્ષણવિદ ફૈઝલ ફઝલાનીને વેચી દીધો ત્યારે તણાવ શરૂ થયો.

યુદ્ધનું મેદાન

કાયદો હિન્દુ પડોશીઓ માટે યુદ્ધનું મેદાન બની ગયું. ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટનો ઉપયોગ વધુ સારા પડોશમાં જવા માંગતા મુસ્લિમોની ગતિશીલતાને દબાવવા માટે કરવામાં આવ્યો, જ્યાં વધુ હિન્દુ રહેવાસીઓ રહે છે. ઘણા મુસ્લિમ મધ્ય અને વધુ વિકસિત ‘હિન્દુ’ વિસ્તારમાં રહેવા માંગે છે. ઘણાં હિંદુ મુસ્લિમ વિસ્તારમાં રહેવા માંગે છે.

મુસ્લિમ બિલ્ડર કાયદાની મર્યાદાઓનો ભોગ બને છે, ઘણીવાર કાનૂની ગૂંચવણો ટાળવા માટે પોતાને મુસ્લિમ વિસ્તારો સુધી મર્યાદિત રાખે છે. દરેક વ્યક્તિ દરેક જગ્યાએ રહી શકે અને તે માટે રક્ષણ મળે તે માટે એક નવો કાયદો લાવવાની જરૂર છે. રિયલ એસ્ટેટ ડેવલપર તેના ગ્રાહકોને વચન આપે છે કે તે મુસ્લિમને ઘર નહીં આપે.

આ પણ વાંચો:

 Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો

‘I Love Muhammad’ની પોસ્ટમાં હિંદુ યુવકે કોમેન્ટ કરતાં મુસ્લીમોએ દુકાન સળગાવી, સરપંચે રાજીનામું આપી દેવું પડ્યું, હવે બુલડોઝર એક્શન | Gandhinagar

‘તે ડ્રગ લીડર અને ખરાબ વ્યક્તિ’, ટ્રમ્પની હવે આ દેશના રાષ્ટ્રપતિ સાથે ટક્કર | Donald Trump | Gustavo Petro

Kheda: માતરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો, બૂટલેગર બીજીવાર દારુ વેચાણ કરતો પકડાયો, પોલીસની કામગીરી પર સવાલ

 

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!