
- ગાઝામાં ઇઝરાયલનો ભયંકર હુમલો, 300થી વધુ લોકોના મોતનો રિપોર્ટ; હમાસ-ગાઝા યુદ્ધમાં ટોટલ 48,520 લોકોના મોત
ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તે ગાઝામાં મોટી લશ્કરી કાર્યવાહી કરી રહી છે. હમાસના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ હુમલામાં ઓછામાં ઓછા 330 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
IDF કહે છે કે તે હમાસના “આતંકવાદી ઠેકાણાઓ” ને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલામાં હમાસના ટોચના સુરક્ષા અધિકારી મહમૂદ અબુ વફાહનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.
19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ શરૂ થયા પછી ગાઝામાં આ સૌથી મોટો હવાઈ હુમલો છે. ગાઝા યુદ્ધવિરામ લંબાવવા માટેની વાટાઘાટો કોઈ કરાર પર પહોંચવામાં નિષ્ફળ ગઈ છે.
ત્યાં હાજર લોકોનું કહેવું છે કે જ્યારે ગાઝામાં વિસ્ફોટ શરૂ થયા ત્યારે પવિત્ર રમઝાન મહિનાને કારણે ઘણા લોકો સેહરી કરી રહ્યા હતા.
તેઓએ કહ્યું કે 20થી વધુ ઇઝરાયલી લડાકુ વિમાનોએ ઉડાન ભરી હતી. આ પછી તે વિમાનોએ ગાઝા શહેર, રફાહ અને ખાન યુનિસમાં લક્ષ્યો પર હુમલો કરવાનું શરૂ કર્યું.
ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે મંગળવારે સવારે હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “આ હુમલો ઇઝરાયલ દ્વારા બંધકોને મુક્ત કરવાનો વારંવાર ઇનકાર અને યુએસ રાષ્ટ્રપતિના રાજદૂત સ્ટીવ વિટકોફ અને મધ્યસ્થીઓ દ્વારા કરવામાં આવેલી તમામ ઓફરોને નકારી કાઢ્યા પછી થયો છે”.
તેમાં કહેવામાં આવ્યું હતું કે, “હવેથી ઇઝરાયલ તેની લશ્કરી તાકાત વધારીને હમાસ સામે કાર્યવાહી કરશે”.
નિવેદન અનુસાર, હુમલાઓની યોજના સપ્તાહના અંતે IDF દ્વારા રજૂ કરવામાં આવી હતી અને તેને દેશના રાજકીય નેતાઓ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને હમાસને તેના તમામ બંધકોને મુક્ત કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે “અમે અમારા દુશ્મનો પ્રત્યે કોઈ દયા નહીં બતાવીએ”.
પોતાની નારાજગી વ્યક્ત કરતા હમાસે ઇઝરાયલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો અને તેને દગો આપવાનો આરોપ લગાવ્યો છે.
તેઓ એમ પણ કહે છે કે આમ કરીને ઇઝરાયલ ગાઝામાં બાકી રહેલા બંધકોને જોખમમાં મૂકી રહ્યું છે, જેમનું ભવિષ્ય અજ્ઞાત છે.
જોકે, હમાસે હજુ સુધી યુદ્ધ ફરી શરૂ કરવાની જાહેરાત કરી નથી. તેના બદલે તેણે મધ્યસ્થી અને સંયુક્ત રાષ્ટ્રને હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું કે હુમલો કરતા પહેલા ઇઝરાયલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે સલાહ લીધી હતી.
1 માર્ચે કામચલાઉ યુદ્ધવિરામનો પહેલો તબક્કો સમાપ્ત થયો ત્યારથી મધ્યસ્થીઓ આગળ વધવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકાએ કરારના પહેલા તબક્કાને એપ્રિલના મધ્ય સુધી લંબાવવાનું સૂચન કર્યું હતું. આમાં હમાસ દ્વારા બંધકો અને ઇઝરાયલ દ્વારા બંધક બનાવેલા પેલેસ્ટિનિયન કેદીઓનું વિનિમય શામેલ છે.
પરંતુ વાટાઘાટાથી પરિચિત એક પેલેસ્ટિનિયન અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને હમાસ પરોક્ષ વાટોઘાટો દરમિયાન વિટકોફે રજૂ કરેલા કરારના મુખ્ય પાસાઓ પર અસંમત હતા.
આ યુદ્ધ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સાત ઓક્ટોબર 2023માં શરૂ થયો હતો, જ્યારે હમાસે દક્ષિણ ઇઝારઇલમાં 1200થી વધારે લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના નાગરિક હતા, જ્યારે 251 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા.
આ હુમલા પછી ઇઝરાયલનું સૈન્ય અભિયાન શરૂ થઈ ગયું. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર, આમાં અત્યાર સુધી 48,520થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધારે સામાન્ય નાગરિકો છે. આ આંકડાનો ઉપયોગ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય લોકો કરી શકે છે.
આ યુદ્ધના કારણે ગાઝાની 21 લાખની આબાદીમાંથી મોટાભાગને અનેક વખત વિસ્થાપિત થવું પડ્યું છે.
એવો અનુમાન છે કે, 70 ટકા ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા તો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય, સેવા અને સફાઈ વ્યવસ્થા પણ પડી ભાગી છે. તો ભોજન વ્યવસ્થા, દવા, ઇંધણ અને રહેવાની જગ્યાની પણ અછત છે.