
Pakistani Couple Intrusion in Kutch Border: ગુજરાતની કચ્છ બોર્ડર પરથી પાકિસ્તાની પ્રેમી પંખીડા પકડતાં ઘૂસણખોરી કરતા પકડાઈ ગયા છે. તેઓએ ભારતીય સીમામાં ગેરકાયદેસર ઘૂસતાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પ્રેમીપંખીડાઓ સરહદની 60 કિલોમીટર અંદર ઘૂસી આવ્યા હતા. જોકે આટલે સુધી અંદર કેવી રીતે ઘૂસ્યા તેને લઈ સવાલ ઉભો થયા છે.
યુગલની પૂછપરછ કરતાં બંને સગીર વયના પ્રેમીઓએ કબૂલાત કરી હતી કે તેઓ પાકિસ્તાનના ઇસ્લામકોટના લાસરી ગામના છે. તેઓ લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તેમના પરિવારો તેમના સંબંધને અસ્વીકાર કરે છે, જેના કારણે તેઓ ભારત ભાગી ગયા હતા.
કચ્છ પોલીસના જણાવ્યા મુજબ તેમની પાસેથી કોઈ ઓળખ દસ્તાવેજો મળ્યા નથી. જોકે પૂછપરછ દરમિયાન તેઓએ ખુલાસો કર્યો કે તેઓ ઇસ્લામકોટના લાસરી ગામના છે. તેઓ મંગળવારે રાત્રે તેમના ગામથી ભાગી ગયા હતા અને પછી રણ પાર કરીને 60 કિલોમીટર દૂર ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા. જ્યારે તેઓ ગુજરાતના રતનપર ગામની સરહદ પર આવેલા સાંગવારી મંદિર પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ તેમને જોયા. તેઓ પહેલાં ક્યારેય ગામની આસપાસ જોવા મળ્યા ન હતા, જેના કારણે ગ્રામજનોને શંકા ગઈ. તેઓએ ખાદિર પોલીસ સ્ટેશનને જાણ કરી. બંનેની અટકાયત કરવામાં આવી હતી અને સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. તેઓ એક ટાપુ પર રોકાયા હતા અને વરસાદી પાણી પીધું હતું.
પોલીસે શું કહ્યું?
ખાદીર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજય સિંહ ઝાલાએ જણાવ્યું કે બંનેએ પોતાને મીર સમુદાયના હોવાનું જણાવ્યું. છોકરો 16 વર્ષનો છે અને છોકરી 15 વર્ષની છે. પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું કે તેઓ ચાર દિવસ પહેલા રાત્રે લગભગ 12 વાગ્યે ઘરેથી ભાગી ગયા હતા.
તેઓ મુસાફરી માટે તેમની સાથે થોડું ખાવાનું અને બે-ત્રણ લિટર પાણી પણ લઈ ગયા હતા. લગભગ 30 કિમીની મુસાફરી કર્યા પછી, તેઓ એક ટાપુ પર રોકાયા. અહીં તેઓએ વરસાદી પાણી એકઠું કર્યું અને પછી રણ પાર કર્યું.
સરહદ પારનો મુદ્દો આ પહેલો નથી
નોંધનીય છે કે સરહદ પાર કરવાનો આ પહેલો કિસ્સો નથી. આ વર્ષના માર્ચ મહિનામાં એક 18 વર્ષનો પાકિસ્તાની યુવક કચ્છના ખાવડા રાઇન વિસ્તારમાંથી પગપાળા ભારતમાં પ્રવેશતા પકડાયો હતો. તે કૌટુંબિક વિવાદને કારણે ઘરેથી ભાગી ગયો હતો. થોડા મહિના પહેલા, એક 17 વર્ષનો સગીર કૌટુંબિક વિવાદને કારણે પાકિસ્તાનથી કચ્છ સરહદ પાર કરતો પકડાયો હતો.
ઉલ્લેખનીય છે કે 60 કિમીની અંદર સુધી આવી ગયા પછી આ પ્રેમી યુગલ પકડાયું છે. જેથી સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. કેમ તેમને બોર્ડર પાસેથી પકડવામાં ના આવ્યા તેવા સવાલો થઈ રહ્યા છે. 60 કીમી સીમા અંદર ઘૂસી આવ્યા છતાં કેમ સુરક્ષા દળોને ખબર ના પડી?. હાલ તો કચ્છ પોલીસે પ્રેમી યુગલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશ પર બોમ્બમારો કર્યો, 30 લોકોના મોત, શું છે કારણ? | Pakistani Army
Bomb Blast: પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ પછી ગોળીઓ છૂટી, 10 લોકોના મોત, આખરે શું થઈ રહ્યું છે?









