
- અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે વૃદ્ધાને હાથકડીઓ પહેરાવી ડિપોર્ટ કર્યાં.
- ભોજનમાં માત્ર બરફની ટ્રે અને એક ચીઝ સેન્ડવિચ અપાઈ, સૂવા પથારી પણ ના આપી.
Harjit Kaur deported | એક તરફ નરેન્દ્ર દામોદરદાસ મોદી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતાનું થૂંક ઉડાડ્યા કરે છે. બીજી તરફ મોદીનો મિત્ર ડોલાન્ડ ટ્રમ્પ ભારતીયોને અપમાનિત કરવાની એકપણ તક છોડતો નથી. મોદીના એક તરફી અથવા તો અંગત મિત્રોના સ્વાર્થ પ્રેરિત ડોલાન્ડ પ્રેમને કારણે ભારતીયોની હાલાત અત્યંત કફોડી થઈ રહી છે. જેમાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો હોવાનું સામે આવી રહ્યું છે. અમેરિકામાં છેલ્લાં 30 વર્ષોથી રહેલી 73 વર્ષિય ભારતીય વૃદ્ધાની અમાનવિય હકાલપટ્ટી કરવામાં આવતાં ભારે ચકચાર મચી છે. અને શિખ સમુદાયમાં ભારે રોષ વ્યાપેલો છે.
અમેરિકાના ઉત્તર કેલિફોર્નિયાના ઇસ્ટ-બેમાં છેલ્લાં 30થી વધુ વર્ષોથી રહેતા હરજીત કૌર ઉર્ફ બીબીજી હાલ 73 વર્ષના થયાં છે. અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ બોર્ડર એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ રેગ્યુલર તપાસ દરમિયાન ભારતીય વૃદ્ધાને કસ્ટડીમાં લીધા હતાં. જેને પગલે તેમના પરિવારજનોએ અને શીખ સમુદાયના સભ્યોએ વિરોધ પ્રદર્શન કરી વૃદ્ધાને તાત્કાલિક છોડી મૂકવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, અમેરિકન રાષ્ટ્રપતિના રાજમાં તંત્ર દ્વારા ભારતની માફક જ લોકોના વિરોધની સદંતર અવગણના કરવામાં આવી હતી.
હરજીત કૌરના વકીલ દીપક આહુવાલિયાએ બુધવારે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે, બીબીજી પંજાબ પાછા આવી રહ્યાં છે. કેલિફોર્નિયામાં ઇમિગ્રેશન અધિકારીઓએ તપાસ દરમિયાન તેમની અટક કરી હતી. જેને પગલે પરિવાર અને શીખ સમુદાયમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

આહુવાલિયાના જણાવ્યા પ્રમાણે, અટકાયત બાદ ઇમિગ્રેશન અધિકારીઓ બીબીજીને બેકર્સફિલ્ડના કસ્ટડી સેન્ટરમાં લઇ ગયા હતાં. બાદમાં બીબીજીને લોસ એન્જેલસ લઇ જવાયા હતા. ત્યાંથી જ્યોર્જિયા થઈને ફ્લાઈટમાં બેસાડી દિલ્હી મોકલી દેવામાં આવ્યા હતાં.
ઇન્સ્ટા પોસ્ટમાં દાવો કરાયો છે કે, હરજીત કૌરને ભારત પરત મોકલવામાં આવે તે પહેલાં સગાં સંબંધીઓને મળવા દેવામાં આવે અને અલવિદા કહેવાનો અવસર આપવામાં આવે. તેવી પરિવારજનોએ માંગણી કરી હતી. પરંતુ, અધિકારીઓએ પરિવારની માંગણીઓ ફગાવી દીધી હતી અને આટલાં વર્ષે અમેરિકા છોડીને જઇ રહેલી વૃદ્ધાને પરિવારજનોને મળવા દેવાયા નહોતા.
