
Haryana Accident: હરિયાણાના સોનીપત જિલ્લામાં અકસ્માતો અટકવાના નામ જ લઈ રહ્યા નથી. ત્યારે સોનીપત જીલ્લામાંથી વધુ એક દર્દનાક અકસ્માની ઘટના સામે આવી છે.
ગણૌરમાં એક 3 વર્ષની બાળકીને તેનો ભાઈ સ્કૂલે જતો હોવાથી તે પાછળ ગઈ હતી. ત્યારે ડ્રાઈવરે કંઈ પણ વિચાર્યા વગર બસને હંકારી મૂકી હતી. જેથી બાળકી બસ નીચે આવી જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બાડી પોલીસ સ્ટેશને બસચાલક વિરુધ્ધ ગુનો નોંધી અટકાયત કરવા પગલા લીધા છે.
આ ઘટનામાં 3 વર્ષની પૌત્રી પ્રાંજલ પર બસના આગળ-પાછળના વ્હિલ ફરીવળ્યા હતા. જેથી તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતુ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કેસની માહિતી આપતાં પોલીસ પ્રવક્તા ASI રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને પોસ્ટમોર્ટમ કર્યા પછી, મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. આરોપી ડ્રાઇવરની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gir Somanath: દિનુ બોઘાએ પોતે કરેલા દબાણો દૂર કરવા બૂલડોઝર લઈ પહોંચ્યા?, શું છે કારણ?
આ પણ વાંચોઃ PM MODI: સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબ ક્યાથી મળ્યા?
આ પણ વાંચોઃ Mumbai: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મામલે સુપ્રિમનો ચૂકાદો, ઝૂંપડપટ્ટી વિકાસનું કામ ચાલુ રહેશે