Gujarat Marine Police: મોદીના વાતોના વડા, મરીન પોલીસની ખરાબ હાલત

Gujarat Marine Police: ગુજરાતની મરીન પોલીસ દરિયાઈ પેટ્રોલિંગ માટે ગંભીર પડકારોનો સામનો કરે છે, જેમાં બોટની અછત, ઈંધણનો અભાવ, સ્ટાફની ઉણપ, અને જર્જરિત ચોકીઓનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતની દરિયાઈ સુરક્ષા નબળી છે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001થી 2014 દરમિયાન દરિયાઈ સુરક્ષા અને કોસ્ટલ પોલીસની સ્થિતિ વિશે અનેકવાર ચર્ચા કરી હતી, ખાસ કરીને રાજ્યની લાંબી દરિયાકાંઠાની રજવાડી મહત્વને ધ્યાનમાં રાખીને. મોદીએ દાવો કર્યો હતો કે તેમની સરકારે દરિયાકાંઠે માછીમારી બંદરો, મેન્ગ્રોવ વાવેતર, અને બંદરોના આધુનિકીકરણ જેવા પગલાં લઈને સુરક્ષા અને વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. મોદીએ વારંવાર દાવો કર્યો હતો કે તેમની સરકાર વચનો પૂરાં કરવામાં વિશ્વાસ રાખે છે.જોકે, મોદીના આ દાવાઓ છતાં, કોસ્ટલ પોલીસની હાલતમાં ઘણી ખામીઓ રહી હોવાનું સામે આવ્યું છે

પોલીસકર્મીના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

દ્વારકા જિલ્લાનાં વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ક્ષત્રિય સમાજનાં એક યુવકે આપઘાત કર્યો હતો. મૃતક યુવકના પરિવારજનો અને ક્ષત્રિય સમાજનાં આગેવાનોનો આરોપ છે કે પોલીસકર્મીના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી છે. આરોપી પોલીસકર્મીએ મૃતક યુવકને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ (Drink and Drive) અને મારમારીનાં કેસમાં ફસાવી રૂપિયા 7000 પડાવી લીધાનો આરોપ પણ કર્યો છે. સાથે જ માનહાની થઈ હોવાની લાગણી સાથે યુવાને આપઘાત કર્યાનો દાવો કર્યો છે.

જાફરાબાદ મરીન પોલીસ મથક માટે 53 પોલીસ કર્મીઓની સ્ટેન્થ મંજુર

જાફરાબાદના પોલીસ ક્વાર્ટર ખાતે હાલમાં આ મરીન પોલીસ સ્ટેશન કાર્યરત થશે. જાફરાબાદ મરીન પોલીસ મથક માટે 53 પોલીસ કર્મીઓની સ્ટેન્થ મંજુર કરવામાં આવી છે.

ઓખામાં ટ્રેનિંગનો કેમ્પ

13 વર્ષ પહેલા 16 મરીન પોલીસ કર્મી સહિત 31 ને ટ્રેનિંગ અપાશે ઓખામાં આઇએનએસ યુધ્ધ જહાજના કમાન્ડો દ્રારા ગુજરાત મરીન પોલીસને સમુદ્ર સુરક્ષા ટ્રેનિંગનો કેમ્પ યોજવામાં આવ્યો છે.

મરીન પોલીસ કૉન્સ્ટેબલનો લાંચનો કિસ્સો

2024માં માંગરોલ મરીન પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ 6,500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો હતો. ચેકપોસ્ટથી પસાર થવા દેવા માટે લાંચ માંગી હતી.

ભાવનગરમાં 2009માં આપવામાં આવેલી એકમાત્ર બોટ બંધ હાલતમાં

ભાવનગરના 150 કિલોમીટરની દરિયાઇ કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની 2009માં આપેલી એકમાત્ર બોટ બંધ હાલતમાં છે. હોવાનું સામે આવ્યું છે.

સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઇ રીતે થઇ રહી છે ?

