
gurpatwant pannu threat: વિદેશમાં રહેતા શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો છે. આ વખતે તેણે સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હી જતી ટ્રેનોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની વાત કરી છે.
આતંકવાદી પન્નુએ ટ્રેનોને ઉડાવવાની આપી ધમકી
આતંકવાદી પન્નુએ કહ્યું છે કે લોકોએ દિલ્હી જતી ટ્રેનોમાં કાળજીપૂર્વક મુસાફરી કરવી જોઈએ. આ સાથે તેણે મુખ્યમંત્રી ભગવંત સિંહ માનને મારી નાખવાની ધમકી પણ આપી છે. પન્નુએ તેના એક સાથી જશ્નપ્રીત સિંહના એન્કાઉન્ટરના વિરોધમાં આ ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો છે.
મુખ્યમંત્રીને ત્રિરંગો ન ફરકાવવા ચેતવણી
વીડિયોમાં પન્નુ કહી રહ્યો છે કે 15 ઓગસ્ટના રોજ લોકોએ કાળજીપૂર્વક વિચાર કરીને દિલ્હી જતી ટ્રેનમાં ચઢવું જોઈએ. આ સાથે તેણે કહ્યું છે કે લોકો ફરીદકોટમાં મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ત્રિરંગો ફરકાવવાના કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. પન્નુએ કહ્યું કે જશ્નપ્રીત સિંહના એન્કાઉન્ટર કેસમાં સરકાર દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે, જેનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે.
જસપ્રીત સિંહ કોણ છે ?
તમને જણાવી દઈએ કે,જસપ્રીત સિંહ એ જ આરોપી છે જેણે પન્નુના કહેવા પર અમૃતસરમાં ખાલસા કોલેજ, શિવલા મંદિર, બસ સ્ટેન્ડ અને અન્ય સ્થળોએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