
- શું HARSH SANGHAVIથી વધારે નબળો અને કામચોર ગૃહમંત્રી ગુજરાતે ક્યારેય દેખ્યો છે?
જ્યારથી ગુજરાતને HARSH SANGHAVI જેવો ગૃહમંત્રી મળ્યો છે, ત્યારથી કાયદો અને વ્યવસ્થાની તો પીપોડી વાગી ગઈ છે. હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાવાના સમાચાર ચમકતા જ રહે છે. ડ્રગ્સની ફેક્ટરીઓ એવી રીતે ચાલી રહી છે, જેમ કોઈ દવા બનાવવાની ફેક્ટરીઓ ચલાવવામાં આવી રહી હોય. દરકે તરફ નકલીની બોલબાલા છે. અપરાધીઓને કોઈનો ડર નથી. ગુંડા-મવાલીઓનો રોજ ચાલી રહ્યો છે, એવું સ્પષ્ટ રીતે ગુજરાતીઓ અનુભવી રહ્યા છે.
પાછલા દિવસોમાં ગુજરાતની સામાન્ય જનતાને હચમચાવતી ઘટનાઓ ઘટી છે, જેના કારણે રાજ્યના ડીજીપી વિકાય સહાયને એક્શનમાં આવવું પડ્યું છે. આજે તેના ઉપર વાત કરીશું.