ભાવનગર મરીન પોલીસને દરિયામાં પેટ્રોલિંગ માટે 3 બોટ અપાઇ હતી. જેમાંથી 2 બોટ 12 ટનની અને એક 5 ટનની હતી. દરિયાઇ પેટ્રોલિંગ માટે 1.25 કરોડની ઇન્ટર-સેપ્ટર સિકયુરિટી વ્હિકલ સ્પીડબોટ અપાઇ હતી. પરંતુ હાલ આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી. ભાવનગર મરીન પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ લાંબા સમયથી બંધ છે. જેથી સાયકલ પર પેટ્રોલીંગ કરવું પડે એવી હાલત છે. તેમજ પાણીમાં તરી શકતા કચ્છના ખરાઈ ઉંટ આપવા જોઈએ.

2006થી ગુજરાત મરીન પોલીસ છે

2006માં ગુજરાતમાં મરીન પોલીસની રચના કરવામાં આવી હતી. 2008ના મુંબઈ હુમલાના આતંકવાદીઓ ગુજરાત સરહદથી કુબેર નામની બોટ વડે દેશમાં પ્રવેશ્યા હતા. કોઈને ખબર પડી ન હતી.

2019 સુધીમાં 26 ટકા ઓછો સ્ટાફ

2019માં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાએ કહ્યું કે 22 મરીન પોલીસ મથકને 30 ઇન્ટરસેપ્શન બોટ આપી હતી. 2019માં મરીન ટાસ્ક ફોર્સનું નામ બદલી કમાન્ડો ફોર્સ કરાયું હતું અને જણાવાવમાં આવ્યું હતુ કે, દરિયામાં સુરક્ષા માટે કચાસ નહીં રખાય. ફોર્સમાં 1,133 કર્મી, ડી.જી.પી. – ATS, 3 SP અને 9 DYSP છે. 2019 સુધીમાં 26 ટકા ઓછો સ્ટાફ હતો.

બીજા રાજ્યોમાં વધુ સંખ્યામાં મરીન પોલીસ સ્ટેશન

મહત્વનું છે કે, દેશમાં પ્રથમ એવી નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસીંગનું વડુ મથક ગુજરાતમાં દ્વારકામાં છે. 144 ટાપુ છે. સીસીટીવી સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે.પાકિસ્તાનથી વધુ દૂર આવેલા બીજા રાજ્યોમાં વધુ સંખ્યામાં મરીન પોલીસ સ્ટેશન રાજ્ય સરકારોએ સ્થાપેલા છે. જ્યારે ગુજરાતમાં ઓછા છે.

72 કિલોમીટર સુધી ધ્યાન રાખવું પડે

ગુજરાતનું એક મરીન પોલીસ સ્ટેશને 22 પોલીસ સ્ટેશન, 45 આઉટપોસ્ટ અને ચોકીઓ મળી એક પોલીસ સ્ટેશન દીઠ 72 કિલો મીટરના દરિયાઈ સરહદની સાચવણી કરવી પડે છે. તે માટે 2020માં 30 ઈન્ટરસેપ્ટ બોટ હતી.13 નવા પોલીસ સ્ટેશન બનવામાં આવી રહ્યાં છે. કર્ણાટકના દરિયા કિનારે એક પોલીસ સ્ટેશને 5 કિમીનો વિસ્તાર આવે છે. મહારાષ્ટ્રમાં આ વિસ્તાર 16 કિમી, તામિલનાડુમાં 25 કિમી અને ઓરિસ્સામાં 26 કિમી છે. આમ કર્ણાટકમાં એક પોલીસ સ્ટેશન 5 કિલોમીટરનો દરીયાના કાંઠે ધ્યાન રાખે છે. તેથી ગુજરાતમાં 90 પોલીસ સ્ટેશન હોવા જોઈએ પણ…

