
Gujarat politics: હાલમાં ભાજપના નેતાઓ જ વિરોધપક્ષની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. એક બાદ એક નેતાઓ પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે. તેમજ તેઓ છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને સિસ્ટમમાં રહેલી ખામીઓની પોલ ખોલી રહ્યા છે. જેમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ વિપુલ દુધાત જેવી કાકડિયા તેમજ સાંસદ મનસુખ વસાવા સહિતના સાંસદ તેમજ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
હાર્દિક પટેલે સરકાર સામે બાયો ચઢાવી
પાટીદાર આંદોલન બાદ ચર્ચામાં આવેલ અને હાલ વિરમગામમાં ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિરમગામમાં ગટરની સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. એટલું જ નહીં હાર્દિક પટેલે જનતાની સમસ્યાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી જો કે તેઓ આ વિસ્તારના ધારાસભ્ય છે અત્યાર સુધી પોતાના વિસ્તારની સમસ્યાઓ તેમને નહોતી દેખાતી તેઓ ક્યારેય પોતાના વિસ્તારની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ નહોતો કર્યો ક્યારેય તંત્ર સામે કે સરકાર સામે અવાજ નહોતો ઉઠાવ્યો પરંતુ હવે અચાનક તેઓ જાગ્યા છે અને તેમને હવે અહેસાસ થયો કે, તેઓ પ્રજાના પ્રતિનિધી છે અને તેમને પ્રજાની સમસ્યાઓનો હલ કરવો જોઈએ. જેથી લોકો કહી રહ્યા હતા કે, હાર્દિકને હવે મંત્રી બનવું છે એટલે પત્ર લખી પોતાના વિસ્તારની માંગ ઉઠાવીને સરકારને બાનમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે.
વિપુલ દુધાત દેશી દારૂની ભઠ્ઠીનો વીડિયો કર્યો વાયરલ
અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો ભાજપના નેતા વિપુલ દુધાત દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં તેમણે સ્થાનિક પોલીસની કામગીરી પર ગંભીર શંકાઓ ઉભી કરી છે. આ ઘટનાએ ન માત્ર પોલીસ વિભાગની કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઉભા કર્યા છે, પરંતુ ભાજપની અંદરોની રાજકીય ગતિવિધિઓમાં પણ હલચલ મચાવી છે.
વીડિયોમાં શું છે?
વાયરલ થયેલા વીડિયોમાં લીલીયા પંથકમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો આરોપ વિપુલ દુધાતે લગાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી ફેલાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ અને ચર્ચાઓનો દોર શરૂ થયો છે. આ ઘટનાએ પોલીસની નિષ્ક્રિયતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઢીલી કામગીરીના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ભાજપ નેતાના મુખ્યમંત્રીને પત્ર
વિપુલ દુધાતે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોશિયલ મીડિયા મારફતે પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે. તેમણે મુખ્યમંત્રીને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે IPS અધિકારી હસમુખ પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરીને આ મામલે તપાસ અને કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાએ રાજ્ય સરકારના વહીવટી તંત્ર પર પણ દબાણ વધાર્યું છે.
ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને લખ્યો પત્ર
સિંહોના અપમૃત્યુ અંગે ધારાસભ્ય હિરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખ્યો હતો અને વનવિભાગના અધિકારીઓએ યોગ્ય તપાસ ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે અમરેલીના સિંહ બાળના મોતને મામલે જે.વી. કાકડિયાએ પણ વનમંત્રીને પત્ર લખ્યો હતો.
ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. માવજી દેસાઈએ મુખ્યમંત્રી અને કષિમંત્રીને પત્ર લખીને ખેડૂતોને જરુરિયાત સમયે યુરિયા ખાતર ન મળતું હોવાનું જણાવ્યું હતું. અને તેમને ખેડૂતો માટે ખાતરની માંગ કરી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સી.એમ.ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સી.એમ.ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો અને તેમણે ધાણીખૂટ નજીક બેડા કંપની નજીકનો જર્જરીત થતા મોટા વાહનોનો વાહનવ્યવહાર બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવા સી.એમ.ને રજુઆત કરી હતી.
ભાજપના જ ધારાસભ્યો હવે તંત્ર સામે કેમ અવાજ ઉઠાવી રહ્યા છે ?
વિપુલ દુધાત જ નહીં પક્ષના અન્ય નેતાઓમાં પણ અસંતોષનો સૂર ઉઠવા લાગ્યો છે. ખાસ કરીને, હાર્દિક પટેલ સહિતના ભાજપના કેટલાક નેતાઓ હવે પક્ષની આંતરિક નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવી રહ્યા આ નેતાઓને ભય છે કે જો તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો મુદ્દે અવાજદ ઉઠાવશે નહીં તો વિસાવદર વાળી થશે. એટલા માટે જે લોકો વર્ષોથી પોતાના વિસ્તારમા જે પ્રશ્નો છે તે મુદ્દે બોલતા નહોતા તે હવે બોલી રહ્યા છે અને છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી રહ્યા છે. હાર્દિક પટેલ, જેઓ પોતે પાટીદાર સમાજના પ્રભાવશાળી નેતા છે, તેમણે પણ આ મુદ્દે પક્ષની આંતરિક ગતિવિધિઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
પક્ષના નેતાઓ વિરોધપક્ષની ભૂમિકામાં આવતા ભાજપની મુશ્કેલી વધી
આ ઘટનાએ ભાજપની અંદરો અંદરના અસંતોષને વધુ ઉજાગર કર્યો છે. વિપુલ દુધાત અને હાર્દિક પટેલ જેવા નેતાઓનો પક્ષની નીતિઓ અને વહીવટી નિષ્ફળતાઓ સામે અવાજ ઉઠાવવો એ ભાજપની આંતરિક એકતા પર પ્રશ્નો ઉભા કરે છે. વિસાવદરની ઘટનાને લઈને પક્ષના નેતાઓમાં ચિંતા વધી છે, કારણ કે આવી ઘટનાઓથી વિરોધી પક્ષોને પક્ષની નબળાઈઓનો લાભ લેવાની તક મળી શકે છે. અત્યાર સુધી ભાજપના ધારાસભ્યો મતદારોની સતત અવગણના કરી રહ્યાં હતાં પરંતુ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. હવે લોકો પોતાના વિસ્તારની સમસ્યાને લઈને પ્રતિનિધીઓનો ઉધડો લઈ રહ્યા છે અને તેમનો વિરોધ કરી રહ્યા છે અને વિસાવદરવાળી કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે જેથી હવે એવું લાગે છે કે, પ્રજાના પ્રતિનિધીઓને સમજાઈ ગયું છે કે, હવે પ્રજા જાગી ગઈ છે અને જો આપણે પ્રજાના પ્રશ્નો મુદ્દે નહીં બોલીએ તો પ્રજા જાકારો આપશે, આ સાથે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ઘણા નેતાઓને મંત્રી પદની લાલચ પણ હોય.. પરંતુ હાલમાં પક્ષના નેતાઓ વિરોધ પક્ષની ભૂમિકામાં આવતા ભાજપ સરકાર સામે મુશ્કેલી ઉભી થઈ છે.
આ પણ વાંચો:
Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
Surendranagar: મૂકબધિર પિતાએ સગી દીકરીને જ હવસનો શિકાર બનાવી, સગીરા ગર્ભવતી થતા ફૂંટ્યો ભાંડો