
Delhi Air Pollution: દેશની રાજધાની દિલ્હીમાં સતત વધતા જઈ રહેલા વાયુ પ્રદૂષણને કાબુમાં લેવા નિષ્ફળ ગયેલી સરકાર સામે હવે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને ઇન્ડિયા ગેટ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા જાગૃત નાગરિકોની પોલીસે અટકાયત કરી તેઓને બસોમાં ભરીને ઉઠાવી જતા દેશભરમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને અંગ્રેજ શાહી જેવું વર્તન કોઈને ગમ્યું નથી આજકાલ પોલીસ આ રીતેજ વર્તન કરતી હોવાની બૂમ ઉઠી છે અને દેશના નાગરિકોને વિરોધ કરવાનો અને સ્વતંત્રતાનો અધિકાર પણ ગુમાવવાનો વારો આવી રહયાની લાગણી પ્રસરી છે.
Delhi has deployed riot police to stop a protest against air pollution.
As the AQI touches 600 long before peak winter, the government is busy tampering with monitors with water sprinklers and beating up young mothers and students for fighting for clean air.
National disaster. pic.twitter.com/pDppxkSKZj
— Anish Gawande (@anishgawande) November 9, 2025
દિલ્હીમાં ખતરનાક હદે પ્રદુષણ વધી જતાં હવે ખાસ કરીને વૃદ્ઘો અને બાળકોનું સ્વાસ્થ્ય ઝડપથી બગડી રહ્યું છે. વાસ્તવિક સ્થિતિ તો એ છે કે દિલ્હીમાં ભયાનક પ્રદૂષણના કારણે દર ત્રીજા બાળકના ફેફસાં ખરાબ થઈ રહયા છે, નાગરિકો નું કહેવું છે કે દિલ્હીના પ્રદૂષણ મામલે મીડિયામાં રોજ અહેવાલો આવી રહયા છે અને ભયાનક હદે પોલ્યુશન પ્રસરી ગયું છે ત્યારે સરકારો એકબીજા પર દોષારોપણ કરવામાં વ્યસ્ત છે, જ્યારે લોકોને સ્વચ્છ હવાનો મૂળભૂત અધિકાર પણ નકારવામાં આવી રહ્યો છે.
પ્રદર્શનકારીઓએ કહ્યું હતું કે સરકાર પાસે પ્રદૂષણને દૂર કરવા માટે કોઈ યોજના કે નીતિ નથી. સરકાર પ્રદૂષણના ડેટા પણ છુપાવી રહી છે. ઘણી મહિલાઓ તેમના બાળકો સાથે ઈન્ડિયા ગેટ પર પહોંચી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી સ્વચ્છ હવાની માંગણી કરી હતી. દરમિયાન, પોલીસે જણાવ્યું હતું કે પ્રદર્શનકારીઓ પરવાનગી વિના ઈન્ડિયા ગેટ પર એકઠા થયા હતા.
બીજી તરફ ડીસીપી દેવેશ કુમાર મહાલાએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી સાવચેતીના પગલા તરીકે લેવામાં આવી હતી. જંતર મંતર વિરોધ પ્રદર્શન માટે એકમાત્ર નિયુક્ત સ્થળ છે.
જોકે,ન્યાય અને હક્કની માંગણી કરવી હોયતો પણ લોકશાહી દેશમાં પરવાનગી માંગવી પડે તેવી વાસ્તવિક કરુણતા સામે લોકોમાં નારાજગી જોવા મળી હતી. લોકોમાં એવી કોમેન્ટ પણ ઉઠી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય વખતે પણ પોલીસ આ રીતેજ લોકોને વિરોધ કરતા રોકતી હતી તે વખતે પણ પરવાનગી લેવી પડે તેવી વાત હવે લોકશાહીમાં ફરી લાગુ પડી રહયાનું જનતા અનુભવી રહી છે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ દિલ્હીમાં ખરાબ ઍર ક્વોલિટી અને વાયુ પ્રદૂષણના વિરોધમાં જોડાયેલા લોકોને અટકાયતમાં લેવાની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે,”અહીં લોકો શુદ્ધ હવાની માંગણી સાથે શાંતિપૂર્વક પ્રદર્શન કરતા હતા પરંતુ નાગરિકો સાથે અપરાધીઓ જેવો વ્યવહાર કેમ?”
રાહુલ ગાંધીએ કહ્યું કે “સરકારે નાગરિકો સામે કાર્યવાહી કરવાના બદલે પ્રદૂષણ દૂર કરવા માટે તાત્કાલિક નિર્ણાયક પગલાં ભરવા જોઈએ.” રાહુલ ગાંધીએ પર્યાવરણશાસ્ત્રી વિમલેંદુ ઝાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને આ વાત કહી હતી. ઝાએ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર લખ્યું હતું કે “પ્રદર્શનકારીઓને ઉઠાવીને તેમને બસોમાં ઠૂંસી દેવામાં આવ્યા.”
Newslaundry reporter @anmolpritamND and producer Tarun Sahu were detained by Delhi Police on Sunday evening, along with several protesters, while covering a citizens’ protest against air pollution near India Gate. pic.twitter.com/nhyY0JfTAW
— newslaundry (@newslaundry) November 9, 2025
નોંધનીય છે કે દિલ્હીમાં 9 નવેમ્બરે મોટી સંખ્યામાં લોકો ઇન્ડિયા ગેટ પાસે વિરોધપ્રદર્શન માટે એકઠા થયા હતા જેઓની ધરપકડનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે કારણકે દિલ્હી ભારતની રાજધાની હોવાથી પોલ્યુશન મામલે દિલ્હી વિશ્વભરમાં બદનામ થઈ રહ્યુ છે અને સેંકડો બાળકો સહિત નાગરિકો રોગનો ભોગ બની રહ્યા હોવાછતાં સરકાર આ મામલે કોઈ નક્કર કામગીરી કરતી નથી અને જ્યારે લોકો રસ્તા ઉપર ઉતરી પ્રદૂષણના વિરોધ કરી સ્વચ્છ હવાની માંગણી કરે છે ત્યારે તેઓને રોકવામાં આવે છે અને ધરપકડ કરવામાં આવે છે તેવે સમયે આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.
આ પણ વાંચો:
‘સોગંદનામું દાખલ કરો’, દિલ્હીમાં પ્રદૂષણ મામલે CAQM ને સુપ્રીમની ફટકાર
યુપીમાં BJP નેતાને ગોળી મારી!, પુત્રવધૂ ચા લઈને સસરાને આપવા જતાં જોયું…
BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?







