
Indigo-Flight: દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોમાં સર્જાયેલી કટોકટી દરમિયાન 2000થી વધુ ફ્લાઈટ્સ રદ થતા સર્વત્ર અંધાધૂંધી સર્જાઈ હતી પણ હવે થોડો સુધારો જોવા મળી રહ્યો છે 7 ડિસેમ્બરના રોજ 1650થી વધુ ફ્લાઈટોએ ઉડાન ભર્યું હતું આગલા દિવસે 1500 હતી. એરલાઈનના 138માંથી 137 સ્થળો સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયા છે અને સમયસર ઉડાન ભરવાનો આંકડો પણ 30 ટકાથી વધીને 75 ટકા થયો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.
આજે દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, અમદાવાદ અને ગોવા સહિતના મુખ્ય એરપોર્ટ્સ પર આજે સ્થિતિ સામાન્ય બની હોવાનો કંપનીએ દાવો કર્યો હતો.ઈન્ડિગો દ્વારા અત્યાર સુધીમાં મુસાફરોને 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હેરાન થઈ રહેલા મુસાફરો માટે તાત્કાલિક પગલાં ભરી કેટલાક રૂટ પર વિમાનના ભાડામાં જે રીતે ભાડામાં વધારો થયો હતો, તેને રોકી ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી દીધી છે, જેના કારણે ભાડા સામાન્ય સ્તરે આવી ગયા હતા જેથી તમામ એરલાઈન્સને પણ આ મર્યાદાનું પાલન કરવુ પડ્યું હતું અને મંત્રાલયે ઈન્ડિગોને સખત આદેશ આપ્યો હતો કે, તમામ રદ થયેલી કે વિલંબિત ઉડ્ડયનોનું રિફંડ રવિવાર સાંજે 8 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવામાં આવે જેથી ઈન્ડિગો દ્વારા 610 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવુ પડ્યું હતું.જોકે,હવે ઈન્ડિગો ધીરે ધીરે ઉડયનો વધારી રહી છે અને સુધારો થઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું પરિણામે આગામી દિવસોમાં બધું બરાબર થઈ જવાની આશા બંધાઈ છે.
આમ,પાંચ દિવસની અંધાધૂંધી બાદ, હવાઈ મુસાફરી ફરી પાટા પર ચડી રહી છે અને મોટાભાગની ઈન્ડિગો ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે.આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સમયસર ચાલી રહી છે. દિલ્હી સહિત દેશભરના એરપોર્ટ પર મુસાફરોની ભીડ ઓછી થવા લાગી છે.
આ પણ વાંચો:
Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!






