
Jammu-Kashmir SIA raid: રાજ્ય તપાસ એજન્સી (SIA) જમ્મુ અને કાશ્મીરમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. SIA ટીમ શ્રીનગરમાં 8 સ્થળોએ દરોડા પાડી રહી છે, જેમાં જેલમાં બંધ JKLF વડા યાસીન મલિકના નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે. આ દરોડા કાશ્મીરી પંડિત મહિલાની હત્યાના સંદર્ભમાં કરવામાં આવી રહ્યા છે.
1990 માં કાશ્મીરી પંડિત મહિલાનું અપહરણ
SIA ટીમ પોલીસ અને CRPF સાથે મળીને આજે સવારે શ્રીનગરમાં આઠ સ્થળોએ શોધખોળ કરી રહી છે. આ દરોડા એપ્રિલ 1990 માં એક કાશ્મીરી પંડિત મહિલાના અપહરણ અને હત્યાના સંદર્ભમાં પાડવામાં આવી રહ્યા છે.
હોસ્ટેલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે કાશ્મીરમાં આતંકવાદની ચરમસીમા દરમિયાન એપ્રિલ 1990 માં અનંતનાગની 27 વર્ષીય કાશ્મીરી પંડિત મહિલા નર્સની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તે શ્રીનગરના સૌરામાં સ્થિત શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) માં કામ કરતી હતી. 14 એપ્રિલ, 1990 ના રોજ, જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના આતંકવાદીઓએ તેમનું સંસ્થાના હબ્બા ખાતૂન હોસ્ટેલમાંથી અપહરણ કર્યું હતું.
શું હતો સમગ્ર મામલો ?
લગભગ 30 વર્ષ પહેલાં, 27 વર્ષની સરલા ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. મહિલા વ્યવસાયે નર્સ હતી. મહિલાનું કોલેજ હોસ્ટેલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. 18 એપ્રિલ, 1990 ના રોજ સૌરામાં શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) ના હબ્બા ખાતૂન હોસ્ટેલમાંથી સરલા ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ પછી, પરિવારે સરલાની ઘણી શોધખોળ કરી. પરંતુ, તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. બીજા દિવસે સવારે, સરલાનો મૃતદેહ મલ્લબાગની ઉમર કોલોનીમાં મળી આવ્યો. તેના શરીર પર ગોળીઓના નિશાન હતા.
લાશ પાસે એક ચિઠ્ઠી મળી
મૃતક મહિલાના શરીર પાસે એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણી પર પોલીસ બાતમીદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણી પર કાશ્મીરી પંડિતોને ખીણ છોડવા અથવા સરકારી નોકરી છોડી દેવાના આતંકવાદી આદેશોનો અનાદર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
35 વર્ષ બાદ ન્યાયની આશ
ગયા વર્ષે આ કેસ SIAને સોંપવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જણાવ્યું હતું કે ગુનાને સાબિત કરવા માટે પુરાવા મળી ગયા છે. આનાથી ભટ્ટ અને તેમના પરિવારને ન્યાય મેળવવામાં મદદ મળશે.
આ પણ વાંચો:
Vadodara: ગંભીરા બ્રિજની ઘટનાના પીડિતો અને અસરગ્રસ્તોની ગંભીર સ્થિતિને લઈને સરકાર ગંભીર કેમ નહીં?
Amreli: ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ, 5 મહિના પહેલા પાલિકા પ્રમુખ બનેલા નયનાબેન વાળાનું રાજીનામું
Madhya Pradesh: સાજિયા બની શારદા, પ્રેમી મયુર સાથે મહાદેવની સાક્ષીમાં કર્યા લગ્ન
MP News: માનવતા મરી પરવારી ! કોઈ મદદ ન મળતા પત્નીના મૃતદેહને બાઇક પર લઈ જવા મજબૂર બન્યો પતિ