
IndianPolitics: દિલ્હીમાં પ્રદુષણ માનવ જિંદગી માટે જીવલેણ બની રહ્યું છે ત્યારે તેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી અને હવે તો સુપ્રીમ કોર્ટે પણ તંત્ર પાસે જવાબ માંગ્યો છે ત્યારે પીએમનો એક વિડીયો કલીપ વાયરલ થઈ છે જેમાં ‘મૌસમની મજા લો’ એમ બોલતા મોદી નજરે પડી રહયા છે ત્યારે બીજી તરફ વિપક્ષને ડ્રામા કરતા હોવાનું નિવેદન પણ ચર્ચામાં રહયુ છે.
સંસદ સત્ર શરૂ થતાં પહેલાં વિપક્ષને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ સત્ર ડ્રામા માટે નહીં, પરંતુ ડિલિવરી અને રાષ્ટ્રીય નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હોવુ જોઈએ.
કમનસીબે એક બે પક્ષો તો એવા છે કે, તેઓ પરાજય પચાવી શકતા નથી.
હું વિચારતો હતો કે બિહારના પરિણામોને આટલો સમય થઈ ગયો, તો હવે બધુ થાળે પડ્યું હશે ૫રંત કાલે હું તેમની નિવેદન બાજી સાંભળતો હતો ત્યારે લાગે છે કે પરાજયે તેમને પરેશાન કરી રાખ્યા છે.
જોકે,કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીના આ નિવેદન પર પોતાનો વિરોધ વ્યક્ત કરી વળતો પ્રહાર કરી જણાવ્યું કે સત્રમાં થઈ રહેલી ચર્ચા ડ્રામા નથી તે લોકશાહીમાં ચર્ચા જરૂરી હોય છે.
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સંસદમાં જનહિતના મુદ્દાઓ ઉઠાવવા અને તેના પર ચર્ચા કરવી એ લોકતાંત્રિક કાર્યપ્રણાલીનો એક અભિન્ન ભાગ છે, તેને ડ્રામા ન કહી શકાય.
ગાંધીએ કહ્યું કે મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) અને ગંભીર વાયુ પ્રદૂષણ જેવા જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ અને તે વાત ડ્રામા ન હોઈ શકે.
હવે આ મુદ્દે સિનિયર પત્રકાર મેહુલભાઈ વ્યાસ દ્વારા થયેલી છણાવટ જોવાનું ચૂકશો નહિ
જુઓ વિડીયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







