
Politics: દેશમાં જ્યાંરથી ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું પડ્યુ અને વોટ ચોરી પકડાઈ ત્યારથી રાજનીતી ગરમાઈ છે. મોદી સરકાર સામે સવાલ થઈ રહ્યા છે કે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું કે લઈ લેવામાં આવ્યું છે? લોકો સવાલ કરે છે ઉપરાષ્ટ્રપતિએ પોતાની હાથે સાઈન કરી રુબરું રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપવાનું હોય છે. જો કે ધનખડે એવું કર્યું નથી. રુબરુમાં રાજીનામું આપ્યુ હોય તેવી એક પણ તસ્વીર નથી. જેથી મોદી સરકાર ઘેરાઈ છે. લોકો આર.ટી.આઈ કરીને જવાબો માગી રહ્યા છે. બીજી તરફ હવે નવા ઉપરાષ્ટ્રપતિને લઈ ચહલપહલ મચી છે.
બીજી તરફ મોદી સરકાર અને ઈલેકશન કમિશનની વોટ ચોરી પકડાઈ છે. ઈલેકશન કમિશન મોદી સરકારને મદદ કરતું હોવાના આરોપ લાગ્યા છે. કારણ કે રાહુલ ગાંધીએ વોટ ચોરી પકડ્યા બાદ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે આક્રમક રીતે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. મતલબ રાહુલના આક્ષેપોના સાચા જવાબ આપ્યા નથી. જ્ઞાનેશ કુમારની ખુદ પૂર્વ ત્રણ ચૂંટણી કમિશનરોએ આકરી ટીકા કરી છે. જેથી મોદી સરકાર અને દેશનું ચૂંટણી પંચ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
બિહારમાં ‘વોટ ચોર ગદ્દી છોડ’ના નારા ગૂંજી રહ્યા છે. જેથી વરિષ્ઠ પત્રકાર કે.પી. મલિકનું માનવુ છે કે દિલ્હીમાં વર્ષ 2024 અંતથી હલચલ શરુ થઈ છે. ખીચડી ધીરે ધીરે રંધાઈ ગઈ છે. હવે મામલો ચારે તરફથી પાકી ગયો છે. જાણો તેમણે વધુમાં શું કહ્યું આ વીડિયોમાં
આ પણ વાંચો:
Vote Scam: મોદી ભલે ડિગ્રી છૂપાવે, વોટ કૌભાંડથી કેવી રીતે બચશે?, શું મોદીના વળતાં પાણી?
Vote Scam: વોટ ચોરી મામલે ગોલી માર ઠાકુર બાદ “ઉર્જાવીર” ભંડારીએ ભાજપને ભેખડે ભેરવ્યું
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Scam: ‘હું અંતરિક્ષયાનમાં ફસાઈ ગયો છું, આક્સિજન ખરીદવાના પૈસા નથી’, શખ્સે મહિલાને આ રીતે છેતરી?
નેપાળમાં ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ સહિત ઘણી એપ્સ બંધ, શું છે કારણ? | Social Media Platforms Ban
Nepal Protests: 18 લોકોના મોત બાદ નેપાળ સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરુ કર્યા









