
Khawaja Asif: પહેલગામ આતંકવાદી હુમલાના આતંવાદીઓને પાઠ ભણાવવા માટે મંગળવારે રાત્રે ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો. જેમાં પાકિસ્તાને સ્વીકાર્યું છે 26 લોકોના મોત થયા છે. આ મિસાઈલ હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તેમના દેશના લોકોને ગેરમાર્ગે દોર્યા અને જાહેરાત કરી કે તેમની વાયુસેનાએ ભારતના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા છે. જો કે ખ્વાજા આસિફ જૂઠ્ઠુ બોલી રહ્યા છે. ભારતીય સેના પોતાની સીમામાં રહીને જ કાર્યવાહી કરી છે.
Anchor: Where’s the evidence 5 Indian jets were downed?
Pak Defense Minister: It’s all over social media.
A: You’re the defense minister. Am specifically asking you for evidence, not about social media.
DM: They’ve admitted it on social media.
A: Did you use any Chinese equipment… pic.twitter.com/gfLmSI5yYS— Amit Schandillia (@Schandillia) May 7, 2025
અંગ્રેજી મીડિયા CNN ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે એન્કરે ખ્વાજા આસિફને તેમના દાવાના પુરાવા માટે પૂછ્યું, ત્યારે તેઓ ડાબે અને જમણે જોવા લાગ્યા. હતાશ થયેલા આસિફે કહ્યું, “વીડિયો દરેક જગ્યાએ છે… ફક્ત પાકિસ્તાની સોશિયલ મીડિયા પર જ નહીં પણ ભારતીય સોશિયલ મીડિયા પર પણ.” જ્યારે એન્કરે ફરીથી તેને પુરાવા વિશે પૂછ્યું, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા પાકિસ્તાનના પ્રચારનો આશરો લેવાનું શરૂ કર્યું અને કોઈ પુરાવા બતાવી શક્યો નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાએ પોતાની સરહદોમાં રહીને રાફેલ વિમાનનો ઉપયોગ કરીને પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ પર સ્કેલ્પ મિસાઇલ અને હેમર બોમ્બ ફેંક્યા હતા. રિપોર્ટ અનુસાર, આ લક્ષ્યો પર એક પછી એક 24 મિસાઇલો છોડવામાં આવી હતી. આ સમય દરમિયાન, પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી કોઈપણ મિસાઈલ કે બોમ્બ શોધી શકી ન હતી.
ઓપરેશન સિંદૂર પૂર્ણ થયા પછી, ભારતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ઓપરેશનમાં ફક્ત આતંકવાદી ઠેકાણાઓને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. કોઈપણ નાગરિક કે લશ્કરી લક્ષ્યો પર કોઈ હુમલા થયા નથી. પાકિસ્તાનની બદલો લેવાની ધમકી પર, ભારતે સ્પષ્ટ કર્યું કે જો તે હુમલો કરશે તો તેનો સખત જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાન હુમલા બાદ ચાલાકી કરી શકે
એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના પોતાનું સન્માન બચાવવા માટે કોઈ કાર્યવાહી કરી શકે છે. આને ધ્યાનમાં રાખીને, સેના, વાયુસેના અને નૌકાદળ દેશના તમામ સરહદી જિલ્લાઓમાં સતત કવાયત કરી રહ્યા છે. આ ઉપરાંત, તે વિસ્તારોમાં બ્લેક આઉટ જેવી કવાયત શરૂ કરીને, પોલીસ કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો પાકિસ્તાન ભારતના કોઈપણ લશ્કરી કે નાગરિક ઠેકાણાઓને નિશાન બનાવવાની હિંમત કરશે, તો આ વખતે ભારત તેના લશ્કરી ઠેકાણાઓને સીધા ઉડાવી દેવામાં અચકાશે નહીં.
આ પણ વાંચોઃ
Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ
Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?
Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat
Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો
આ પણ વાંચોઃ
Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat
Mock drill: ગુજરાતના બ્લેક આઉટનો સમય બદલાયો
ભારતે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ, પહેલગામ હુમલાનો કેવી રીતે લીધો બદલો? | Operation Sindoor
Operation Sindoor: પાકિસ્તાન-POKમાં હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓનો નાશ









