India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

  • India
  • May 4, 2025
  • 5 Comments

India-Pakistan Tension: પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા પછી ભારતે પાકિસ્તાન સામે વધુ એક કાર્યવાહી કરી છે. હવે ભારતે બગલીહાર ડેમ દ્વારા ચિનાબ નદીનું પાણી રોકી દીધું છે. તે જ જેલમ નદી પર બનેલા કિશનગંગા બંધ અંગે કડક કાર્યવાહી કરવાની યોજના ભારત બનાવી રહ્યું છે.

પહેલગામ આતંકી હુમલામાં 26 વધુ પ્રવાસીઓના મોત બાદ એક બાદ એક પાકિસ્તાન વિરુદ્ધ ભારત પગલા ભરી રહ્યું છે. ખાસ કરીને પાણી મુદ્દે. પહેલા ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ સ્થગિત કરી, હવે ચિનાબનું પાણી રોક્યું છે. જેલમનું પાણી રોકવા પણ યોજના ભારત ઘડી રહ્યું હોવાનું મિડિયા રિપોર્ટ્સમાંથી માહિતી મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સિંધુ, ઝેલમ, અને ચિનાબ નદીઓનો ઉદ્ગમ હિમાલયમાં થાય છે, અને તે ભારતના જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાંથી વહે છે. ભારતનો ઊંચો ભાગ છે. જ્યારે પાકિસ્તાનનો નીચો. જેથી ભારત પાણી રોકી શકે છે, પણ તાત્કાલિક નહીં.

નિષ્ણાંતો માને છે કે ભારતને સિંધુ જેવી નદીનું પાણી પાકિસ્તાનમાં જતાં રોકવા 20 વર્ષ લાગી શકે છે. કારણ કે ભારત પાસે પાણી રોકી શકાય તેવા ડેમ નથી. જે ડેમ છે તેનાથી માત્ર વીજળી ઉત્પન થઈ શકે છે. પણ પાણી રોકી શકે નહીં. જો ભારત ડેમોનો વિકાસ કરે તો 20 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તેમાં પણ કુરતી વાતાવરણને માઠી અસર થવાની સંભાવના રહેલી છે.

બગલીહાર ડેમ પર વિવાદ

ચિનાબ નદી પર આવેલો બગલીહાર ડેમ લાંબા સમયથી બંને પડોશી દેશો વચ્ચે વિવાદનો વિષય રહ્યો છે. પાકિસ્તાને આ મામલે વિશ્વ બેંકની મધ્યસ્થી માંગી છે. પાકિસ્તાનને કિશનગંગા બંધ સામે પણ વાંધો છે, ખાસ કરીને જેલમની ઉપનદી નીલમ નદી પર તેની અસરને કારણે. જોકે ભારત એકાએક પાણી મુદ્દે પગલાં લઈ રહ્યું છે. સીધી રીતે આતંકીઓ પ્રયાસો નાથવાનો પ્રયાસ કર્યો નથી. કે આતંકીઓને જવાબ આપ્યો નથી. પહેલગામ હુમલાને આજે 12 દિવસથી વધુનો સમય વીતી ગયો છે. તેમ છતાં ભારત તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર પાકિસ્તાન સામે કેટલાંક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

સિંધુ જળ સંધિનો ઇતિહાસ

1960માં ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ એક ઐતિહાસિક કરાર હતો. જે વિશ્વ બેંક દ્વારા મધ્યસ્થી કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ્ય ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ સંસાધનોને લઈને ભવિષ્યમાં થતા સંઘર્ષોને ટાળવાનો હતો. આ સંધિ હેઠળ, ભારતને રાવી, સતલજ અને બિયાસ પર અધિકાર મળ્યો. સિંધુ, ચિનાબ, ઝેલમનું નિયંત્રણ પાકિસ્તાનને સોંપવામાં આવ્યું. જોકે, ભારતને મર્યાદિત સિંચાઈ, વીજળી ઉત્પાદન અને ઘરેલું ઉપયોગ માટે મુક્તિ મળી હતી.

સિંધુ પાકિસ્તાનની જીવાદોરી છે?

સિંધુ નદી પ્રણાલી પાકિસ્તાનના પાણી આધારિત અર્થતંત્રનો મુખ્ય આધાર છે. તેની મદદથી પાકિસ્તાન પશ્ચિમી નદીઓના 93% પાણીનો ઉપયોગ કરે છે.80% ખેતીની જમીન આ પાણી પર આધારિત છે. લાખો લોકોની આજીવિકા, શહેરોનું પાણી પુરવઠા નેટવર્ક અને જળવિદ્યુત ઉત્પાદન આ સિસ્ટમ પર આધારિત છે. તેથી, જ્યારે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો સંકેત આપ્યો, ત્યારે પાકિસ્તાનના રાજકીય અને લશ્કરી નેતૃત્વમાં ગભરાટ અને ગુસ્સે ભરાયું હતુ.

 

સુરેન્દ્રનગરના યુવકે સીમાને નોઈડામાં જઈ ફટકારી!, ગળું દબાવવાનો પ્રયાસ | Seema Haider

 

પણ વાંચોઃ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Punjab: પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસને દબોચ્યા, સેના છાવણીઓ અને એરબેઝના ફોટા મોકલતાં

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

 

  • Related Posts

    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
    • August 6, 2025

    Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

    Continue reading
    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી
    • August 6, 2025

    Delhi: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોસ્પિટલ દવા લેવા ગયેલી 15 વર્ષની સગીરા પર ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળ્યું કે તેની પાડોશમાં રહેતો આર્યન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    • August 6, 2025
    • 1 views
    Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    • August 6, 2025
    • 4 views
    Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    • August 6, 2025
    • 9 views
    શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    • August 6, 2025
    • 22 views
    Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    • August 6, 2025
    • 7 views
    Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

    • August 6, 2025
    • 12 views
    Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