
અહેવાલ: સરિતા ડાભી
Gujarat politics:ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી, પરંતુ આ વખતે પરંપરાગત પત્રકાર પરિષદના બદલે સીધી ‘એક્સ‘ (ટ્વિટર) પ્લેટફોર્મ પર જાહેરાત કરવામાં આવી. અનિયમિત વરસાદથી પાકના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ રાહત આપવાની ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈલીને અનુસરતી જણાય છે, જેમાં મીડિયાના સીધા સવાલોથી બચવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે.આ જાહેરાત પત્રકારોની હાજરી વિના થયા કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
પત્રકારોના સવાલોથી બચવા માટે સરકારનો પ્રેસ કોન્ફરન્સ પર પડદો?
કોંગ્રેસ અને આપ પાર્ટીઓએ ‘એક્સ’ પરથી જ સવાલો ઉઠાવવા લાગ્યા છે કે, “પેકેજ ક્યારે અમલમાં આવશે? કેટલા ખેડૂતોને લાભ મળશે? પારદર્શિતા ક્યાં છે?”
ખેડૂતોની મુખ્ય માંગ
સરકાર આ રાહત પેકેજને ‘ઐતિહાસિક’ ગણાવી રહી છે અને કહે છે કે આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે પરંતુ નુકસાનીના સામે આ કંઈ નથી જેથી ખેડૂતોની સંપૂર્ણ ઋણ માફીની માંગ છે જેનો પેકેજમાં સમાવેશ નથી, જેના કારણે ‘આ છેલ્લું પેકેજ હોવું જોઈએ કે વધુ જરૂર છે?’ જેવા પ્રશ્નો ઉઠ્યા છે.
ઉદ્યોગપતિઓના ઋણ માફી સાથે તુલના?
અદાણી જેવા ઉદ્યોગપતિઓના કરોડોના ઋણ માફ થયા, જ્યારે ખેડૂતોને ‘લોલીપોપ‘ આને ‘અસમાનતા’ કહીને સવાલ ઉઠાવાયો.
અમલીકરણ અને પારદર્શિતા કેવી?
પત્રકાર પરિષદ વિના ‘એક્સ’ પર જાહેરાતથી પારદર્શિતા પર શંકા ઉભી થઈ છે.કેટલાક પત્રકારોએ આને ‘લોકશાહી પર હુમલો’ ગણાવ્યો છે.આ વલણ 2020થી ચાલુ છે, જ્યારે કોવિડ સમયમાં સરકારે પ્રેસ બ્રીફિંગ બંધ કરીને સોશિયલ મીડિયા પર લાઈવ અને રેકોર્ડેડ વીડિયોનો આધાર લીધો હતો. હવે તેને કાયમી નીતિ બનાવવાનો પ્રયાસ થતો દેખાય છે. મીડિયા વિશેષજ્ઞો કહે છે કે આથી સરકારને જવાબદારીથી બચવાની તક મળે છે, કારણ કે ‘એક્સ’ પર સવાલોનો જવાબ આપવો ફરજિયાત નથી.
લોકશાહી માટે ઘાતક
“ખેડૂત સંગઠનોએ માંગ કરી છે કે અમલીકરણ પારદર્શક હોવું જોઈએ. આ લોકશાહી માટે ઘાતક છે, કારણ કે જાહેર જવાબદારી વિના નિર્ણયો અધરા રહે છે.
આ પણ વાંચો:
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….
UP: યોગીનું નવુ ‘રામરાજ્ય’ મોડલ, જાહેરમાં મહિલા સાથે દુર્વ્યવહાર, પછી યુવક નીકળ્યો યુવતીનો…








