
Jamnagar Vantara Investigation: ગુજરાતના જામગનરમાં મોદીના હસ્તે થયેલા ઉદ્ઘાટન અંબાણીના પ્રાઈવેટ ઝૂ વનાતારા શંકાના ઘેરામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા(ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરીની તપાસ કરવા માટે એક ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. જેથી મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંત અંબાણીની મુશ્કેલીઓ વધી શકે છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ જે. ચેલમેશ્વરના નેતૃત્વ હેઠળની SIT ને વનતારાની કામગીરીની તપાસ કરવા ઉપરાંત, ભારત અને વિદેશથી પ્રાણીઓ, ખાસ કરીને હાથીઓને લાવવામાં વન્યજીવન સંરક્ષણ કાયદા અને અન્ય સંબંધિત કાયદાઓનું યોગ્ય રીતે પાલન કરાયું છે કે કેમ તેની તપાસ કરાશે. સાથે સાથે ક્યાથી લાવે છે. તે પણ તપાસ થશે. ન્યાયાધીશ પંકજ મિથલ અને પ્રસન્ના બી. વરાલેની બેન્ચે એક જાહેર હિતની અરજી પર વિચારણા કરતી વખતે આ આદેશ આપ્યો હતો.
SIT માં કોણ કોણ છે?
એડવોકેટ સીઆર જયા સુકિન દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલ(PIL)માં કેન્દ્ર સરકારની કામગીરી પર વ્યાપક આક્ષેપો કરવામાં આવ્યા છે. બેન્ચે જસ્ટિસ ચેલમેશ્વરના નેતૃત્વ હેઠળ રચાયેલી આ SITમાં ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રાઘવેન્દ્ર ચૌહાણ, મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને કસ્ટમ્સના વધારાના કમિશનર અનીશ ગુપ્તાને સભ્ય બનાવ્યા છે. બેન્ચે કહ્યું કે અમે દોષરહિત પ્રામાણિકતા અને ઉચ્ચ પ્રતિષ્ઠા ધરાવતા આદરણીય વ્યક્તિઓની વિશેષ તપાસ ટીમની રચનાનો નિર્દેશ આપવાનું યોગ્ય માનીએ છીએ, જેમની પાસે લાંબા સમયથી જાહેર સેવા છે.
શું તપાસ થશે?
સર્વોચ્ચ અદાલતે વનતારાની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. SIT અનેક મુદ્દાઓની તપાસ કરશે, જેમાં મુખ્યત્વે પ્રાણીઓનું સંપાદન, કાનૂની પાલન, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ, પર્યાવરણીય ચિંતાઓ, સંગ્રહ અને સંરક્ષણ, વન્યજીવન વેપાર નાણાકીય પાલન વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!