
Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના બાળકોને લઈ રસ્તા પર આવી ગયા છે. સરકાર સામે આજીજી કરી રહ્યા છે કે અમને સુવિધા કરી આપો. જો કે તંત્ર એકનું બે થવા તૈયાર નથી. ત્યારે હવે અમદાવાદની જેમ જ જૂનાગઢમાં પણ મેઘા ડિમોલિશન હાથ ધરાયું છે.
આજે 30 એપ્રિલની વહેલી સવારથી જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં તંત્રએ દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરી છે. 3 ડીવાયએસપી, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જૂનાગઢ ધારગઢમાં 100થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે.
બીજી તરફ ઉપરકોટમાંથી પણ દબાણો દૂર કરાઈ રહ્યા છે. ઉપરકોટ કિલ્લામાંથી 59થી વધુ ગેરકાયદે બાંધેલા ઘરો તોડી પાડવામાં આવ્યા છે.
View this post on Instagram
બેટી તો રોડ પર છે
જૂનાગઢની મહિલાઓ રડતાં રડતાં કહી રહી છે કે બેટી બચાવો બેટી પઢાવો ક્યા છે, બેટી તો રોડ પર છે. અમારા છોકરા ભણવા ક્યા જાય. અમને મકાનોની વ્યવસ્થા કરી આપો. અમે રોડ પર આવી ગયા છીએ. સુવિધા કરી આપો ગમે ત્યા. રોડ પર રહીંએ અને રોડ પર ખાઈએ છીએ. જો કે તેમ છતાં નિર્દય તંત્ર તેમની પુકાર સાંભળી રહ્યું નથી.
આ પણ વાંચોઃ
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?