
Gujarat: સાબરકાંઠામાં ભાજપ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ સેલ્ફી લેવા અને રિલ્સ બનાવવા સાબરમતીના ભયાનક વહેતા પ્રવાહ પાસે પહોચ્યાં, આ ઘટનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 68 વર્ષની ઉંમરે પણ નેતાને સેલ્ફી અને રિલ્સનો જોરદાર શોખ.
અત્યારના સમયમાં લોકો રિલ્સ બનાવવા માટે જોખમ ઉઠાવતા હોય છે. અને અકસ્માતનો શિકાર બની જાય છે. ફેમસ થવાના ચક્કરમાં જીવ જોખમમાં મૂકી દેતા હોય છે આવી કેટલીક ઘટનાઓ સામે આવી છે.
અમદાવાદ એસયુવી કેનાલમાં અકસ્માત
રીલ બનાવવા ભાડે લીધેલી એસયુવી કૅનાલમાં ખાબકતાં ત્રણ મિત્રો મૃત્યું પામ્યા હતા, ચાર મિત્રો અમદાવાદની ફતેહવાડી કૅનાલ ખાતે રીલ બનાવવા માટે ગયા હતા. આ ચારેય મિત્રોએ રીલ બનાવવા માટે સ્કૉર્પિયો કાર ભાડે લીધી હતી. એક સગીર યુવાન કથિત રીતે ગાડી ચલાવી રહ્યો હતો. ટર્ન લેવા જતી વખતે સ્પીડ અને બૅલેન્સ ન રહેતા ગાડી કૅનાલમાં જતી રહી હતી.
સાડી પહેરીને છત પર ડાન્સ કરતાં અકસ્માત
એક છોકરી, જે સાડી પહેરીને છત પર ડાન્સ કરતી હતી અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહી હતી, અચાનક તેણે બેલેન્સ ગુમાવ્યું અને નીચે પડી ગઈ. આ ભયાનક ઘટના તેના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
અને હવે જીવ જોખમમાં મૂકી પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ રિલ્સ બનાવી રહ્યાં છે અને સેલ્ફી લઈ રહ્યાં છે. ધરોઈ ડેમમાં પાણી છોડાયા બાદ સાબરમતી નદી ગાંડી તુર બની છે તંત્રએ પણ નદી કિનારે ન જવા લોકોને સુચના આપી છે ત્યારે સાંસદને રિલ્સનો ચસ્કો લાગ્યો છે.
સાંસદ દીપસિંહ રાઠોડ ભાન ભૂલ્યા
ગુજરાતમાં હાલ ભારે વરસાદને લઈને નદીઓ તોફાની બની છે. ત્યારે તંત્રની સૂચનાને અવગણી પાણીના ધસમસતા પ્રવાહની એકદમ નજીક જઈને લીધી સેલ્ફી, હવે નેતા સેલ્ફીને રિલ્સ માટે ભાન ભૂલ્યા હોય એવું લાગે છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Lover Death: પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે પરણિત પુરુષનું મોત, કોર્ટે પ્રેમિકાને કેમ દંડ ફટકાર્યો?
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!