
Intelligent Parking Chair: ઓફિસમાં કામ કર્યા પછી ખુરશીને યોગ્ય જગ્યાએ રાખવાની ઝંઝટ અને ઓફિસમાં બધી ખુરશીઓ વ્યવસ્થિત રાખવી પડતી હોય છે. ઘણી વખત ઉતાવળમાં ખુરશીને યોગ્ય જગ્યાએ ખસેડવાનો સમય મળતો નથી. પરિણામે બધી ખુરશીઓ ઓફિસમાં વેરવિખેર જોવા મળે છે, આ દૃશ્ય કર્મચારીઓ માટે નવું નથી. હવે નિસાન કંપનીએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. તેણે નવી ઇન્ટેલિજન્ટ પાર્કિંગ ખુરશીઓ લોન્ચ કરી છે. ઉઠ્યા પછી આ ખુરશીને યોગ્ય જગ્યાએ રાખવાની જરૂર નથી. ફક્ત તાળી પાડો, અને ખુરશી આપમેળે યોગ્ય જગ્યાએ આવી જશે. જાણવા મળી રહ્યું છે કે આવી ખુરશીઓ બનાવવાનું કામ 2016 થી ચાલી રહ્યું હતુ. જે સફળ થયું છે.
ઓટોમેટિક કાર પાર્કિંગથી પ્રેરિત
कार और टेक कंपनी Nissan ने ऐसी कुर्सियाँ बनाई हैं जो एक ताली से अपने मूल जगह वापस आ जाती हैं,
इसे “इंटेलिजेंट पार्किंग चेयर” कहा जाता है यह तकनीक निसान के ऑटोमोटिव इनोवेशन का विस्तार है।
यह सुविधा उन कार्यालयों के लिए उपयोगी है जहाँ कुर्सियाँ अक्सर बिखरी हुई होती हैं, और इसे… pic.twitter.com/exsq0olf3J
— Dr. Sheetal yadav (@Sheetal2242) July 29, 2025
જાપાનની નિસાન નામની કંપનીએ પહેલી વાર ઇન્ટેલિજન્ટ પાર્કિંગ ચેર લોન્ચ કરી છે. તે કારની ઓટોમેટિક પાર્કિંગ આસિસ્ટ ટેકનોલોજીથી પ્રેરિત છે. ઇન્ટેલિજન્ટ પાર્કિંગ ચેર 360 ડિગ્રી ફરે છે. તે જ્યાં પણ હશે તાળી પાડતા જ તે તેની જગ્યાએ આવી જશે. શરૂઆતમાં ખુરશી મૂકતી વખતે લક્ષ્ય સ્થાનને ચિહ્નિત કરો. એટલે કે, ખુરશી મૂકતી વખતે લક્ષ્ય સ્થાન બટન પર ક્લિક કરો. પછી આ ખુરશી ઓફિસના કોઈપણ ખૂણામાં હોઈ શકે છે, તાળી પાડતા જ તે યોગ્ય જગ્યાએ આવી જશે.
ખુરશીઓ ગોઠવવા માટે સ્ટાફની જરૂર નથી
આમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓફિસ રૂમમાં બર્ડ આઈ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ વાયરલેસ કેમેરા ખુરશીઓનું સ્થાન ઓળખે છે અને તેમને સરળતાથી તેમના સ્થાને પરત કરવામાં મદદ કરે છે. આનાથી કર્મચારીઓ ઓફિસમાંથી બહાર નીકળ્યા પછી ખુરશીઓ ગોઠવવા માટે અલગ સ્ટાફ રાખવાની જરૂરિયાત દૂર થશે. ફક્ત તાળી પાડો, અને બધું જ તેની જગ્યાએ આવી જશે.
જો કોઈ ખુરશી પર બેઠેલું હોય અને કોઈ તાળી પાડે તો ખુરશી તેની જગ્યાએથી ખસશે નહીં. કોઈ ખુરશી પર બેઠેલું હોવું જોઈએ નહીં, તો જ ખુરશી તાળી પાડવાથી તેની જગ્યાએ આવી જશે.
Nissan કંપની વિશે જાણો
નિસાન (Nissan) એ જાપાનની એક મોટી ઓટોમોબાઈલ કંપની છે, જેનું મુખ્ય મથક યોકોહામા, જાપાનમાં છે. આ કંપની 1933માં સ્થપાઈ હતી અને તેનું પૂરું નામ Nissan Motor Corporation છે. નિસાન વિશ્વભરમાં કાર, ટ્રક અને અન્ય વાહનો બનાવે છે અને તે જાપાનની જાણીતી કાર ઉત્પાદક કંપનીઓમાંની એક છે.
આ પણ વાંચો:
Bihar: મતદાર યાદીમાંથી નામ નીકળી ગયુ પછી પતી ગયુ, આજીજી પણ નહીં ચાલે, ચૂંટણી પંચ કેમ આડું ફાટ્યું?
IPL 2025 suspended: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે BCCI નો મોટો નર્ણય , IPL હાલ પુરતી સ્થગિત
UP: 3 બાળકોની માતાને 14 વર્ષના છોકરા સાથે પ્રેમ, લઈને ભાગી જતાં મચ્યો હડકંપ, જાણો સમગ્ર ઘટના
Bihar: 7 હજારમાં બનેલા વિમાને ઉડાન ભરી, હજ્જારો લોકો જોવા દોડ્યા, આ યુવાને કરી કમાલ!
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?
Operation Mahadev: સેનાએ 3 આતંકીઓ ઠાર કર્યાનો દાવો, શું પહેલગામ હુમલામાં સંડોવાયેલા હતા?
UP: સ્મશાનમાં ભાજપ નેતાઓ મારમારી પર ઉતર્યા, મહિલાના મોતનો મલાજો ન જાળવ્યો, જાણો પછી શું થયું?