કયા રાજ્યમાં કેટલી સુરક્ષા

રાજ્ય – કિનારો કિ.મી. – પોલીસ મથક
ગુજરાત – 1640 – 22
કર્ણાટક – 320 – 62
મહારાષ્ટ્ર – 720 – 44
તમિલનાડુ – 1076 – 42
ઓરિસ્સા – 485 – 18
કેરળ – 580 – 18

ગુજરાત બોટ ખરીદતુ નથી

ગુજરાતમાં સુરત હજીરામા એલએન્ડ ટી હાઇ-સ્પીડ બોટ બનાવે છે. એક બોટ રૂ.27-30 કરોડમાં પડે છે. છતાં ગુજરાત ખરીદતુ નથી.

2019માં આવી હતી હાલત

ગુજરાત આંતરરાષ્ટ્રીય જળ સીમા પર છીંડા છે. દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી મરીન પોલીસની હદ આવે છે. જામનગર ખાતે તેનું વડું મથક ઊભું કરીને ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ કમાન્ડો હાલ શું કરે છે તે પોલીસ વડાને પણ ખ્યાલ નહીં હોય. કમાન્ડોને SRP ગૃપમાં આપી દેવાયા અને તેથી 2016માં તો વડું મથક ખાલી કરી દેવાયું હતું.

ઈંધણ ન હોવાના કારણે બંધ બોટ

મરીન કમાન્ડો ફોર્સને વિખેરી નાંખવામાં આવી હતી.
અનેક વખત મરીન પોલીસ માટે દરિયામાં પેટ્રોલીંગ કરવા માટે પેટ્રોલ કે ડીઝલ હોતું નથી. કેન્દ્ર સરકાર પૈસા આપે ત્યારે તેનાથી પેટ્રોલીંગ થતું રહ્યું છે. 2016માં તો 30 બોટમાંથી 25 બોટ ઈંધણ ન હોવાના કારણે બંધ પડેલી હતી.

2016ની ખરાબ હાલત

આણંદ જિલ્લાની ખંભાત, વડગામ, રાલેજ, ધુવારણ ખાતે 2008-09માં દરીયા કાંઠે મરીન પોલીસ ચોકી ઊભી કરાઈ હતી. જેમની પાસે આધુનિક હથિયારો અને સાધનો ન હતા. ખંભાતની ચોકી તો ભરતીના સમયે દરિયાના પાણીની વચ્ચે આવી જાય છે. રાલેજની પોસ્ટલ આઉટ પોસ્ટની હાલત પણ એવી થઈ ગઈ હતી. ધુવારણની પોલીસ ચોકી લગભગ બંધ જેવી હતી. બારી બારણાં કોઈ કાઢી ગયું હતું. વીજ જોડાણ પણ ન હતું. બારણાં સડી ગયા હતા. બારીના કાચ તૂટી ગયા હતા. ચોકીઓની આસપાસ ઝાડી ઝાખરાઓના કારણે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. દૂરબીન છે પણ બોટ નથી.

પીપાવાવ ચોકી બંધ

ભાવનગર વેરાવળ હાઇવે પર પીપાવાવ મરીન પોલીસ મથકની વિકટર પોલીસ ચોકી કેટલાક સમયથી જર્જરિત હાલતમાં રહી હતી. મરીન પોલીસ મથક દસ વર્ષ પહેલા સ્થાપવામાં આવ્યું હતું. અહીં ચોકી હોવાથી અનેક વખત ગેરકાયદે પ્રવૃતિ ઝડપાતી રહે છે. હાલ તો ચોકી બંધ હાલતમાં પડી છે.

