10 લાખ લોકોને કુતરાઓએ કરડી ખાધા, 600 કરોડનો ખર્ચ | dogs bites | Gujarat |

Gujarat dogs bites: ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ વધી ગઈ છે. શરીએ શરીએ કુતરાઓના ટોળાઓ લોકો માટે ખતરો બની રહ્યો છે.

ખર્ચ
3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડ્યા છે .એક કુતરું કરડે છે એટલે માણસની સારવાર પાછળ એકથી બે હજાર રૂપિયાનું સરેરાશ સરકાર અને પ્રજાને ખર્ચ થાય છે. તે હિસાબે રૂ. 100થી 200 કરોડનું ખર્ચ માણસને સારવાર અને વેક્સીનનો ખર્ચ થાય છે. તેની સાથે માણસનો સમય અને નોકરી ધંધા પર ન જઈ શકતાં બીજા એટલાં જ અને શહેરની સરકારો ખસીકરણ માટે એટલું જ ખર્ચ કરે છે. આમ ગુજરાતમાં કુતરા હવે મોંઘા પડી રહ્યાં છે. રૂ.300 કરોડથી 600 કરોડનો ખર્ચ થાય છે. સરેરાશ એ માણસે રૂ. 100નો ખર્ચ થાય છે.

ઉપાય
કુતરાનો સારો ઉપાય એ છે કે, કરડતા કુતરાને પકડીને દીપડાઓ જે જંગલમાં રહેતા હોય ત્યાં છોડી દેવા જોઈએ. જેથી દુધાળા પશુઓનો શિકાર બચાવી શકાય અને કુતરાને તેના ખોરાક તરીકે આપી શકાય.

નિષ્ફળ તંત્ર
ગુજરાતમાં વર્ષ 2022થી 2024 સુધીના ત્રણ વર્ષ અને 2025ના જાન્યુઆરી માસ મળીને રાજ્યમાં કૂતરા કરડવાના કુલ 8,94,679 ઘટનઓ બની છે. એકલદોકલ બાળકો-વૃદ્ધો ઉપર પણ હવે હુમલો કરતા કૂતરાઓનો આટલો ઉત્પાત છતાં રાજ્ય સરકાર આટલી ખરાબ સ્થિતિને નિયંત્રણમાં લઇ શકી નથી અને 2025ના જાન્યુઆરી મહિનામાં જ 53,942 નાગરિકોને કૂતરા કરડ્યા છે.

ગામડાઓમાં સરપંચ અને શહેરના મેયર કુતરા કરડવા જેવી બાબતથી પણ મુક્તિ અપાવી શકતા નથી. રસ્તા પર જતા વ્યક્તિ કે વાહન ચાલકને કૂતરાના ત્રાસથી ડરતા રહેવું પડે તેવી સ્થિતિ છે.

લોકસભા
લોકસભામાં એક સવાલના જવાબમાં રજૂ કરાયેલા આંકડા ચોંકાવનારા છે કારણ કે દર વર્ષે કુતરા કરડવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં રોજના સરેરાશ 1800 લોકોને કૂતરા કરડે છે. તે જોતા મહાનગરોમાં કુતરા પકડવાનું કે તેના ખસીકરણની કામગીરી કેટલી કંગાળ હશે તે સ્પષ્ટ છે. કેટલાક રાજ્યને બાદ કરતા ગુજરાતમાં કુતરા કરડવાનું પ્રમાણ વધારે હોવાનું પણ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે.

દેશ
2025ના જાન્યુઆરીના આંકડા મુજબ ગુજરાતમાં કૂતરા કરડવાના 53,942 બનાવ સામે બિહારમાં 34,442 દિલ્હીમાં3196, કર્ણાટકમાં 39,437 મધ્યપ્રદેશમાં 16,170 મહારાષ્ટ્રમાં 56,538 રાજસ્થાનમાં 15,062 અને ઉત્તરપ્રદેશમાં 20,478બનાવ બન્યા હતા.

કેન્દ્રના પશુપાલન વિભાગે બેંગલુરુ મહાનગરે કૂતરાઓની સંખ્યા નિયંત્રિત કરવા કરેલી કામગીરીની ખાસ નોંધ લીધી છે. ખસીકરણની ટકાવારીમાં 20 ટકા જેટલી સિદ્ધિ થઇ છે. તેથી કૂતરાઓની વસતીને અને જન્મ નિયંત્રણ અંકુશમાં લઈ શકાય છે.

 

આ પણ વાંચોઃ Somnath: તંત્રનું જુલમ, પહેરેલા કપડે લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા, રેલવે સ્ટેશનની બાજુમાં શું થઈ રહ્યું છે?

આ પણ વાંચોઃ આણંદના ભાજપ નેતાનો પુત્ર વડોદરમાં દારુ પીતા ઝડપાયો, મિત્રો સાથે ચાલુ કારમાં દારૂ પાર્ટી માણી | Vadodara

આ પણ વાંચોઃ વક્ફ બીલનો ગુજરાત સહિત દેશભરમાં વિરોધ, મુસ્લીમ સમુદાય શું કહે છે? | Waqf Bill

આ પણ વાંચોઃ Jamnagar: સુમરા ગામે માતા કૂવામાં 4 બાળકો સાથે કૂદી, નાણાંની તંગીએ જીવ લીધો!

આપણ વાંચોઃ DEESA: ફટાકડા ફેક્ટરીમાં રીકન્સ્ટ્રક્શન, આરોપી પિતા પુત્ર સાથે રખાયા

 

 

Related Posts

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
  • August 7, 2025

Bhavnagar: ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

  • August 7, 2025
  • 5 views
Jammu-Kashmir: CRPF જવાનો ભરેલું વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 19 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 9 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 31 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 17 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 32 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો