‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’માં ગાળોની ભરમાર; નોંધાયો પોલીસ કેસ

  • Others
  • February 10, 2025
  • 1 Comments
  • ‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’માં ગાળોની ભરમાર; નોંધાયો પોલીસ કેસ

મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’ પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘કોઈપણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

કોમેડિયન સમય રૈનાના શો ‘ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ’માં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાયા ગયા હતા

લોકોએ રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કીડ, કોમેડિયન સમય રૈના અને શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હવે આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ‘મને પણ આ અંગે માહિતી મળી છે. જો કે, મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે- વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઇ જાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ માફી માંગતા જણાવ્યું હતું કે, ‘મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહી પણ રમુજી પણ નહોતી. કોમેડી મારો ખાસ ગુણ નથી. તમારામાંથી ઘણાએ મને પૂછ્યું છે કે, શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું. દેખીતી રીતે હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ તર્ક આપીશ નહીં. હું તો અહીં માફી માંગવા આવ્યો છું.’

શોમાં બોલવામાં આવતા કેટલાક અપશબ્દોને લઈને તેમની ક્લિપ વાયરલ થઈ રહી છે. જે નીચે પ્રમાણે આપવામાં આવી છે. અપશબ્દોની ભરમારના કારણે કેટલાક લોકોએ ગુસ્સો કાઢ્યો છે તો હવે રણવીર અલ્હાબાદિયાને લઈને પણ ટ્વિટ બનવા લાગી છે.

આ પણ વાંચો- Gujarat: ભાજપે અહીં કાપ્યા 33 સભ્યોના પત્તા?, ચાણસ્મામાં ઉપપ્રમુખ સસ્પન્ડ, ભાજપે મોટા પાયે હાકલપટ્ટી કેમ કરી?

  • Related Posts

    plastic polythene: તમે જે પોલિથીનમાં શાકભાજી લાવો છો તેનાથી થઈ શકે છે કેન્સર જેવા ઘાતક રોગ
    • July 5, 2025

    plastic polythene: પ્લાસ્ટિકનું નામ સાંભળતાની સાથે જ આપણને બધે જ પોલીથીન દેખાય છે. કરિયાણાની દુકાનોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી અને ફૂડ પેકેજિંગથી લઈને બજાર સુધી, બધે જ પોલીથીનનો ઉપયોગ થાય…

    Continue reading
    Viral Video: લગ્નમાં કપલને રોલો પાડવો ભારે પડ્ચો, ફોટોશૂટના ચક્કરમાં મજાકનો શિકાર બન્યા
    • June 16, 2025

    Viral Video: હાલ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કપલ ગળામાં અજગર રાખીને ફોટોશૂટ કરાવતું જોવા મળે છે. આ વીડિયોએ લોકોને ચોંકાવી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    • August 8, 2025
    • 3 views
    Himachal Pradesh: કાર 500 મીટર ઊંડી ખીણમાં પડી, એક જ પરિવારના 6 લોકોના મોત

    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    • August 8, 2025
    • 11 views
    Bharuch: 35થી વધુ આંગણવાડી બહેનોને આવ્યા ન્યૂડ વીડિયો કોલ, મહિલાઓ વિફરી , પછી જુઓ શું કર્યું

    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    • August 7, 2025
    • 10 views
    Aajab Gajab: એક એવું ગામ જ્યાં એક પણ રસ્તો નથી, જાણો કયાં છે આ અનોખું ગામ?

    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    • August 7, 2025
    • 6 views
    Kinmemai Premium Rice: દુનિયાના સૌથી મોંઘાં ચોખા, 1 કિલોનો ભાવ જાણી ચોંકી જશો

    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    • August 7, 2025
    • 17 views
    Technology: ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન, જર્મનીએ હવામાંથી પાણી બનાવ્યું, જાણો કઈ રીતે?

    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…

    • August 7, 2025
    • 15 views
    Vote Theft: ‘રાહુલ ગાંધી સોગંદનામું કરે’, જો આરોપો ખોટા સાબિત થયા તો…