2018માં કચ્છની કેવી હાલત

કચ્છ જિલ્લાના 4 મરીન પોલીસ મથક કંડલા, મુંદરા, માંડવી અને જખૌ ઉપર 200 સ્ટાફમાંતી માંડ 117 સ્ટાફ હતો. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય તે માટે મરીન પોલીસ છે. માંડવી મરીન પોલીસ માથક પાસે પેટ્રોલિંગ માટે બોટ નથી. ભાડે બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટમાંથી એક ચાલુ છે એક બંધ પડી છે. ડિઝલનો વપરાશ વધું હોવાથી સરકાર ડીઝલ આપતી નથી. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડીઝલ ન મળતું હોવાથી વારંવાર દિવસો સુધી પેટ્રોલિંગ થતું નથી. સ્ટાફની અછત છે. 4 પોલીસ માથકો અદ્યતન આધુનિક સાધનો તો છોડો પણ સ્ટાફાથી સજ્જ નથી. રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે.

2014 પછી કચ્છ ક્રીક વિસ્તારમાં ઘુસણખોરી વધી

જખૌથી કોટેશ્વર સુધીના 70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા નથી. જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ અપાયા બાદ મરીન પોલીસ માથકોમાં કોઈ એલર્ટ ન હતું. આતંકવાદીઓ માટે કચ્છનો માર્ગ મોકળો હોય તેવી સ્થિતી છે. 2014 પછી કચ્છ ક્રીક વિસ્તારમાં ઘુસણખોરી વધી છે. પાકિસ્તાન, બાંગલાદેશ, કાશ્મીરના લોકો અહીં પકડાયા છે. બિનવારસી બોટ મળી આવવાની ઘટના વધી છે.

ઊંટ પર બેસીને પેટ્રોલીંગ

4 પોલીસ મથક વચ્ચે જખૌ મરીન પાસે 1 ઊંટ હતું તે પણ મૃત્યું પામ્યું હતી. ઊંટ પર બેસીને પેટ્રોલીંગ કરતાં હોય છે. માંડવી મરીન કાંઠાળ વિસ્તાર છે. તેમની પાસે ઊંટ હોવું જોઈએ તે ન હતું.

સરહદ પર પોલીસ ધ્યાન આપી શકતી નથી

મરીન પોલીસને દારુ પકડવા તેવી કામગીરી પણ કરવી પડે છે. કોઈ ચોરી થઈ હોય તો તે માટે પણ કમ કરવું પડે છે. આમ કાયદો વ્યવસ્થાની કામગીરી પણ કરવી પડે છે. તેથી સરહદ પર પોલીસ ધ્યાન આપી શકતી નથી. દુશ્મન દેશ પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્ત્વ વધી જાય છે. રણ સરહદે બીએસએફ છે. જયારે દરિયાઈ સીમા પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ કરાય છે.

કંડલા મરીન પોલીસ મથક પાસે 8 મરીન કમાન્ડોની જરૂરિયાત સામે 4 છે

કંડલામાં દરિયાઈ પેટ્રોલિંગ માટે 1 ઈન્ટર સેપ્ટર બોટ છે. મુંદરા અને જખૌ મરીન પાસે 2 સ્પીડ બોટ છે. કંડલા મરીન પોલીસ મથક પાસે 8 મરીન કમાન્ડોની જરૂરિયાત સામે 4 છે. માંડવી પાસે કોઈ બોટ ન હતી. મરીન પોલીસ માછીમારોની નોંધણી કરીને દરિયોમાં જવાની મંજૂરી આપે છે.

કચ્છ કમાંડોના હવાલે

જખૌ, મોહાડી, પિંગલેશ્વર અને સિંધોડી ખાતે દરિયાઇ વિસ્તારમાં સૌ પ્રથમ 20 જેટલા મરીન કમાન્ડો કેન્દ્ર સરકાર દ્વારા મુકાયા છે. જખૌ મરીન પોલીસ હસ્તક 20 કમાન્ડો મુકાયા છે. જેમાં 10 જખૌ બંદરે, 5 મોહાડી, 4 પિંગલેશ્વર અને 2 કમાન્ડોને સિંધોડી ખાતે મુકાયા છે. બોટોની પણ તપાસ સાથે કમાન્ડો ટુકડીઓએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. પેટ્રોલિંગ માટે 2 બોટો અપાઈ છે. દરમ્યાન વિવિધ એજન્સીઓ, કોસ્ટગાર્ડ દ્વારા 2 સ્પીડ બોટો ઉપરાંત હોવરક્રાફટ જખૌ કોસ્ટગાર્ડ દ્વારા અને બી.એસ.એફ. ઉપરાંત જોઇન્ટ પેટ્રોલિંગ થાય છે.

