IPL 2025 suspended: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે BCCI નો મોટો નર્ણય , IPL હાલ પુરતી સ્થગિત

  • India
  • May 9, 2025
  • 0 Comments

IPL 2025 suspended: પહેલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam terror attack)  26 લોકોના મોત થયાના એક પખવાડિયા પછી, 22 એપ્રિલે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા હતા. જે બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. બંને બાજુથી સતત હુમલા થઈ રહ્યા છે. આ દરમિયાન, IPL ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારતે IPL સ્થગિત કરવામા આવી છે. બીસીસીઆઈએ આઈપીએલ હાલ પુરતી મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન સાથેના તણાવને કારણે હમણાં નહીં રમાય IPL

ગુરુવારે, ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ રદ કરવામાં આવી હતી. શુક્રવારે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. ગુરુવારે ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ પડોશી શહેરોમાં જમ્મુ અને પઠાણકોટમાં હવાઈ હુમલાની ચેતવણીને પગલે અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી.

બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે ક્રિકેટ રમાય તે સારું લાગતું નથી.” તેમણે લીગના સ્થગિત થવાની પુષ્ટિ કરી છે.

ખેલાડીઓને ખાસ ટ્રેન દ્વારા દિલ્હી મોકલવામાં આવ્યા

શુક્રવારે સવારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓને ઉનાથી દિલ્હી ખાસ ટ્રેન દ્વારા રવાના કરવામાં આવ્યા હતા. આ મામલે એક મીડિયાને આપેલા નિવેદનમાં, બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ સુરક્ષિત રીતે ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અમે ધર્મશાળા નજીકથી એક ખાસ ટ્રેનની વ્યવસ્થા કરી રહ્યા છીએ.’ હાલમાં મેચ રદ કરવામાં આવી છે અને સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું છે. આવતીકાલે પરિસ્થિતિના આધારે અમે ટુર્નામેન્ટના ભવિષ્ય અંગે નિર્ણય લઈશું. હાલના સમયે, ખેલાડીઓની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે. પરિસ્થિતિને કારણે આજે રાત્રે મેચ ચાલુ રાખી શકાય નહીં. તે સલામત નહોતું.

IPL બીજી વખત મુલતવી રાખવામાં આવી

IPL 2025 મુલતવી રાખવાનો નિર્ણય બીજી વખત લેવામાં આવ્યો છે આ બીજી વખત છે કે, જ્યારે IPL એક જ વારમાં પૂર્ણ ન થઈ શકે. વર્ષ 2021 માં, કોરોના દરમિયાન IPL મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી, ટુર્નામેન્ટની બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં બીજા તબક્કામાં યોજાઈ હતી. આવી સ્થિતિમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, BCCI ને ફરી એકવાર ટૂર્નામેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.

આ પણ વાંચોઃ

India Pak Conflict: જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSF એ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ , 7 આતંકવાદીઓને ઠાર માર્યા

India Pakistan News: ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને સાથી દેશો પાસેથી આર્થિક મદદની ભીખ માંગી ? પાકિસ્તાને આપ્યો આ જવાબ

India Big Attack On Pakistan:પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ, 30 મિસાઇલો અને 50 થી વધુ ડ્રોન તોડી પાડ્યા

પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી

Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?

‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

 

  • Related Posts

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
    • October 29, 2025

    UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

    Continue reading
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન
    • October 29, 2025

    Lucknow: લખનૌમાં એક ભયાનક લવસ્ટોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે પોલીસ લાઈનમાં સફાઈ કામદાર પ્રદીપ ગૌતમ, તેની 28 વર્ષીય પત્ની ચાંદની અને તેના 22 વર્ષીય પ્રેમી બચ્ચા લાલની હત્યાના આરોપમાં ધરપકડ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    • October 29, 2025
    • 3 views
    UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    • October 29, 2025
    • 2 views
    UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 4 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 18 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