
Gujarat: તાપીના વ્યારામાં sc/st સેલના Dyspએ હેડકોસ્ટેબલ સાથે મળીને 1.50 લાખની લાંચ માંગી, લાંચની રકમ મળતાં પહેલાં જ આરોપીઓને ફરિયાદની શંકા જતાં ફરાર. ABCએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શું હતો સમ્રગ મામલો?
એક નાગરિક દ્વારા કાકરાપાર પોલીસ સ્ટેશનમાં પરિવારના 8 સભ્યો પર અત્યાચાર અને દહેજનો ગુનો નોંધાવ્યો આવ્યો હતો. જેની તપાસ Dysp નિકિતા શિરોયા અને સાથી નરેન્દ્રભાઈ રમણભાઈ ગામીત કરી રહ્યાં હતાં. તેમને આ આઠ સભ્યો પર કાર્યવાહી ન કરવા માટે 1.50 લાખની લાંચ માંગી, તેમને કહ્યું કે જો પૈસા આપશે તો પોલીસ તેમને કોઈપણ રીતે હેરાન નહીં કરે સમ્રગ મામલો દબાવી દેવામાં આવશે, જો કે સામેના વ્યકિતએ માંગનો સ્વીકાર ન કર્યો અને અમદાવાદ ABCનો સંપર્ક કર્યો.
ABCના ડરથી આરોપીઓ ફરાર
આરોપીઓને ફસાવવા ABCના ઈન્સ્પેકટર એસ.એન. બારોટ અમે તેમની ટીમે પોલીસ સ્ટેશનની બહાર જાહેર રસ્તા પર લાંચ આપવાનો પ્લાન બનાવ્યો. હેડકોસ્ટેબલ લાંચની રકમ લેવા ગાડી પાસે પહોંચતાં શંકા ગઈ અને તે પૈસા લીધાં વિના બંને ગાડી લઈને ભાગી ગયા છે.
આ ઘટના બાદ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને તેમને પકડવાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પૈસાની લાલચમાં લોકો સાથે અન્યાય
હાલના સમયમાં આવી ઘટનાઓ વાંરવાર સામે આવી રહી છે. જેમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાંતા હોય છે. આવા અધિકારીઓની ફરજ જનતાની સેવા કરવાની અને તેમને ન્યાય આપવાની હોય છે. પરતું તે આની વિરુદ્ધ પોતે જ અપરાધ કરતાં હોય છે અને લોકો પાસેથી રુપિયા પડાવતાં હોય છે. પોતે પગાર લેવા છતાં વધારાની લાલચમાં લોકોને સાચો ન્યાય નથી આપતાં જો કે આ ખૂબ જ ચિંતાનો વિષય છે કે આવા કેસો વધી રહ્યાં છે. પૈસાની લાલચમાં કેસ દબાવીને ફરિયાદી સાથે અન્યાય કરનારા અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોઈએ જેથી આવા બનાવો ફરીવાર ન બને.