વલસાડ મરીન પોલીસ અસુરક્ષિત

17 કિલોમીટરની વલસાડ જિલ્લાની દરિયાઈ સુરક્ષા માટે ઓક્ટોબર 2016માં આતંકવાદી હુમલાની દહેશત હતી ત્યારે વલસાડ જિલ્લામાં મરીન પોલીસ દરિયામાં પેટ્રોલિંગ નથી કરી શકતી ન હતી. હથિયાર અને સ્પીડ બોટ ન હતી.

ફોન બંધ

ઉના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ફોન લાંબા સમયથી જાન્યુઆરી 2019માં બંધ હતો.

જામનગર

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો જામનગર જિલ્લાનો 100 કિલો મીટરનો છે. જ્યાં 27 ફેબ્રુઆરી 2019માં 3 હાઈસ્પીડ બોયો છે. 3 પાળીમાં 37 પોલીસ છે. 22 કિ.મી. ઉંડે દરિયામાં જવું પડે છે. 9 ટાપુ પર પેટ્રોલીંગ કરવું પડે છે. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ અને દ્વારકા જગતમંદિર અને પોરબંદરમાં આવેલા કિર્તી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે.

વેરાવળ સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની 70 માઈલ દરિયાની સુરક્ષા માટે 20 મરીન કમાન્ડો આપવામાં આવ્યા છે. તેમાંથી 10 કમાન્ડો સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા 10 કમાન્ડો નવાબંદર મરીન પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યા છે. મરીન પોલીસની સાથે રહી જિલ્લાના દરિયા કાંઠાના લેન્ડીંગ પોઇન્ટો, બંદરો-જેટીઓ સહીતના વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી 28 ફેબ્રુઆરી 2019માં કરી રહ્યાં છે.

પોરબંદરમાં નૌકાદળના જહાજ

20 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયું છે કે, પોરબંદરના દરિયાકાંટે મીડિયમ રેન્જની નેવલ સ્કવાર્ડન મુકવામાં આવશે. જેથી નૌકાદળના વિમાનો 24 કલાક દરિયાકાંઠા વિસ્તારમાં નજર રાખશે. યુનિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગુજરાત સહિત 3 નેવલ એર સ્ક્વોર્ડ્રનને મંજરી આપી છે. જેથી હવે ગુજરાતના 1600 કિમી દરિયાકાંઠા પર નૌકાદળના વિમાનોની 24 કલાક બાજ નજર રહેશે. ડોર્નિયર જે ઈન્ડિયન નેવીને દરિયાકિનારે આતંકવાદને નષ્ટ કરવા વિવિધ ઓપરેશનમાં ટારગેટિંગ ડેટા આપશે.

સુરક્ષા

પોરબંદરનો દરિયા કિનારો આતંકીઓ માટે પ્રવેશ દ્વારા જેવો છે. નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. મોટા ભાગની ફિશિંગ બોટનું પણ ચેકિંગ થઇ રહ્યું છે. મરિન કમાન્ડો હાઇ એલર્ટ પર છે. તેની સાથે સાથે નેવી અને એરએન્ક લેવલના વિમાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. માછીમારી ન કરવા સૂચના અપાઇ છે. દ્વારકાને હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વાહનો અને અજાણ્યા શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. લોકોને પણ કોઇ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. બોટ માલિકને કોઈ પણ અજાણી બોટ કે અજાણ્યા શખ્સો દેખાય તો તુરંત જાણ કરવા આદેશ આપ્યો છે.