આહુવાલિયાના જણાવ્યા અનુસાર, અમે બીબીજી માટે સોમવારની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી શક્યા હતાં. જેથી તેઓ આ ઉંમરે શાંતિથી ભારત ડિપોર્ટ થઈ શકે. જોકે, ઇમિગ્રેશન સત્તાવાળાઓ શનિવારે વહેલી સવારે 2 વાગ્યે બીબીજીને હાથકડી પહેરાવી બેકર્સફિલ્ડથી લોસ એન્જેલસ લઇ ગયા હતાં અને પરિવાર કે વકીલને જાણ કર્યા વિના કે કોઈ જ અગાઉની જાણકારી આપ્યા વિના તેઓને જ્યોર્જિયાની ફ્લાઈટમાં બેસાડી દીધા હતાં. જ્યોર્જિયામાં વૃદ્ધાને કેદીઓની સાથે કસ્ટડી સેન્ટરમાં રહેવું પડ્યું હતું. જ્યોર્જિયાથી આર્મેનિયા થઈને ચાર્ટર્ડ પ્લેન દ્વારા વૃદ્ધા દિલ્હી પહોંચ્યા હતાં. જ્યાંથી તેઓ પંજાબ પોતાના માદરે વતન પહોંચ્યા હતાં.
Sikh Woman Deported After ICE Arrest, Sparking Outcry Over Treatment@SALDEF #HarjitKaur #SarabjitKaur #Deportation #ICE #ImmigrationDetention #SikhAmericanCommunity #ImmigrantCommunity #SALDEF #SikhCoalition #JakaraMovement #DeepakAhluwalia #indicanewshttps://t.co/u8rHcuOYR9 pic.twitter.com/VWEtEI5vXu
— indicanews.com (@indicanews1) September 25, 2025
દીપક આહુવાલિયાની પોસ્ટ અનુસાર, 73 વર્ષિય હરજીત કૌરને આશરે 60 થી 70 કલાક સુધી સૂવા માટે પથારી પણ આપવામાં આવી નહોતી. માત્ર ધાબળો ઓઢીને જમીન પર સૂવા માટે વૃદ્ધાને મજબૂર કરાયા હતાં. હરજીત કૌરના ઘૂંટણની સર્જરી કરાઈ હોવાથી તેમને ઉઠવા બેસવામાં ઘણી તકલીફ પડી હતી. જોકે, સત્તાવાળાઓએ તેના તરફ પણ માનવતા દાખવી નહોતી. એટલું ઓછું હોય તેમ તેમને લાંબા સમય સુધી નહાવાની વ્યવસ્થા કે પરવાનગી આપવામાં આવી નહોતી. દવાઓ માટે ભોજનની માંગણી કરતાં બીબીજીને માત્ર બરફની ટ્રે અને એક ચીઝ સેન્ડવિચ ખાવા માટે આપવામાં આવી હતી. ઉપરાંત, દાંતના ચોકઠા અંગે અધિકારીઓને વિનંતી કરી તો તે પણ ફગાવી દેવામાં આવી હતી.
અમેરિકન મિડીયાના અહેવાલ અનુસાર, હરજીત કૌરે વર્ષ 1992માં બે પુત્રો સાથે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો હતો. વર્ષ 2012માં તેમની શરણની અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ છેલ્લાં 13 વર્ષોથી તેઓ દર છ મહિને સાન ફ્રાન્સિસ્કો ખાતે ઇન્ફોર્સમેન્ટ વિભાગને રેગ્યુલર રિપોર્ટ કરતાં હતાં. ઇન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા જ હરજીત કૌરને ખાતરી આપવામાં આવી હતી કે, જ્યાં સુધી તેઓના મુસાફરી અંગેના દસ્તાવેજો મળશે નહીં ત્યાં સુધી વર્ક પરમિટ પર અમેરિકામાં રહી શકશે.
એકંદરે, “અબ કી બાર, ટ્રમ્પ સરકાર” કાર્યક્રમમાં મોટા ઉપાડે ચીસાચીસ કરનારા એનઆરઆઈ ભારતીયોએ જોવું રહ્યું કે, હાલ ભારતીયોની કેવી પરિસ્થિતિ છે? સ્વાર્થી ભક્તો અને બુદ્ધિહીન અંધભક્તો, આવા અહેવાલો વાંચીને પોતાની આંખો ખોલીને દેશપ્રેમી બની શકે છે. બાકી આજે બીજાનું દુઃખ જોઈને જે નિશ્ચિંત થયેલાં છે, તેઓ યાદ રાખે કે, એક દિવસ આ દુષ્ટ રાજકારણીઓના પાપે તમારે પણ ભોગવવાનું આવી શકે છે.







