Gujarat News: ગુજરાતમાં 15 લાખ વાહનોમાં ડ્રાઈવરની વિગતો નહીં, મુસાફરોની સુરક્ષા પર સવાલ

અહેવાલ: દિલીપ પટેલ

Gujarat News: ગુજરાતના અમદાવાદ શહેર સહિત તમામ શહેરોમાં ઓટો રિક્ષા, ટેક્સી, કેબનું સંચાલન કરતા માલિકોએ વાહનની અંદર અને પાછળ માલિકનું નામ લખવું કાયદાકીય ફરજિયાત હોવા છતાં લખાતું નથી. ઓટો રિક્ષાની સંખ્યા 11 લાખ છે. 3 લાખ કેબ, મેક્ષી, ટેક્સી છે. બીજા વાહનો ગણતાં 15 લાખ વાહનો છે જેમાં ડ્રાઈવરનું નામ અને ફોન નંબર સીટની પાછળ લખવા જોઈએ. તેમાં મુસાફરી વહનમાં ગેરકાયદે ચાલતા 1 લાખ છકડા રિક્ષાઓનો સમાવેશ થતો નથી. આ તમામ વાહનોમાં ડ્રાઈવરનું નામ અને ફોન નંબર લખવા આદેશ કરવો પડ્યો છે.

ગુજરાત વાહન વ્યવહાર વિભાગની વેબસાઈટ અપડેટ નહીં

ગુજરાત સરકારની વાહન વ્યવહારની જાહેર વેબસાઈટ 2019થી નવી વિગતો જાહેર કરતી નથી. ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સહાયક રાજ્ય કક્ષાના પ્રધાન હર્ષ રમેશકુમાર સંઘવી પોતે વાહનવ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. તેમના વિભાગમાં જ આવી અરાજકતા છે.

વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓની નિષ્ફળતા

બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ રમેશચંદ મીના છે. તેઓ પ્રજાને માહિતી આપતી વેબસાઈટ અપટેડ રાખવામાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. વેબસાઈટ પર પોતાનું નામ મૂકી દીધું છે પણ નાગરિકોને ઉપયોગી માહિતી 2019 પછી મૂકી નથી. વાહન વ્યવહાર વિભાગના કમિશનર અનુપમ આનંદ છે. બન્ને આઈએએસ અધિકારીઓ પ્રજાનું જાહેર માહિતીનું રક્ષણ કરી શકતા નથી. હવે તેઓ જાહેર મુસાફરી વાહનો અંગે જાહેરનામું જાહેર કરી રહ્યાં છે.

મુસાફરો સાથે બની રહ્યા છે ગંભીર ગુનાઓ

મુસાફરો સાથે છેતરપિંડી, ખિસ્સા કાતરવા, મોબાઇલ ચોરી અન્ય કિંમતી સામાનની ચોરી, ચીલઝડ૫, લુંટ, ઘાડ, મહિલા, બાળકોની છેડતી અને અપહરણ જેવા ગંભીર પ્રકારના બનાવો બનતાં આવ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશ્નરનો આદેશ

મુસાફરો સહેલાઇથી જોઇને વાંચી શકે તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે વાહન નંબર, વાહન માલિકનું નામ લખેલું હોવું જોઈએ એવું અમદાવાદ પોલીસ કમિશ્નરે આદેશ કરવો પડ્યો છે.

વાહનની અંદર પોલીસ કંટ્રોલના નંબરો અને હેલ્પલાઈન નંબર કાયમી ટકી રહે તે રીતે લખેલા હોવો જોઈએ.
લોકોના જાન અને સલામતીને થતું જોખમ નિવારવા અને લોકોને સુરક્ષા આપવા માટે આ નિયમો છે.

વાહન ચાલકની સીટની પાછળ આટલી વિગતો હોવી જરુરી

વાહન ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજી ભાષામાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ નંબર અને હેલ્પલાઈન નંબર મોબાઈલ નંબર મોટા અક્ષરે લખેલા હોવા જોઈએ.

આ લખેલું હોવું જોઈએ

Vehicle No:
Owner’s Name:
Driver’s Name:
Police Helpline No: 100
Women’s Helpline No: 181
Traffic Helpline No: 1095

2019માં જાહેર મુસાફરીના વાહનો
પેસેન્જર વ્હીકલ સ્કુલ બસ – 9187
બસ – 68165
મેક્સી કેબ – 53117
ખાનગી સેવા વાહનો – 8804
ટેક્સી – 89358
ઓટો રીક્ષા – 848423
એમ્બ્યુલન્સ – 10812
ટ્રેઇલર – 393045

આ પણ વાંચો:  

PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”

Indian Citizen in US: અમેરિકામાં કુહાડીના ધડાધડ ઘા ઝીંકી બારડોલીના યુવકનું માથું ધડથી છૂટું કરી દેવાયું

Ahmedabad: શું અમદાવાદના ગુંડાઓને પોલીસનો ડર જ રહ્યો નથી!, પોલીસ સ્ટેશન નજીક વધુ એક યુવકને પતાવી દીધો

Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત, 15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

  • October 27, 2025
  • 3 views
Ahmedabad Accident: કણભા પાસે ટ્રિપલ અકસ્માત,  15થી વધુ ઈજાગ્રસ્ત,ત્રણના મોત

Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

  • October 27, 2025
  • 1 views
Russia:  રશિયાએ અમર્યાદિત રેન્જ સાથે અદ્રશ્ય રહેતી પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કરતા ખળભળાટ,વિશ્વભરમાં ચિંતા

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 7 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ 100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 10 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 8 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”