મોદીના વચનો

7 ઓક્ટોબર 2017માં દેશની પહેલી મરીન પોલીસ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખોલવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં કરી હતી. પણ પોલીસ પાસે સાધનો જ નથી ત્યાં નવા સંશોધન કઈ રીતે કરી શકાશે ?

આ પણ વાંચો:

 Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી

Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત

Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો

Tejashwi Yadav Dance Video: પટના મરીન ડ્રાઇવ પર તેજસ્વી યાદવનો ડાન્સ, કહયું- “હું મોદીજીને પણ નચાવું છું”

Punjab AAP MLA Arrested: દુષ્કર્મના આરોપી AAP ધારાસભ્ય પોલીસ કસ્ટડીમાંથી ફરાર, પોલીસ પર કર્યો ગોળીબાર

Gujarat Rain Forecast: ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું હશે વાતાવરણ?

Related Posts

Vadodara: ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર મુખ્ય આરોપીનું ભાજપ નેતાઓ સાથે કનેક્શન, શું આરોપીઓને રાજકીય બચાવ મળશે?
  • September 3, 2025

Vadodara: ગણેશ ચતુર્થી દરમિયાન વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાર્ક યુવક મંડળની ગણેશજીની આગમન યાત્રા દરમિયાન પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટનામાં વડોદરા પોલીસે અત્યાર સુધી…

Continue reading
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
  • September 3, 2025

 અહેવાલ: ડૉ. જયનારાયણ વ્યાસ Britain-China: ડ્રગ્સ તસ્કરી અને માફિયાઓના નામો અવારનવાર માધ્યમોમાં ચમકતા રહે છે. એમનો કાળો કારોબાર આખી દુનિયામાં ફેલાયેલો છે અને ભલભલી સરકારો એમના સામર્થ્ય આગળ નતમસ્તક થઈ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: પત્નીએ કહ્યું ગરમા ગરમ સમોસા લઈ આવો, પતિએ કહ્યું મારા પૈસા પડી ગયા, પછી જે થયું….

  • September 4, 2025
  • 5 views
UP: પત્નીએ કહ્યું ગરમા ગરમ સમોસા લઈ આવો, પતિએ કહ્યું મારા પૈસા પડી ગયા, પછી જે થયું….

UP News:’500 આપ તો કૂદી જાઉં’ શરત જીતવા માટે નદીમાં કૂદી પડ્યો યુવક, જુઓ ભયાનક વીડિયો

  • September 4, 2025
  • 6 views
UP News:’500 આપ તો કૂદી જાઉં’ શરત જીતવા માટે નદીમાં કૂદી પડ્યો યુવક, જુઓ ભયાનક વીડિયો

Bihar: પતિએ બીજી પત્ની સાથે મળીને પહેલી પત્નીની કરી હત્યા, લાશને નદી કિનારે રેતીમાં દાટી

  • September 4, 2025
  • 7 views
Bihar: પતિએ બીજી પત્ની સાથે મળીને પહેલી પત્નીની કરી હત્યા, લાશને નદી કિનારે રેતીમાં દાટી

Bihar: મા-બહેનની ગાળો બોલી બિહાર બંધ કરાવવા નીકળ્યા ભાજપ નેતાઓ!, જુઓ વીડિયો

  • September 4, 2025
  • 9 views
Bihar: મા-બહેનની ગાળો બોલી બિહાર બંધ કરાવવા નીકળ્યા ભાજપ નેતાઓ!, જુઓ વીડિયો

 Himmatnagar: ‘હું આર્મીમાં અને મારા માસા પોલીસમાં છે’, ગાડીના કાળા કાચ મામલે આર્મી જવાન-પોલીસ વચ્ચે મારામારી

  • September 4, 2025
  • 28 views
 Himmatnagar: ‘હું આર્મીમાં અને મારા માસા પોલીસમાં છે’, ગાડીના કાળા કાચ મામલે આર્મી જવાન-પોલીસ વચ્ચે મારામારી

Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

  • September 4, 2025
  • 35 views
Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો