વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતને કેમ ન મળ્યું સ્થાન?

  • World
  • February 3, 2025
  • 1 Comments
  • વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ભારતને ન મળ્યું સ્થાન

ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતને ટોચના 10 દેશોમાંથી બહાર કરી દેવામાં આવ્યું છે. આ યાદી ઘણા મહત્ત્વપૂર્ણ પરિમાણો પર આધારિત છે પરંતુ ભારત જેવા દેશને બાકાત રાખવાથી અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. કેમ ભારત એક વિશાલ વસ્તી ધરાવતો દેશ છે, ચોથા ક્રમનું સૌથી મોટું સૈન્ય છે અને પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ છે, તેથી ભારતને ટોપ-10 શક્તિશાળી દેશોના લિસ્ટમાંથી બહાર કાઢવાને લઈને વિવાદ ઉભો થયો છે.

આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને યથાવત છે. ખાસ વાત એ છે કે હવે UAEએ પણ શક્તિશાળી દેશોમાં એન્ટ્રી કરી છે. ચીન બીજા ક્રમે, રશિયા ત્રીજા, જર્મની ચોથા અને યુકે પાંચમા ક્રમે છે. દર વર્ષે શક્તિશાળી દેશોનું યુએસ પાવર રેન્કિંગ બહાર પાડવામાં આવે છે. આશ્ચર્યજનક વાત એ છે કે UAE પ્રથમ વખત ટોપ-10માં પ્રવેશ્યું છે.

કયા આધારે યાદી તૈયાર કરાઈ

ફોર્બ્સના અહેવાલ અનુસાર આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી કોઈપણ દેશના નેતા, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે.

આ પણ વાંચો- નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ઘમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!

ભારતને કેમ બહાર રાખવામા આવ્યો?

ભારતની વિશાળ વસ્તી, સૈન્ય તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે. ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં ભારતને આ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તેનાથી ઘણા નિષ્ણાતો અને જનતામાં પ્રશ્નો ઉભા થયા છે કે ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગઈ છે.

રિસર્ચ ટીમમાં કોણ કોણ સામેલ?

આ રેન્કિંગ મોડેલ BAV ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે WPP નું એકમ છે. આ રિસર્ચ ટીમનું નેતૃત્વ પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વ્હાર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ફોર્બ્સ ભારત જેવી ઉભરતી શક્તિઓને બાકાત રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યું છે.

આ પણ વાંચો- પતિને 10 લાખમાં કિડની વેચાવીને પત્ની પ્રેમી સાથે થઈ ફરાર

Related Posts

Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો
  • August 7, 2025

Kinmemai Premium Rice : એક રિપોર્ટ મુજબ કિન્મેઈ પ્રીમિયમ નામના જાપાનના ચોખા વિશ્વના સૌથી મોંઘા ચોખા છે. સામાન્ય રીતે સારા અને પ્રીમિયમ ગુણવત્તાવાળા ચોખાની કિંમત 100-200 રૂપિયા પ્રતિ કિલો હોઈ…

Continue reading
Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?
  • August 7, 2025

Technology: ચીન, જર્મની જેવા દેશો સતત ટેક્નોલોજીની દુનિયામાં આગળ વધી રહ્યા છે. રોજે રોજ નવા નવા પ્રયોગો કરે છે અને વૈજ્ઞાનિક સિધ્ધિઓ હાંસલ કરી રહ્યા છે. જ્યારે ભારતના યુવાનો સૈયારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jhansi: CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

  • August 8, 2025
  • 11 views
Jhansi:  CRPF જવાન બહાર કામ કરતો, પત્ની બીજા સાથે કરતી રંગરેલિયા, પ્રેમીએ નગ્ન વીડિયો બનાવી લીધો, પછી શું થયું?

Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

  • August 8, 2025
  • 6 views
Bhavnagar: નદીમાથી માટી ભરવા બાબતે માથાભારે ઈસમોએ વૃદ્ધને ઢોર માર માર્યો, પટેલ સમાજમાં ભારે રોષ

Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

  • August 8, 2025
  • 19 views
Threatened: ‘જે કોઈ સલમાન સાથે કામ કરશે તે મરશે’, બોલિવૂડના દિગ્દર્શકો-નિર્માતાઓને ધમકીભર્યો ઓડિયો વાયરલ

Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

  • August 8, 2025
  • 28 views
Accident: મોરબી-કચ્છ હાઈવે પર સૂરજબારી પુલ નજીક ભયાનક ટ્રિપલ અકસ્માત: બે વિદ્યાર્થી સહિત ચારના કરુણ મોત

Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

  • August 8, 2025
  • 14 views
Rajasthan: ચેટિંગ, લવ, મુલાકાત અને હત્યા!, ગટરમાં તરતી વિદ્યાર્થિની લાશ મળી, જાણો હચમચાવી નાખતી ઘટના

Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?

  • August 8, 2025
  • 7 views
Huma Qureshi Brother Murder: હુમા કુરેશીના ભાઈની હત્યાના CCTV આવ્યા સામે, શું નવા રાજ ખુલ્યા?