
Jammu-Kashmir: દેશમાં મોદી સરકારની વોટ ચોરી પકડાયા બાદ તે ચારેકોરથી ઘેરાઈ છે. ત્યારે તેની વધુ ચાલ સામે આવી છે. જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો નેશનલ કોન્ફરન્સ (NC) એ જીતી હોવા છતાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ભાજપથી નારાજ છે. અબ્દુલ્લાએ પ્રશ્ન કર્યો કે ભાજપ જેની પાસે ફક્ત 28 ધારાસભ્યો છે, તે 32 મત કેવી રીતે મેળવ્યા, આશ્ચર્ય વ્યક્ત કરતા તેમણે કહ્યું કે તેમના કોઈપણ ધારાસભ્યએ ક્રોસ-વોટિંગ કર્યું નથી. આ પ્રશ્ન ઉભો કરે છે કે ભાજપ ચાર વધારાના મત કેવી રીતે મેળવ્યા?
અબ્દુલ્લાએ કહ્યું કે તેમના એજન્ટોએ બધા મતપત્રોની સમીક્ષા કરી હતી. ખોટા પસંદગી નંબર દાખલ કરીને તેમના મત રદ કરનારા ધારાસભ્યો કોણ હતા? શું તેમની પાસે ભાજપનો પક્ષ લેવાનું ખુલ્લેઆમ સ્વીકારવાની હિંમત છે? તેમણે કહ્યું કે જેમણે આવું કર્યું છે તેઓએ ભાજપને પોતાનો આત્મા વેચી દીધો છે અને તેઓ ખુલ્લેઆમ સ્વીકાર પણ કરી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ચારેય બેઠકો માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે ફક્ત રાજ્ય ભાજપ એકમના વડા સત શર્મા જ જીત્યા હતા. તેમને કુલ 32 મત મળ્યા હતા, જ્યારે ભાજપને ફક્ત 28 મત મળ્યા હતા. નેશનલ કોન્ફરન્સના ચૌધરી મોહમ્મદનો સામનો ભાજપના અલી મોહમ્મદ મીર સામે હતો, જેઓ હારી ગયા હતા. નેશનલ કોન્ફરન્સને 58 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને ફક્ત 28 મત મળ્યા હતા.
બીજી બેઠક પર નેશનલ કોન્ફરન્સના સજ્જાદ કિચલુ ચૂંટણી લડી રહ્યા હતા, જેમનો સામનો ભાજપના રાકેશ મહાજન સાથે થયો હતો. કિચલુ 57 મતો સાથે જીત્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવારને 28 મત મળ્યા હતા. નેશનલ કોન્ફરન્સે જીએસ ઓબેરોય, જેમને શમી ઓબેરોય તરીકે પણ ઓળખવામાં આવે છે, અને નબી ડારને પણ મેદાનમાં ઉતાર્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાંથી રાજ્યસભામાં ભાજપના માત્ર સત શર્મા ચૂંટાયા હતા. ત્રણ મત રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે સત શર્માને 32 મત મળ્યા હતા. આનાથી એવી અટકળો શરૂ થઈ છે કે સ્વતંત્ર ધારાસભ્યોએ શર્માને મત આપ્યો હતો. ઓમર અબ્દુલ્લાનો દાવો છે કે સ્વતંત્ર ધારાસભ્યોએ તેમને ટેકો આપવાનું વચન આપ્યું હતું.
ઇમરાન નબી ડારે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ક્યારેય પ્રામાણિકપણે ચૂંટણી લડતું નથી. આ ફરી એકવાર સાબિત થયું છે. જ્યારે ભાજપ પાસે ફક્ત 28 ધારાસભ્યો છે, ત્યારે તે 32 મત કેવી રીતે મેળવી શક્યું? આ દરમિયાન, સત શર્માએ કહ્યું કે જે ચાર ધારાસભ્યોએ પોતાના અંતરાત્માની વાત સાંભળી તેમણે ભાજપને ટેકો આપ્યો.
આ પણ વાંચો:
Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?








