
Helicopter crash in the US: અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં ગુરુવારે (10 એપ્રિલ) એક પ્રવાસી હેલિકોપ્ટર હડસન નદીમાં ક્રેશ થઈ ગયું હતુ. રોઇટર્સના અહેવાલ મુજબ, આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ 6 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકો સ્પેનના એક જ પરિવારના હતા અને હેલિકોપ્ટર પાઇલટ પણ તેમની સાથે હતો. સમાચાર એજન્સી એએફપી અનુસાર, અકસ્માત બાદ બે લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ પાછળથી મૃત્યુ પામ્યા હતા.
મેયર એરિક એડમ્સે એક નિવેદન બહાર પાડ્યું
અધિકારીઓએ હજુ સુધી માર્યા ગયેલા લોકોના નામ જાહેર કર્યા નથી, પરંતુ ન્યૂ યોર્ક પોસ્ટે અહેવાલ આપ્યો છે કે હેલિકોપ્ટરમાં સિમેન્સ સ્પેનના ચેરમેન અને સીઈઓ ઓગસ્ટિન એસ્કોબાર, તેમની પત્ની અને તેમના ત્રણ બાળકો સવાર હતા.
મેયર એરિક એડમ્સે મીડિયા સાથે વાત કરતા કહ્યું, “હાલમાં, બધા છ લોકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને દુઃખની વાત છે કે તે બધાના મોત થયા છે.” તેમણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત હતો.
એમેરિકાની નદીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 લોકોના મોત#US #THEGUJARATREPORT pic.twitter.com/Gyb2I5IaGs
— The Gujarat Report (@TGujarat_Report) April 11, 2025
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુઃખ વ્યક્ત કર્યું
આ અકસ્માત પર પ્રતિક્રિયા આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “હડસન નદીમાં એક ભયાનક હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી છે. એવું લાગે છે કે પાઇલટ, ત્રણ બાળકો સહિત છ લોકો હવે આપણી વચ્ચે નથી. અકસ્માતનો વીડિયો ખૂબ જ ડરામણો છે.”
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર લખ્યું, “ભગવાન પીડિતોના પરિવારો અને મિત્રોને શક્તિ આપે. પરિવહન સચિવ સીન ડફી અને તેમની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ ખબર પડશે કે આ અકસ્માત કેવી રીતે થયો.”
પોલીસ કમિશનરે જણાવ્યું કે ઘટના કેવી રીતે બની?
ન્યૂ યોર્ક પોલીસ કમિશનર જેસિકા ટિશના જણાવ્યા અનુસાર, આ બેલ 206 હેલિકોપ્ટર ન્યૂ યોર્ક હેલિકોપ્ટર ટુર્સ કંપનીનું હતું. હેલિકોપ્ટર ગઈકાલે બપોરે લગભગ 3 વાગ્યે શહેરના એક હેલિકોપ્ટર પેડ પરથી ઉડાન ભરી. અને હડસન નદી ઉપર ઉત્તર તરફ ગયુ હતુ.
ટિશે કહ્યું કે જ્યારે હેલિકોપ્ટર જ્યોર્જ વોશિંગ્ટન બ્રિજ પાસે પહોંચ્યું, ત્યારે તે દક્ષિણ તરફ વળ્યું અને થોડીવાર પછી અકસ્માતનો ભોગ બન્યું. બપોરે લગભગ 3:15 વાગ્યે, તે ક્રેશ થઈ ગયું અને નદીમાં પડી ગયું.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં એક વિશાળ વસ્તુ નદીમાં પડી રહી હોવાનું જોવા મળ્યું હતું અને થોડીક સેકન્ડ પછી, હેલિકોપ્ટર બ્લેડ જેવું કંઈક દેખાય છે. આ પછી તરત જ, કટોકટી સેવાઓ અને પોલીસની બોટ ઝડપથી વિસ્તારમાં પહોંચી ગઈ અને પાણીમાં શોધખોળ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ
તહવ્વુર રાણાના 18 દિવસના રિમાન્ડ મંજૂર, રાત્રે 2 વાગ્યે કોર્ટે આપ્યા રિમાન્ડ | Rahawwur Rana Remand
Surat: ગૃહમંત્રી હર્ષ સંઘવીની સોસયટીમાં આગ, સંઘવી દોડી ગયા | Fire | Harsh Sanghvi|
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે! જાણો વધુ | Rain | Saurashtra |
આણંદ મનપાના કર્મીઓએ પશુઓને નિર્દયતાથી માર મારતાં વિરોધ, પશુ ક્રૂરતાનો કેસ નોંધવા માંગ! | Anand
