
Himmatnagar Over Bridge Work: હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર આઠ વર્ષથી અધૂરો લટકી રહેલ ઓવરબ્રિજ આખરે 8 માસમાં પૂર્ણ થવા પર પહોંચ્યો છે. નેશનલ હાઇવે પર આવેલા તમામ અધૂરા ઓવરબ્રિજને જૂન માસ સુધીમાં કાર્યરત કરવા માટે સાંસદે અલ્ટીમેટમ આપ્યું હતું. જેને લઈ સાસંદ અને ધારાસભ્ય સહિત અધિકારીઓ ઓવરબ્રિજના અંતિમ તબક્કાના કાર્યના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.
હિંમતનગર શહેરનો વિકાસ હવે તેજ ગતિએ દોડવા લાગશે. અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે પર હવે ટ્રાફિકની સમસ્યા વિના જ પૂરપાટ વાહનવ્યવહાર ધમધમશે. હિંમતનગરના પ્રવેશદ્વાર મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજ 8 વર્ષ અગાઉ નિર્માણ કરવાની શરુઆત કરાઈ હતી. જે બાદ ઓવરબ્રિજ બનાવી બંને બાજુના છેડાનું કાર્ય અધૂરું મૂકવામાં આવ્યું હતુ. જેને લઈ ઓવરબ્રિજનું કામ અધુરુ પડી રહેતા હિંમતનગર શહેરનો વિકાસ જાણે કે રુંધાઈ ગયો હતો.
ટ્રાફિક સમસ્યા દૂર થશે
સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાએ પોતાના ચૂંટાયાના એક વર્ષમાં જ ઓવરબ્રિજ શરુ કરવાનો સંકલ્પ લઈ નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચનાઓ આપી હતી. આમ સાસંદ થયાના એક વર્ષ પૂર્ણ થયા અગાઉ જ ઓવરબ્રિજમા કામ પૂર્ણ થવાના આરે પહોંચ્યું છે. આમ 8 વર્ષથી અધૂરો રહેલો ઓવરબ્રિજ 8 જ મહિનામાં પૂર્ણ થવા પહોંચ્યો છે. આજે સાંસદ સોભનાબેન દ્વારા આ બ્રિજના કામનું નિરિક્ષણ કરાયું છે. શોભનાબેને કહ્યું એક અઠવાડિયામાં બ્રિજ શરુ થઈ જશે. જેથી ટ્રાફિકની સમસ્યા દૂર થશે.
આ પણ વાંચો:
Gujarat: રત્નકલાકારોના લાંબા સંઘર્ષ બાદ સરકારની શિક્ષણ ફી, લોન, વીજ ડ્યૂટીમાં રાહત
પૂર્વ CM મોદીના પહેલા મંત્રી મંડળના નેતાઓ ખતમ થયાં કે કરી દેવાયાં?। કાલચક્ર ભાગ 3 | KAAL CHAKRA
Urbanization: ગુજરાતમાં શહેરીકરણ, હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોનું રાજકીય મહત્વ નથી
ગુજરાત સમાચાર પર IT-ED ના દિલધડ દરોડા બાદ સન્નાટો!, છાપુ ચલાવતી કંપનીનું શેર માર્કેટમાં રોકાણ કેમ?
Gujarat: મંદીનો માર સહન કરતાં રત્નકલાકારોને અર્થિક સહાય કરવા સરકાર તૈયાર!
UP: ઉત્તર પ્રદેશમાં વરસાદનો કહેર, 60 લોકોએ જીવ ગુમાવ્યા, જીવન અસ્તવ્યસ્ત
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!








